SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ ગામની પાસે આવેલી એક ઊંચી ટેકરી ઉપરના ચામુંડા દેવીના મંદિરમાં સં. ૧૬૧૦ ને લેખ જોવાય છે. કેરલા : પશુવાથી દક્ષિણમાં ૧ માઈલ અને બનાસ સ્ટેશનથી ૨ માઈલ દૂર કદરલા નામે ગામ છે. અહીં આજે કે એકે ઘર નથી પરંતુ ગામ પાસે એક ટેકરી ઉપર એક એરડા જેવું ખંડિયેર મકાન છે તેને લેકે ઉપાશ્રય કહે છે. તેમાં રહેલા ત્રણ ગોખલાઓમાં ખંડિત કાઉસગિયા મૂર્તિ, પદ્માસનસ્થ તીર્થકર મૂર્તાિ અને ત્રીજામાં પુષ્પમાલધરની બે મૂર્તિઓ નજરે પડે છે. આ મતિઓ પરિકરમાંથી છૂટી પડી ગયેલી છે. એક ગોખલામાં ગણપતિની મૂર્તિ છે. મુખ્ય દરવાજાના બારશાખમાં મંગળસૂતિ તરીકે તીર્થંકરની મૂર્તિ કતરેલી છે. આ સ્થાન ઘર-દેરાસર હશે અને પાસેનું મકાન ઉપાશ્રય હશે એમ લાગે છે. આ ઉપાશ્રયની પાસે શામળાજીનું વૈષ્ણવ મંદિર છે. તેના મંડપના મુખ્ય દરવાજામાં મંગળમૂર્તિ તરીકે તીર્થકરની મતિ જોવાય છે. શંખવટી સાથેને આ આખાયે દરવાજો જેન મંદિરમાંથી ઉપાડીને અહીં લગાવી દીધું હોય એમ જણાય છે. ઉપાશ્રયના કાળા પથ્થર સાથે આ પથ્થર મળતા આવે છે. અથવા અહીં પડી ગયેલા બીજા કેઈ જેન મંદિરની સામગ્રી આમાં લગાવી દીધી હશે. આમાં કેરણીવાળા ઘુમટ અને ચિકીઓના પથ્થરે બધું જૈન મંદિરના શિલ્પ સાથે મળતું આવે છે. સંભવ છે કે, આ સ્થળે જૈન મંદિર હોય તેને જ શામળાજીનું મંદિર બનાવી દીધું હોય. ૧૫૦. લાજ (કઠા નંબર:૨૯૮૧) બનાસ સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૩ માઈલ દૂર લાજ નામનું ગામ છે. ગામ પ્રાચીન છે. આજે અહીં શ્રાવકનું એકે ઘર નથી પણ ૧ ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને મોટું જૈન મંદિર છે. જૈન મંદિરના ગૂઢમંડપમાં જમણા હાથ તરફના પ્રાચીન એક સ્તંભ ઉપર સં. ૧૨૪૪ ને લેખ આ પ્રમાણે છે – "संवत् १२ षे (वर्षे) ४४ माह सुदि ६ सेवे जेतू आसल माधक कुंअसीह पति ३ पांऊळू ॥" આ સ્તંભલેખ ઉપરથી જણાય છે કે, આ સ્થળે પહેલાં પ્રાચીન મંદિર હતું તે જીર્ણ થતાં તેમાંની મૂર્તિઓ તે બીજા લેકે ઉપાડી ગયા અને ઉજજડ બનેલા મંદિરની એ જ જગા ઉપર આ મંદિર નવેસર બંધાવવામાં આવ્યું અને સં. ૧૯૭૭ માં ધનારીને શ્રીપૂજ્ય મહેન્દ્રસૂરિજીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરી. આ મંદિરમાં પ્રાચીન મંદિરના સ્તંભે વગેરે સામગ્રીને ઉપયોગ કરવામાં આવ્યું છે. આ સ્તંભ બીજેથી લાવવામાં આવ્યું નથી એવી હકીકત મળતાં સ્પષ્ટ થાય છે કે, આ મંદિર સં. ૧૨૪૪ પહેલાં તે હતું એમાં સંદેહ નથી. આજે આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શુંગારકી, શિખર અને ભમતીના કેટયુક્ત છે. ભમતીમાં ડાબી બાજુએ એક આરસની છત્રીમાં આ મંદિરને જીર્ણોદ્ધાર કરાવનાર શ્રીવિજયમહેસૂરિની મૂર્તિ છે. જીર્ણોદ્ધારક શ્રીપૂજ્યજી પિતાને રાજ તરફથી અર્પણ થયેલી જમીનની ઉપજ પણ આ મંદિરને ભેટ આપતા રહ્યા છે. ઉપર્યુક્ત છત્રીમાં બીજી મણિભદ્ર યક્ષરા, સરસ્વતી દેવી અને મેડાનિવાસી શ્રાવક કાના નેમાની મૂર્તિઓ પણ છે. મૂળગભારામાં મૂળનાયકની પ્રતિમા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન હોવાનું કહેવાય છે પરંતુ તેના પરના સ. ૧૯૨૦ ના લેખમાં તેને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તરીકે ઓળખાવ્યા છે, તે લેખ આ મુજબ છે: " संवत् १६२० फागण सुद १० भ्य श्रीशंपेस्व(श्व )रापारस( श्व )नाथ दनपी श्रीरतनगुण माहाराज पायगसવા વાર........... () ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy