SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ કાજરા–બ્રાહ્મણવાડા ૨૧ भा० सोहग सुश्रावक सा० सामंत सं० पोलासण व्य० कामण सा०र्वाण डाहा....ज... पुत्र सा० सूरा सीहापुत्रिका बाई वाल्ही प्रमुख कुटुंबयुतेन ऊंदिराग्रामे स्वश्रेयोर्थ.... श्रीवर्द्धमानजिनप्रतिमासमलंकृतः प्रौढप्रासाद [:] कारितः प्रतिष्ठितः श्रीमत्तपागच्छाधिराजશ્રીસોમસુંદરસૂરિૉમ: || ’’ આ લેખ ઉપરથી જણાય છે કે, શ્રેષ્ઠી પૂજાએ આ મદિર બંધાવી સં. ૧૪૮૯ના માહ સુદિ ૧૩ના દિવસે શ્રીસેામસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. આ લેખમાં ઉદિરા ગામના સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી આ ગામ સ. ૧૪૮૯ પહેલાંનુ હાય એવા નિર્ણય કરી શકાય. ૧૪૭. કાજરા ( કાઠા નંબર : ૨૯૯૮ ) અનાસ સ્ટેશનથી ઉત્તરમાં રાા માઇલ દૂર કાજરા નામે ગામ છે. આ ગામ તેરમા સૈકા પહેલાનું છે. એ સંબધે અહીંના જૈન મંદિરના એક સ્તંભ ઉપર સં. ૧૨૨૪ ના લેખનું પ્રમાણ મળે છે. અહીં ૧ ઉપાશ્રય, ૧ ધ શાળા અને શ્રાવકનાં ૮ ઘરે વિદ્યમાન છે. શ્રીસંભવનાથ ભગવાનનું પ્રાચીન મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શંગારચાકી, ભમતીના કોટયુક્ત કાળા પથ્થરનું બનેલું છે. મૂળગભારામાં શ્રીસંભવનાથ ભગવાન મૂળનાયક છે. તેમની ગાદીમાં નીચે આડું ધ ચક્ર અને તેની અને ખાજુએ હરણ અને સિંહની આકૃતિ છે. તેની એક બાજીમાં શ્રાવક અને ખીજી ખાજુમાં શ્રાવિકા ચૈત્યવંદન કરી રહ્યાં એવી મુદ્રામાં શિલ્પાકૃતિ કરેલી છે. ગાદી અને પખાસણ પ્રાચીન છે. મૂળનાયકની મૂર્તિ નીચે “શ્રીરામવનાવિથ | " એટલા જ માત્ર અક્ષરો કોતરેલા છે. આ મૂર્તિ જીર્ણોદ્ધાર પ્રસંગે નવી મૂકવામાં આવી હોય એમ લાગે છે. કેમકે, મંદિરના ગૂઢમંડપના એક સ્તંભમાં સ. ૧૨૪ના એક શિલાલેખ છે, તેમાં રાણા રાવસીએ શ્રીપાર્શ્વનાથ ભગવાનના આ મંદિરમાં એક સ્તંભ કરાવ્યાના સ્પષ્ટ નિર્દેશ છે. આથી પહેલાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાન હાવાનું જણાય છે. મૂળનાયકની અને પડખે રહેલી મૂર્તિઓ ઉપરના લેખા ઘસાઈ ગયા છે. છતાં એક મૂર્તિ ઉપર સ. ૧૨૨૪ ના લેખ પ્રતીત થાય છે. સિરોહીના મહારાવ સુરતાળું આ ગામ સ. ૧૬૩૪માં તેમના પુરાહિતાને દાનમાં આપ્યું હતું. ૧૪૮. બ્રાહ્મણવાડા ( કોઠા નંબર : ૨૯૭૯) પીડવાડા ( સજ્જનરાડ ) સ્ટેશનથી વાયવ્યખૂણામાં ૩૫ માઈલ દૂર બ્રાહ્મણવાડા નામનું જેનેાનું પવિત્ર તીર્થ ધામ આવેલું છે. શિલાલેખામાં એનું નામ ‘બ્રાહ્મણવાટક’ મળે છે. લેાકેામાં આ તીર્થં જીવિતસ્વામીના નામે પ્રસિદ્ધ છે. લેાકપ્રસિદ્ધિને અનુશ્રુતિઓના આધાર છે. ‘ તપાગચ્છ પટ્ટાવલી ’ અનુસાર મહારાજા સંપ્રતિએ અહીં મંદિર બંધાવ્યુ. અર્થાત્ અગાઉના નાના કે જીણુ મંદિરને સ ંપ્રતિએ વિશાળ કરાવ્યુ હશે. સ ંપ્રતિ પ્રતિવષ પાંચ તીર્થોની ચાર વખત યાત્રા કરતા હતા તેમાં બ્રાહ્મણવાડાના પણ સમાવેશ છે. વળી, નાગાર્જુનસૂરિ, સ્ક ંદિલસૂરિ અને પાદલિપ્તસૂરિ જે પાંચ તીર્થીની યાત્રા કરતા તેમાં પણ બ્રાહ્મણવાડા તીર્થ ના નિર્દેશ છે. શ્રીજયાન દસૂરિના ઉપદેશથી ( સ. ૮૨૧ ની આસપાસ) પારવાડ મંત્રી સામ તે નવસા મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યે તેમાં બ્રાહ્મણવાડાનુ મંદિર પણ એક હતું. અંચલગચ્છીય શ્રીમહેન્દ્રસૂરિએ સ ૧૦૦ ની આસપાસ રચેલી ‘ અષ્ટોત્તરી તીર્થ માળા ’માં ઉલ્લેખ્યુ છે કે, બ્રાહ્મણવાડામાં શ્રીમહાવીરસ્વામી ભગવાનના મ ંદિરમાં ભગવાન મહાવીરના ચરણેાની પાદુકાવાળા સ્થૂલ છે. Jain Education International આ હકીકત ઉપરથી આ તીર્થની પ્રાચીનતાનો અડસટ્ટો મળી રહે છે. એક કાળે આ તી ધામમાં અનેક શ્રાવક કુટુંબે વસતાં હશે પરંતુ આ મંદિરની ચાકી કરવા જે ઢાકારને રાખવામાં આવેલા તેમની સાથે શ્રાવકાને અગડા થતાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy