SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૫૨. મીરપુર (કે નંબરઃ ૩૦૧૪) સજજનરોડ સ્ટેશનથી ૨૫ માઈલ દૂર અને સિરોહીથી બે માઈલ દૂર મીરપુર નામનું એક નાનું ગામ જંગલમાં વસેલું છે. પ્રાચીન ગામ હમીરપુર ભાંગવાથી આ મીરપુર વસ્યું હોય એમ જણાય છે. આ મીરપુરથી પૂર્વ દિશામાં ૧ માઈલ દૂર આબુ પર્વતની તળેટીમાં પહેલાં તીર્થરૂપ ગણાતું હમીરગઢ નામનું સ્થળ આવેલું છે. આ સ્થળ ઘણું પ્રાચીન હોય એમ જણાય છે. “ગુજરાતનાં એતિહાસિક સાધને” નામના પુસ્તકમાં “ગઢ અને પ્રાચીન શહેરેની વિગત” નામના પ્રકરણમાં લખ્યું છે કે, “વિ. સં. ૮૦૮માં દેવડા હમીરે હમીરપુર વસાવ્યું, અને હમીરને ઘેર દેવી આવી તેથી તે અને તેના વંશજો દેવડા કહેવાણા.” જે આ વાત સાચી હોય તે આ ગામ બારસો વર્ષનું પ્રાચીન મનાય. અહીં મજબૂત લડાયક કિલ્લો બાંધેલ હોવાથી લેકમાં તે “હમીરગઢ” નામે પ્રસિદ્ધ થયું. પ્રાચીન તીર્થમાળાઓ અને પટ્ટાવલીઓમાં પણ આ ગામનું હમીરપુર કે હમીરગઢ એવું નામ મળી આવે છે. “જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ” (પૃ: ૯૮)માં સં. ૧૩૨૮માં લખાયેલી “શતપદિકા” નામની હસ્તલિખિત પિથીની પ્રશસ્તિમાં “હમીરપત્તન’ના પલીવાલજ્ઞાતીય શ્રેષ્ઠીની હકીકત આવે છે. એ ઉપરથી પણ આ ગામની પ્રાચીનતાને પુરા મળે છે અને એ સમયે આ ગામ જેનેથી આબાદ હશે, અને સાધુ-મુનિરાજે અહીં આવતા હશે તેમજ ચતુર્માસ નિમિત્તે રહેતા હશે એમ જણાય છે. આજે તે અહીં કોઈની વસ્તી નથી પરંતુ ચાર જૈન મંદિરે ઊભેલાં વિદ્યમાન છે. આમાંનાં ત્રણ મંદિરે તે પર્વતની ખીણમાં આવેલાં છે, જ્યારે એક આગળના ભાગમાં રસ્તાની સપાટી ઉપર આવેલું છે. ૧. ટેકરી ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ફૂલગુલાબી રંગના આરસનું બનેલું છે. એની કારીગરી આબુનાં મંદિરોથી ઊતરતી નથી. આ મંદિરનું શિખર તે આબુનાં મંદિરે કરતાંયે ઘણું ઊંચું અને અમલસાર તથા કળશ સુધી કેરણીથી ભરપુર છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, ભમતીને વિશાળ કટ, અને તેના મુખ્ય દરવાજાની બંને બાજુએ સંગેમરમરની બનેલી છ સુંદર દેરીએથી યુક્ત છે. મંદિરના મૂળ ગભારાની બહારની દીવાલમાં જે કેરણી કરેલી છે તેમાં તીર્થકરેની બેઠી મૂર્તિઓ, કાઉસગિયા, દેવ-દેવીઓ, આચાર્યો, મુનિરાજે, શેઠ-શેઠાણીઓ વગેરેની સુંદર મોટી મોટી આકૃતિઓ કતરેલી છે. મંદિરની બહારની ભિટ્ટ ઉપર ગજથર કરેલ છે અને તેની ઉપર જાતજાતની નકશી અને ભાવની રજૂઆત કરેલી છે. એક સ્થળે શ્રી શાંતિનાથ ભગવાનને મેઘરથ રાજાના ભવને ભાવ સુંદર રીતે કરે છે. આ ભાવમાં પ્રાચીન સમયના પહેરવેશ, રીતભાત, મંદિરની બાંધણું, ઘાટ, નકશી અને દશ્ય વગેરે જોતાં આ મંદિર સં. ૧૦૦૦ લગભગમાં બંધાયું હોવાનું અનુમાન છે પણ એ કરતાયે આ મંદિર પ્રાચીન હોવાનું “વીરવંશાવલી’માં જણાવ્યું છે. તેમાં લખ્યું છે કે-“ સંપ્રતિ રાજાએ હમીરગઢમાં શ્રીપાલ્પબિંબપ્રાસાદ નિપજા.” વળી, “ શ્રીવીરપ્રભુજીથી ૨૯મી પાટે થયેલા શ્રીજયાનંદસૂરિ મહારાજના ઉપદેશથી પ્રાગ્વાટ મંત્રી સામંત મહારાજા સંપ્રતિએ કરાવેલા આ મંદિરને વિ. સં. ૮૨૧માં કરા.” આ ઉપરથી એમ જણાય છે કે હમીરપુર વસ્યું તે પહેલાં અહીં જે ગામ હશે તેમાં આ પ્રાચીન મંદિર બંધાવ્યું હશે અને સં. ૮૨૧માં તેને જીર્ણોદ્ધાર થયે હશે. તે પછી કેઈએ જે જીર્ણોદ્ધાર કરાવ્યો એ જ સ્વરૂપ આ મંદિરનું આજે વિદ્યમાન હોય એમ લાગે છે. આ મંદિરના ગેખલાઓ, ત અને દીવાલમાં યાત્રા કરવા આવનારા શ્રેષ્ઠીઓએ ગેખલા અને દેરીઓ કરાવ્યાના સં. ૧૫૫૦ થી ૧૫૫૬ સુધીના લેખે મળી આવે છે. આ મંદિર જીરાવલા પાર્શ્વનાથનું હોવાનું એક લેખ પરથી સૂચન મળે છે. અરે “ શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ નામને છંદ”માં એ હકીકતને પુષ્ટ કરતાં જણાવ્યું છે – “ હમીરપુરા પાસે પ્રણમું વળી નવલખા, ભીડભંજન પ્રભુ ભીડ ભાંગે; , દુ:ખભંજન અને ડોકરિયા નમું, પાસ છાવલા જાગે. ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસદેહ” લેખાંકઃ ૨૩૬. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy