SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પશુવા ૨૭૩ પીંડવાડાના દરવાજા તરફની એક મેટી વાવ બ્રાહ્મણવાડા કારખાનાના તાબે છે. બીજો જનાપરમાં “હીરાજીવાળા અટ, પીંડવાડામાં “પાટલા” નામને અરટ અને ઉંદરામાં “સરી વાવ” નામને અરટ તથા વીરવાડા ગામની ખેતીની ઉપજને અડધો ભાગ વગેરે શિરેહીના મહારાવ શ્રીશિવસિંહજીએ ભેટ કર્યા સંબંધે સં. ૧૮૭૬ના જેઠ સુદિ ૫ ને ગુરુવારે એક તામ્રપત્ર કરી આપેલું છે. શ્રીશિવસિંહજી મહારાજને રાજગાદી મળે એવી કઈ આશા નહોતી પણ બ્રાહ્મણવાડા તીર્થની ભક્તિના પ્રતાપે તેઓ સિહીના રાજવી થયા એવી તેમને શ્રદ્ધા બેસી ગઈ હતી અને તેથી તેમણે જુદે જુદે વખતે આ તીર્થના કાયમી રક્ષણ માટે જે દાન કર્યાની વ્યવસ્થા કરી તેનું તામ્રપત્ર લખી આપી આ કારખાનાને અર્પણ કર્યું છે, તે આ પ્રમાણે છે “(સહી) શ્રીમા(મ)ાવવી महारावजी श्रीशिवसिघ(सिंह)जी कु(कुं)वरजी श्रीगुमानसिघ(सिंह)जी बचनायतां । गाव वीरवाडो प्रगने रुवाई रे सीरो लागत वराउ सदामद सिरोही रे दरबार लागे तको श्रीबामणवाजीरे कारखाने चढायो सो हासील राजरो आदमी रेवने उगरावसी ने कारखाने परो लगावसी । देवडा राजपुत जागीरदारसे वणारे हासील सदामद परवाणे है सो खादे जावसी । श्रीदुवारकानाथजी परसवा पदारीया जरे गाम चीयार चढावीया जणापर श्रीसारणेश्वरजी रे, गाम वासो श्रीदवारकानाथजी रे, गांव देलदर श्रीअंबावजीर भेट कीनो सो अरपण हुओ जावसी । अरठ १ हीराजीवाळो गांम जणापरमें जाव सुधा । अरठ पाटलावो जाव सुधा गांम पौडवाडे । अरठ १ सरोरी वाव गांव उंदरे जणरो हासल श्रीबामणवाडजी प्रमाणे सदामद लेसी । दुबे श्रीमुख पर दुवे सीगणोत जेता सीबा काना । दं० । सिं०। पोमा कानारा । सं० । १८७६ रा जेठ सुद ५ गुरु. શો(ો). आप दत्तं पर दत्तं जो लोपंते वसुधरा । ते नर नरके जावंते यावद् चंद्र दिवाकरा ।" અહીં શ્રી શાંતિસૂરિએ સં. ૧૯૮૯ માં સ્થાપન કરેલું શ્રી મહાવીર જૈન ગુરુકુલ વિદ્યમાન છે. તે સિવાય એક ગૌશાળા વગેરે સ્થાને છે. અહીં પ્રતિવર્ષ ફાગણ સુદિ ૧૧ થી ૧૫ સુધી અને ભાદરવા સુદિ ૧૩–૧૪ ના મોટા મેળા ભરાય છે. આ મેળામાં મોટી દુકાન લાગે છે અને વેપારીઓ તેમજ લોકોની ઠઠ જામે છે. દરેક કેમના લેકે પિતપોતાની રીતે ભગવાન મહાવીરસ્વામીની ભક્તિ કરે છે અને બાધા-માનતા પણ રાખે છે. ૧૪૯, પશુવા (ઠા નંબર : ર૯૦) બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૧ માઈલ દૂર પશુવા નામનું ગામ છે. કેદરલાથી ચાલ્યા ગયેલા શ્રાવકે અહીં આવીને વસ્યા છે. ત્યાંના વિસ્ત જૈન મંદિરની કેટલીક મૂર્તિઓ પશુવાના મંદિરમાં લાવવામાં આવી છે. તેના ઉપર સં. ૧૨૨૩ થી ૧૫૪૫ સુધીના લેખે મળે છે. આજે અહીં પિરવાડેનાં ૨૫ ઘર, ૧ ધર્મશાળા, ૧ ઉપાશ્રય અને ૧ જૈન મંદિર છે. મૂળનાયક શ્રીકથુનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શિખર અને ભમતીના કેટયુકત છે. અગાઉ આ મંદિર નાનું હતું તેને હાલમાં કરાવેલા જીર્ણોદ્ધાર વખતે આટલું વિશાળ બનાવ્યું છે. મૂળનાયકની પ્રતિમા ઉપર સં. ૧૭૨૧ ને લેખ છે. આ મૂર્તિ અને ત્રિગડું અહીંના સંઘે જ ભરાવ્યું છે. અસલના મંદિરને કેઈલેખ મળતો નથી. બે ખંડિત મૂર્તિઓ ઉપર સં. ૧૨૨૩ ના લેખે છે. ૧. “અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ” લેખાંક : પ૦૧. રૂપ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy