SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ કરેલ છે તે પાધવદેવ નામના ચૈત્યવાસી મુનિએ કરાવ્યાનું તેમાંથી જણાય છે. કેટલીક ખંડિત મૂર્તિઓ મંદિરની બહાર જમીનમાં ભંડારી પણ દીધી છે. ચામુડેરીવાળા શેઠ વના ખુમાજીએ આ મંદિરને છેલ્લે જીર્ણોદ્ધાર કરાવી મંદિરમાં આરસ પથરાવ્યા છે. વળી, મંદિરને કેટ, શૃંગારકી, જાળીઓ અને એક એરડી વગેરે પણ કરાવ્યું છે. ૧૪૩. ચામુડેરી (ઠા નંબરઃ ૨૯૭૨) નાણું સ્ટેશનથી ઉત્તરમાં ૧ માઈલ દૂર ચામુડેરી નામે ગામ છે. કહેવાય છે કે અહીંના ચામુંડા દેવીના મંદિરના કારણે આ ગામનું નામ ચામુડેરી પડયુંઆ ગામને “સાંવલેરી” એવા બીજા નામથી પણ લેકે ઓળખે છે. અહીં પિરવાડ શ્રાવકેનાં ૫૫ જેટલાં ઘરે વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય અને ૧ ધર્મશાળા તેમજ ૧ જૈન વિદ્યાલય પણ છે. આ ગામમાં આવેલા જૂના ઉપાશ્રયમાં પહેલાં ઘર-દેરાસર હતું. તેમાં આરસની એક નાની શ્યામમૂર્તિ અને બે ધાતુમતિમાં બિરાજમાન હતી. પછી એક નવું મંદિર બંધાવી સં. ૧૯૮૫માં ધનારીના શ્રી પૂજ્ય મહેન્દ્રસૂરિજીએ મંદિરની પ્રતિષ્ઠા કરી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને ભમતીના કેટવાળું બનેલું છે. મૂળનાયકની મૂર્તિ અને બંને પડખે રહેલી મૂર્તિઓ નીચે લાંછને બીજા હોવા છતાં લકે તેમને શ્રીષભદેવ અને પડખેની મૂર્તિઓને શ્રીમલિનાથ ભગવાન કહે છે. મંદિરમાંની કુલ ૧૦ મૂર્તિઓમાંથી ૯ મૂર્તિઓ માલણ ગામથી લાવવામાં આવી છે. ગૂઢમંડપની મૂર્તિઓ ઉપર લેખ છે પણ પૂરા વાંચી શકાતા નથી, છતાં સં. ૧૪૯૭ના લેખે જણાય છે. ગૂઢમંડપમાં ગૌતમસ્વામી ગણધરની બે મૂર્તિઓ છે અને નવચેકીમાં યક્ષ-યક્ષિણની બે મૂર્તિઓ છે. મંદિરમાંની ધાતુમૂતિઓ ઉપર સં. ૧૫ર૭, ૧૭૨૫, ૧૭૬૩ વગેરે સાલના લેખે વંચાય છે ? ૧૪૪. સીરા (કઠા નંબર : ર૯૭૪) પીંડવાડાથી ઉત્તમાં ૫ માઈલ દૂર સીવેરા નામનું ગામ છે. અહીંના શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરમાંના સં. ૧૧૯૮ ના શિલાલેખમાં આ ગામનું નામ “સીપેરક” ઉલેખ્યું છે. આથી આ ગામ અને મંદિર એથીયે વધુ પ્રાચીન અને જૈનેની વસ્તીવાળું હશે એવું ફલિત થાય છે. આજે અહીં એકે જેનની વસ્તી નથી, છતાં એની પ્રાચીન જાહોજલાલીની યાદ આપતું શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય મંદિર ઊભું છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શિખર અને ભમતીના કેટવાળું છે. વળી, દરવાજાની બંને બાજુએ દેરીઓ બનાવવા માટેના દશ-દશ ખંડે જેમાં જમણી બાજુના સાત ખંડે તો બમણા વિશાળ રાખેલા છે. મૂળગભારે અને ગૂઢમંડપની ભીંતે શ્યામળા પથ્થરોની બનેલી છે. બાકીનો ભાગ સફેદ પથ્થરને છે. શંગારકીને બદલે ચેતરે છે. મંડપ કે ઘુમ્મટ બનાવેલા નથી. ૧. “અબુદાચલ પ્રદક્ષિણ જૈન લેખસંદોહ” લેખાંકઃ ૩૩૭ ૨. એજનઃ લેખાંકઃ ૩૩૮ થી ૩૪૦. ૩. એજનઃ લેખાંક: ૩૧૮. Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy