SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વેલાર " सं० १२६५ वर्षे फाल्गुन वदि ७ गुरौ प्रौढप्रतापश्रीमद्धांधलदेवकल्याणविजय(यि)राज्ये वधिलाटचैत्ये श्रीनाणकीयगच्छे श्रीशांतिसूरिंगच्छाधिपे इतश्च ॥ आसीद्धकटवंशमुख्य उमल: श्राद्धः पुरा शुद्धधीस्तदगोत्रस्य विभूषणं समजनि श्रेष्ठिसणश्चाभिधः । पुत्रौ तस्य बभूवतुः क्षितितले विख्यातकीर्ती भृशं घूमाहः प्रथमो बभूव स गुणी रामाभिधश्चापरः ॥१॥ तथान्यः ॥ श्रीसर्वज्ञपदार्चने कृतमतिर्जावे दयालुर्मुहुराशादेव इति किती(कृती) समभवत् पुत्रोऽस्य धांधाभिधः । तत्पुत्रो यतिसंगतिः प्रतिदिनं गोसाकनामा सुधिः(धी) शिष्टाचारविसा(शा)रदो जिनगृहोदारोधतो यो[s]जनि ॥२॥ कदाचिदन्यदा चित्ते विचिंत्य चपलं धनं । गोस्याकरामाभिधाभ्यां कारितो रंगमंडपः ॥३॥ મદ્ર મવતુ . આ લેખના અતિહાસિક ભાવની તારવણી આ છે – –સં. ૧૨૬૫ ના ફાગણ વદિ ૭ ને ગુરુવારે રામ અને ગેસ્યાક નામના બે શ્રેષ્ઠીઓએ વિલાટના મંદિરને રંગમંડપ કરાવ્યું. એ સમયે પ્રતાપી ધાંધલદેવ રાજા હતો અને નાણકીયગચ્છના અધીશ્વર શ્રી શાંતિસૂરિ આ મંદિરમાં વિરાજતા હતા. રામ નામને શ્રેષ્ઠી ધર્મવંશીય ઉમલને સદગુણ પુત્ર અને ખૂમાને ભાઈ હતું. બીજે ગોસ્વાક નામે શ્રેષી, વિદ્વાન અને દયાળુ એવા આશાદેવના પુત્ર ધાંધાને પુત્ર હતા. તે શ્રાવક ધર્મમાં ઉદ્યમી અને સાધુઓના સંગમાં રહેતું. તે શિષ્ટાચારી હોવા ઉપરાંત જિનમંદિરના ઉદ્ધાર કરવાની વૃત્તિવાળે હતે. આ બંને શ્રેષ્ઠીઓએ લક્ષ્મીની ચંચળતા સમજીને અહીંને રંગમંડપ કરાવ્યું. મતલબ કે, આ મંદિર નાનું હશે અને તેને જીર્ણોદ્ધાર કરાવી રંગમંડપ વિશાળ બનાવ્યું હશે, કેમકે જે સમયે તેમણે મંડપ કરાવ્યું તે સમયે શાંતિસૂરિ આ મંદિરમાં પહેલાંથી જ બિરાજતા હતા. અર્થાત્ આ મંદિર સં. ૧૨૬૫ પહેલાં બન્યું હોવું જોઈએ અને વધિલાટ ગામ એથીયે પ્રાચીન કાળમાં વસ્યું હશે એમ માની શકાય. એ સમયે નાણાકીય ગછની અહીં ગાઢી હોવાથી જેનોની આબાદી પણ હશે. રામ અને ગેસ્યાક જેવા અને ગેસ્યાકના બીજા કુટુંબીઓ જેમણે આ મંદિરમાં સ્તંભે વગેરે કરાવ્યું છે, તે ઉપરથી પણ અહીં જેનેની વસ્તી ઠીક પ્રમાણમાં હોવાનું અનુમાન નીકળે છે. આજે અહીં જૈન શ્રેષ્ઠીનું એક માત્ર ઘર છે. ઉપાશ્રય કે ધર્મશાળા નથી. સં. ૧૯૬૨માં અહીં શ્રાવકેનાં ૧૫-૧૬ ઘરે મૌજુદ હતાં પણ કોઈ કારણે તેઓ પાલડી ગામમાં રહેવા ચાલ્યા ગયા છે. પાલડીમાં આવેલે વેલારને વાસ” આજે એની સાબિતી આપી રહ્યો છે. અહીં શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શંગારકી, શિખર અને ભમતીના કેટથી યુક્ત બનેલું છે. સં. ૧૯૧૮ના લેખે આ મંદિરની નવચેકીના સ્તંભ ઉપર કતરેલા છે, એ ઉપરથી લાગે છે કે આ મંદિરને એ સમયે જીર્ણોદ્ધાર થયું હતું અને એ સમયે થયેલી પ્રતિષ્ઠા વખતે મૂળનાયક સહિત ચારેક દિગંબરીય મૂર્તિઓ શ્રાવકોને ક્યાંકથી મળી આવેલી તે આ મંદિરમાં પધરાવી દીધી લાગે છે. મૂળનાયક ઉપર સં. ૧૫૪૫ને લેખ અને બીજી દિગંબર મૂર્તિઓ ઉપર સં. ૧૫૪૮ના લેખે કૃત્રિમ રીતે લખાયેલા જોવાય છે. | મૂળનાયકના ડાબા હાથ તરફની લેખ વિનાની તાંબરીય પ્રતિમા શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે. આ મંદિરમાં સં. ૧૨૬૫ના સાતેક લેખ મળે છે, જે જીર્ણોદ્ધાર સમયના છે. એટલે આ પ્રાચીન મંદિર ક્યારે અને કેણે બંધાવ્યું એ જાણવા માટે કોઈ લેખ સાંપડતું નથી. વૃદ્ધો કહે છે કે ગૂઢમંડપમાં સં. ૧૨૩રને એક લેખ મોજુદ હતા પણ મંદિરમાં કરાવેલા ચૂનાના પ્લાસ્તરમાં એ અને બીજા લેખે દબાઈ ગયા છે. અહીંને એક સ્તંભ જેના ઉપર સંવત્ વિનાને પદ્યલેખ ૧. “ અબુદાચલ પ્રદક્ષિણા જેન લેખસંદેહ ” લેખકઃ ૩૨૭ થી ૩૩૨. ૨. એજનઃ લેખકઃ ૩૩૩. ૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy