SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ જૈન તીર્થ સર્વસંગ્રહ શ્રાવકો ગામ છોડી અન્યત્ર રહેવા ચાલ્યા ગયા. આજે તે યાત્રાળુઓ માટે એક વિશાળ ધર્મશાળા અને તીર્થ અંગેનાં ઉપયોગી મકાને સિવાય અહીં ગામ કે વરતી નથી. વેરાન જંગલમાં શ્રીમહાવીરસ્વામી ભગવાનનું વિશાળ મંદિર અટૂલું ઊભું છે. પ્રવેશદ્વાર આગળ એક મોટે શિલાનિર્મિત હાથી બંને બાજુના રક્ષકે સાથે ઊભું કરવામાં આવ્યો છે. બેઠા ઘાટનું છતાં શિખરબંધી મંદિર મનહર છે. તેમાં મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, દરવાજા ઉપરને બલાનક (મંડ૫) અને ભમતીમાં ફરતી ૩૫ દેવકુલિકાઓ છે. તેમાં ત્રણે બાજુના ત્રણ ગભારાઓ સાથે ૩૫ શિખરવાળા આ મંદિરની રચના વિસ્તારવાળી છે. મૂળનાયકની પ્રતિમા હૃદયંગમ છે. તેના ઉપર લેખ નથી. ખેતીને લેપ કરાવ્યાથી એ દબાઈ ગયું હોય એમ થે કવચિત બે-ત્રણ ઝાંખા અક્ષરેથી અનુમાન થાય છે. મૂળનાયકની ઉપર પરિકરને એક ખંડિત ટુકડો ચેહેલે છે, જેમાં પુષ્પમાલધર અને છત્ર જોવાય છે. આ ટુકડે પ્રાચીન શિલ્પકળાની પ્રતીતિ કરાવી રહ્યો છે. આખા મંદિરમાં છેલલા જીર્ણોદ્ધાર વખતે આરસની લાદીઓ, ટાઈસ અને કાચ લગાડી દીધા છે. તેમાં ચિત્રાવલી અને રંગનું કામ એપી ઊઠે છે. ભગવાન મહાવીરને દેવાળિયાના ઉપસર્ગને ભાવ વગેરે ચિત્રો છે પણ પ્રાચીનતાની કેઈ નિશાની ભૂલથીયે રહેવા દીધી નથી. અહીંની એક ભગવાનની પાષાણ મૂર્તિ ઉપર સં. ૧૩૪ને. લેખ છે જ્યારે દેરીઓની બારશાખમાં સં. ૧૫૧૯, ૧૫૨૧ના શિલાલેખ જોવાય છે પણ મંદિર બંધાવ્યા સંબંધે કોઈ લેખ મળતું નથી. સં. ૧૫૧૯ લગભગમાં આ મંદિરને જીર્ણોદ્ધાર થયે હશે એમ શિલાલેખથી સમજાય છે. મંદિરને છેલ્લે ધજા દંડ–કળશ સં. ૧૫૮માં ચડાવવામાં આવ્યું છે. મંદિરની બહાર જમણે હાથ તરફની ઓસરીમાં એક દેરી છે તેમાં ચાર જેડી પગલાં છે અને છૂટાં પડેલાં, ચાર જેડી પગલાં બહારના ભાગમાં છે. હાથીખાના પાસે બે દેરીઓ છે, તેમાં યતિઓનાં બે જોડી પગલાં ઉપર સં. ૧૭૦૦ પછીના લેખો છે. કંપાઉંડની બહાર એક મોટી છત્રીમાં ગિરિરાજ શત્રુંજયને એક શિલાયટ્ટ પ્રતિષ્ઠિત છે. મંદિરથી વીરવઠાના દરવાજા તરફ જમણી બાજુએ એક મોટી દેરી છે. તેમાં પહાડના પથ્થરમાં જ ભગવાન મહાવીરસ્વામીની ચરણપાદુકા કેતરી કાઢી છે. અહીં લગભગ ૫૦ વર્ષ પહેલાં પહાડમાં એક દેરી હતી, જેમાં ભગવાન મહાવીરની ગોવાળિયાઓએ કાનમાં ખીલા લગાવ્યાની ઘટનાની સ્પષ્ટ આકૃતિઓ પથ્થરમાં કેરી કાઢેલી હતી પણ આજે આ આકૃતિ કે દેરી જેવાતી નથી. દંતકથા એવી છે કે, ભગવાનને ખીલાને ઉપસર્ગ આ સ્થળે થયો હતો. જો કે આ. દંતકથાને ઈતિહાસને કશો આધાર નથી. વીરવાડાના દરવાજા બહાર ડાબા હાથે પહાડના રસ્તે બે-એક ફર્લોગ દૂર એક ઊંચા ચેતરા ઉપર ચારે તરફ ખલી એક દેરી છે, તેમાં શ્રીમહાવીસ્વામી ભગવાનનાં પગલાંની સ્થાપના કરેલી છે. શ્રી મહેન્દ્રસૂરિ અને પં. શ્રીસોભાગ્યવિજયજીએ નિર્દેશ કરેલી છે. તે આ દેરી જ હોવી જોઈએ કેમકે આ સિવાય ભગવાનનાં પ્રાચીન ચરણાવાળી દેરી કે શૂભ નથી અહીં એક બીજી દેરી પણ છે જેને “વીરજીની દેરી” કહે છે તે “મણિભદ્ર વીરની હશે એમ જણાય છે. શ્રી મહેન્દ્રસૂરિએ સં. ૧૩૦૦ ની આસપાસ રચેલી “અષ્ટોત્તરી તીર્થમાળા”માં શ્રીબ્રાહ્મણવાડમાં શ્રી મહાવીર ભગવાનના ચરણવાળે શૂભ છે.” એમ લખ્યું છે. વળી, સં. ૧૭૫૦માં પં. શ્રી સૌભાગ્યવિજયે રચેલી “તીર્થમાળા'માં પણ અહીં વીર ભગવાનનાં ચરણે હેવાનું જણાવ્યું છે. કવિ શ્રીલાવણ્યસમય ગણિ (સં. ૧૫૨૯ દીક્ષા) શ્રીવિશાલસુંદર (સં. ૧૬૮૫ લગભગ), પં. શ્રી ક્ષેમકુશલ (સં. ૧૬૫૭ આસપાસ), શ્રીવીરવિજયજી (સં. ૧૭૦૮) એ આ તીર્થને તેત્રરૂપે કાવ્યમય મહિમા ગાય છે, એ કૃતિઓ આજે ઉપલબ્ધ છે. આ ઉપરથી આ તીર્થની મહત્તા કેવી હશે એ જાણી શકાય છે. પીંડવાડાના દરવાજા તરફના ચોકમાં એક છત્રી ઊભી છે, તેમાં રાવળ સાધુ અમરાજીની મૂર્તિ છે. આ અમરાજી બ્રાઠાણવાડાને ઘણું વર્ષો સુધી પૂજારી હતા. તેને ભગવાનમાં ભારે નિષ્ઠા હતી. એના સ્મારક રૂપે આ દેરી સં. ૧૯૨૧માં બ્રાહમણવાડાના કારખાના તરફથી બનાવવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy