SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જૈન તીર્થ સર્વસંગ્રહ ૧૪૦. દેરણું (કે નબર રહ) આખરેડ (ખરેડી)થી ઈશાન ખૂણામાં ૪ માઈલ દૂર દેરણું નામ ગામ છે. અહીં શ્રાવકની વસ્તી, ઉપાશ્રય કે ધર્મશાળા નથી. એક માત્ર પ્રાચીન જૈન મંદિર છે. આ મંદિરના ગૂઢમંડપમાં ડાબા હાથે આવેલા ગોખલામાં પરિકરની ગાદીએ નીચે સં. ૧૧૭૨ ના લેખમાં આ ગામનું નામ “દેહલાણું” આપેલું છે" संवत् ११७२ फागण सुदि ३ शनौ ववहरकीयगच्छे देहलाणाग्रामे सहजिगदुहिता जिनेन्द्रमा(म)हावीरप्रतिमा कारिता ॥" સં. ૧૧૭ર ને આ લેખ ગામ અને મંદિરની એ સમય કરતાં યે પ્રાચીનતા સૂચવે છે. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, ચેકી, સભામંડપ, શૃંગારકી, શિખર, બને તરફની ખાલી ૧૦ દેરીઓ અને ભમતીના કટવાળું છે. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાન છે. ૧૪૧. દેલવાડા (કઠા નંબરઃ ૨૯૯૦) ઉદેપુરથી ઉત્તર દિશામાં ૧૭ માઈલ દૂર દેલવાડા નામનું ગામ છે. શિલાલેખમાં આનું “દેવકુલપાટક” એવું નામ મળે છે. પાટક એટલે પાડે-ગામને અડધે ભાગ. મતલબ કે ગામને અડધો ભાગ તે દેવકુલ–દેવમંદિરેથી રચાયેલું છે એમ ગણાય. એક સમયે આ મેટું નગર હતું કાળક્રમે તેને માટે ભાગ નષ્ટ થઈ જતાં બાકી બચેલે ભાગ દેલવાડા કહેવાતું હોય. એમ પણ બનવાજોગ છે કે નષ્ટ થયેલે ભાગ નાગ હદ નગરને હોય. વિક્રમની પંદરમી-સેળમી શતાબ્દીમાં આ ગામની ભારે જાહોજલાલી હતી એમ અહીંથી મળેલા શિલાલેખથી જણાય છે. વળી, અહીં જેનેની વસ્તી પુષ્કળ હેવાનું પણ શિલાલેખે જણાવે છે. શ્રીમસુંદરસૂરિ પિતાના વિશાળ સાધુપરિવાર સાથે અહીં ઘણી વખત આવ્યાનું વર્ણન “સેમસૌભાગ્યકાવ્ય”માંથી મળી આવે છે. કહેવાય છે કે અહીં પહેલાં ત્રણ મંદિરને ઘંટારવ સંધ્યાકાળે એકી સાથે સંભળાતે હતે. સં. ૧૭૪૬ માં રચેલી “તીર્થમાળા માં કહે છે કે “દેલવાડિ છિ ફેવ જ ઘણું, બહુ જિનમંદિર રળિયામણાં દાઈ ડુંગર તહાં થા માં સાર, શ્રીશત્રુ ને ગિરનાર અહીં અનેક જિનમંદિરે હતાં એટલું જ નહિ, બે ડુંગર ઉપર શત્રુંજયાવતાર અને ગિરનારાવતારની સ્થાપના કરેલી હતી. આ હકીક્ત ઉપરથી જ આ તીર્થની મહત્તા પામી જણાય છે પરંતુ આજે તે માત્ર ૩ મંદિરે અખંડરૂપે વિદ્યમાન છે, જેને “વસહી” કહેવામાં આવે છે. આ ત્રણે મંદિર બાવન જિનાલયવાળાં વિશાળ અને ભવ્ય છે. બે મંદિરમાં મૂળનાયક શ્રીત્રકષભદેવ ભગવાન છે અને ત્રીજું મંદિર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમાં ભેંયરાં પણ છે. વિશાળકાય તીર્થંકર પ્રતિમાઓ અને કેટલાક આચાર્યોની મૂર્તિઓ પણ આ મંદિરમાં બિરાજમાન છે. સં. ૧૯૫૪ માં અહીં જીર્ણોદ્ધાર થયે ત્યારે જમીનમાંથી ૧૨૪ મૂર્તિઓ મળી આવી હતી. એક ચોથું મંદિર પતિજીના ઉપાશ્રયમાં છે. અહીં ૧૦-૧૨ પૌષધશાળાઓ યતિ–મહાત્માઓની વિદ્યમાન છે. ૧૪૨. વેલાર (ઠા નંબર : ર૯૭૧) નાણું સ્ટેશનથી ઉત્તર દિશામાં ૩ માઈલ દૂર વેલાર નામે ગામ છે. આ ગામમાં આવેલા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાંની નવચેકીના સં. ૧૨૬૫ ના સ્તંભલેખમાં આ ગામનું નામ “વધિલાટ” ઉલ્લેખ્યું છે. આ લેખ આ ગામ અને મંદિરની પ્રાચીનતા વિશે પ્રકાશ પાથરે છે, તેથી અહીં આપ ઉપયુક્ત ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy