SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ વીવાડા ૨૬૯ સભામંડપ, શૃંગારચાકી, દરવાજાની અંને ખાજુની ૧૪ દેરીઓ અને ભમતીના કાયુક્ત શિખરબંધી અનેલુ છે. આ મ ંદિર કણે કયારે અંધાવ્યું એ સંબંધી લેખ મળતેા નથી, પણ ચોકીના એક સ્તંભ ઉપર સં. ૧૪૧૦માં મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા સંબંધી લેખ સાંપડે છે.પ આથી સ્પષ્ટ છે કે, આ મંદિર એથીયે એ—ચાર સૈકા પહેલાં બન્યું હશે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની મૂર્તિ ભવ્ય અને રમણીય છે. તેના ઉપર લેખ નથી પરંતુ તેનું શિલ્પવિધાન પ્રાચીન છે. પરિકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર, તેની મને ખાજુએ એકેક હાથી અને સિંહ તેમજ ધ ચક્રની નીચે એ હરણની આકૃતિઓ કારેલી છે. ડામા હાથ તરફ ચક્ષની મૂર્તિ છે જ્યારે જમણા હાથ તરફની દેવીમૂર્તિ પરિકરમાંથી છૂટી પડી ગઈ હાય એમ લાગે છે. ગૂઢમંડપમાં પ્રાચીન મૂર્તિ એના પરિકરા, કાઉસગ્ગિયા અને તેના ખડિત અ ંગેના સમૂહ જોવાય છે. વાસીયુ અથવા વીસલનગર : ઉપર્યુ ક્ત મંદિરની પાસે પડેલાં અસંખ્ય અવશેષોથી જણાય છે કે, અગાઉ વીરવાડાના વિસ્તાર અહી સુધી હશે. લોકેાના કથન મુજખ અહીં વીસલનગર નામે ગામ હતુ. મહાવીરસ્વામી ભગવાનના આ મંદિરની પાસે કૂવા અને બગીચા પણ હતા. પં. શ્રીમે, કવિએ વીસલપુરનું સ્મરણ કરાવ્યું છે. આજે આ મંદિરને લાકા ‘વાસીયાનું મદિર' કહે છે. આ હકીકતથી જણાય છે કે વીસલપુર અથવા વીસલનગરમાંથી વાસીચું એવા અપભ્રંશ થયા હશે. ગુજરાતમાં વસેલા વાસીયાથી એાળખાતા શ્રાવકે આ સ્થળના હશે, જે કાઈ પ્રસ ંગે એકસાથે ઉચાળા ભરી ગયા હશે, પરંતુ એક હકીકત ધ્યાન ખેંચે એવી છે કે, આ મંદિરમાં સં. ૧૪૧૦ ના લેખમાં વીરવાડા ગ્રામ' સ્પષ્ટ આપેલુ છે. વળી, બ્રાહ્મણવાડાના સ. ૧૯૧૯ના લેખમાંT પણ આ મહાવીરસ્વામી મંદિર પાસેના થૂલ માટે વીરવાડા ગામ'ના ઉલ્લેખ કરેલા છે. એટલે આ સ્થળ વીરવાડા ગામને લગતા જ વાસીયા એવા પરા જેવા વિભાગ નામે એળખાયા હોય એવું ફલિત થાય છે. કાટરા ઃ વીરવાડાથી ઉત્તર દિશામાં ૧૧ માઈલ દૂરકેટરા નામે ગામ છે. અહીં એક નાની ટેકરી ઉપર જૈનમ ંદિરનું ખંડિયેર પડેલું છે. એની આસપાસની ભૂમિ ઉપર ઇટાનાં રેડાં જ્યાં ત્યાં પથરાયેલાં પડયાં છે; આથી અનુમાન થાય છે કે મંદિરની આસપાસ વસ્તીવાળું ગામ હશે. મંદિરના ખંડિયેર ઉપરથી જણાય છે કે, આ મ ંદિર મૂળગભારો, ગૂઢમંડપ, સભામ’ડપ, ભમતીનેા કેટ અને શિખરયુકત બનેલું હતું. આજે મૂળગભારા અને ગૂઢમંડપના દરવાજા માત્ર વિદ્યમાન છે. પથ્થરના ગૂઢમંડપ અને ઉપરના ઘુમટના ઘેાડા ભાગ તેમજ મૂળગભારામાં પમાસન સુધીની ભીંતે ઊભી છે. કાટની ભીંત એથી છ પ્રીટ સુધીની હયાત છે. બાકીના બધા ભાગ પડી ગયા છે. અહીંની ઇંટો ૧૨૮ ઈંચ લાંમી–પહાળી અને ૨×રા ની જાડી છે. અને દરવાજાની બારશાખમાં મંગળમૂર્તિ તરીકે તીર્થંકર મૂર્તિ કારેલી છે. આ મદિરના એક શિલાલેખ ખખુ પૂણચંદ્રજી નાહરે પેાતાના ‘ જૈન લેખસંગ્રહ ”ના પ્રથમ ખ ́ડના પૃષ્ઠ:૨૬૮ માં લેખાંક : ૯૬૯ માં આ પ્રકારે આપ્યા છે:~ 46 'पूर्व डोंडिलाप्राममूलनायक : श्रीमहावीरः संवत् १२०८ वर्षे पिप्पलगच्छीय श्री विजयसिंहसूरिभिः प्रतिष्ठितः पश्चात् वीरपल्ल्या [:] प्रा० साह सहदेवकारिते प्र(प्रा) सादे पिप्पाल (पला ) चार्य श्रीवीरप्रभसूरिभिः स्थापितः । संवत् १४६५ वर्षे ।। " આ લેખ ઉપરથી જણાય છે કે, ડીડિલા ગામના મંદિરના મૂળનાયક શ્રીમહાવીરસ્વામી ભગવાન જેમની પ્રતિષ્ઠા સ. ૧૨૦૮ માં પિપ્પલગચ્છીય શ્રીવિજયસિંહસૂરિએ કરી હતી, તે મૂર્તિ વીરપલ્લી ( વીરવાડા)ના પ્રાગ્માટજ્ઞાતીય શાહ સહદેવે કાટરામાં બંધાવેલા મંદિરમાં સ. ૧૪૬૫ માં પિપ્પલગચ્છીય શ્રીવીરપ્રભસૂરિએ સ્થાપન કરી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે અહીંના મંદિરની સ'. ૧૪૬૫ માં પ્રતિષ્ઠા કરવામાં આવી. તેમાં સ'. ૧૨૦૮ માં ૫. “ અનુ'દાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદાહ ' લેખાંકઃ ૨૭૭, ૬. એજનઃ લેખાંકઃ ૨૯૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy