SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ વીરવાડા મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સપરિકર મનહર મૂર્તિની ગાદીમાં સં. ૧૧૦૯ ને શિલાલેખ આ પ્રમાણે છે" संवत् ११०९ वैसा(ख)सुदि ८ गोष्ठया श्रीशांतिनाथप्रतिमा कारिता ॥ श्रीशांत्याचार्यैः प्रतिष्टिता ॥" –સં. ૧૧૦૯ ના વૈશાખ સુદિ ૮ ના રોજ ગોષ્ટીએ શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને તેની શ્રીશાંત્યાચાયે પ્રતિષ્ઠા કરી. આ ઉપરથી લાગે છે કે આ મંદિર સં. ૧૧૦૯ માં બનાવવામાં આવ્યું હશે. મળનાયકની ઊંચી બેઠકની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર અને તેની નીચે બે હરણની આકૃતિઓ છે. ધર્મચક્રની બંને બાજુએ એકેક હાથી અને સિંહ કરેલા છે. પરિકરમાં એક બાજુમાં ભગવાનની ત્રણ મૂર્તિઓ અને બીજી બાજુમાં બે જિનમતિઓ તેમજ એક દેવીની આકૃતિ કેરેલી છે. ઉપરના ભાગમાં પુષ્પમાલધર અને હાથીનાં સુશોભને છે. પરિકર જુદા જુદા ટુકડાઓ ગોઠવીને લગાડેલું જણાય છે. ગૂઢમંડપમાં સપ્તકુણાલંકૃત શ્રી પાર્શ્વનાથ ભગવાનની કાર્યોત્સર્ગસ્થ હદયંગમ મૂર્તિ ખડી છે. તેની ઊંચાઈપહોળાઈ ૫૪"x૨૦ઈંચ પ્રમાણ છે. એમાં લેખ નથી પણ એની રચના લાક્ષણિક ઢંગની છે. ભગવાનના ચરણ પાસે એકેક ઈદ્ર અને શ્રાવક તેમજ બીજી તરફ શ્રાવિકાની મૂર્તિઓ નમસ્કાર મુદ્રામાં બેઠેલી છે. પાસે ચામરધારી ઈંદ્રો સેવકને ખ્યાલ આપી રહ્યા છે. આ આકૃતિઓની ઉપર ત્રણ સર્પ-માનવ એટલે ધરણેન્દ્રની આકૃતિઓ હાથ જોડી અવનતભાવ દર્શાવી રહી છે. ઉપરના ભાગમાં બંને બાજુએ પુષ્પમાલધર ઊભા છે. પાસેના ગોખલાઓમાં પ્રાચીન કેરણીવાળી સં. ૧૧૯૮ અને ૧૨૨૪ ની લેખાંકિત પ્રતિમાઓ આબેહૂબ છે.' આ ગેખલાની બંને બાજુએ પ્રાચીન કેરણીવાળા બારશાખના આરસ સ્તંભેના ટુકડા લગાવ્યા છે, તેમાં દેવદેવીઓની મૂતિઓ જોવાય છે. અહીં મંદિરની જોડે બે-ત્રણ એરડાવાળી ધર્મશાળા છે. તેમાં સાધુ-સાધ્વી અને યાત્રાળુ શ્રાવકે ઊતરે છે. પિડવાડાના શ્રાવક ચંદ્રભાણ જેતાજીની અહીં દુકાન છે. તેઓ મંદિરની સારી સંભાળ રાખે છે. તેમણે કરાવેલ એક બગીચે મંદિરને અર્પણ કર્યો છે. મંદિરની પાછળ એક વિશાળ અને ઊંડું તળાવ મજબૂત બાંધણીનું બનેલું છે. નદીને તળાવમાં વાળી છે. તળાવ વાટે ખેતરને પાણી પહોંચે એવી સગવડ છે. સિરોહી રાજ્યમાં આ મોટામાં મોટું તળાવ હોવાનું મનાય છે. ૧૪૫. વીરવાડા (કઠા નંબર : ૨૯૫-૨૯૬૬) સજનરોડ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૬ માઇલ દૂર વીરવાડા નામનું ગામ છે. વીરવાડા પુરાતન છે, એટલું જ નહિ આજે તેની પાસે જ વાસીયું ગામ છે જેને તીર્થમાળાઓમાં “વિસલનગર” એવા નામે ઉલ્લેખ કર્યો છે. એ પ્રાચીન સમયમાં તે વીરવાડામાં સમાઈ જતું હશે. કેટરા ગામમાંથી મળી આવેલા જૈન મંદિરના સં. ૧૨૦૮ ના એક શિલાલેખમાં “વીરપલી’ ગામના એક શ્રેષ્ઠીએ મંદિર નિર્માણ કર્યાને ઉલેખ છે. જે આ વીરપલી જ વીરવાડા હોય તે એ નક્કી થાય છે કે, આ ગામ બારમા–તેરમા સૈકાથીયે વધુ પ્રાચીન છે અહીંના ભગવાન મહાવીરસ્વામીના મંદિરની છકીના એક સ્તંભ ઉપર સં. ૧૪૧૦ ને લેખ છે, જે જી૧. “ અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસદો ” લેખાંકઃ ૩૧૮, ૩૨૦ ૨. “જૈન લેખ સંગ્રહ ” ખંડ-૧–શ્રીપૂરણચંદજી નાદુર સંગ્રહીત-૫. ૨૬૮, લેખક: ૯૬૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy