SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ એર ૧૩૯. ઓર (કઠા નંબર : ૨૯૬૮) આબુરોડ સ્ટેશનથી ઈશાન ખૂણામાં ૩ માઈલ દૂર એર નામનું ગામ છે. એનું પ્રાચીન નામ એડ હોવાનું શિલાલેખામાં મળે છે. અહીંના મંદિરમાંથી સં. ૧૨૪રના મળી આવેલા બે કાત્સર્ગસ્થ જિનપ્રતિમાના લેખમાં એડ ગામને ઉલલેખ મળે છે, એ ઉપરથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું જણાય છે. એ લેખ આ પ્રકારે છે – “ ॐ ॥ संवत् १२४२ वर्षे ज्येष्ठ सुदि ११ एकादश्यां शुक्र ओडग्रामे श्रीमहावीर चैत्रे(त्ये) प्राग्वाटवंशीय श्रे० सहदेवस्तत्सूनुः सद्भातस्तत्पुत्रो वरदेवः ॥ यशोधवलनाम्नेदं वरदेवसुतेन कारितं रम्यं । निजजनकसुगतिहेतोर्जिनयुगलं हस्तु दुरितानि ॥ સુપ્રતિદિ()સં સુ(૬) ઉમઃ | ” બીજી પ્રતિમા ઉપર પણ આ જ લેખ છે. આ ઉપરથી જણાય છે કે બારમા-તેરમા સૈકામાં અહીં જેનેની વસ્તી સારા પ્રમાણમાં હશે. આજે તે અહીં જેન પિરવાડનાં સાતેક ઘરે વિદ્યમાન છે, ૧ ઉપાશ્રય અને શ્રી આદીશ્વર ભગવાનનું પ્રાચીન મંદિર છે. આ મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, છાકી, સભામંડપ, શૃંગારચોકી, શિખર અને ભમતીના કોટટ્યુક્ત છે. તેમાં મૂળનાયકની મૂર્તિ પંચતીર્થીના પરિક યુક્ત છે. ગૂઢમંડપમાં ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પરિકરવાની સુંદર મૂર્તિ છે. આ મૂર્તિની ઊંચાઈ ૧ હાથ, ૧૦ આંગળ અને પહોળાઈ ૧ હાથ, ૩ આંગળ છે, તેમજ પરિકર સાથે ૨ હાથ ૬ આંગળની ઊંચાઈ અને પહોળાઈ ૧ હાથ, ૮ આંગળ છે. મૂર્તિ કરતાં પરિકર પ્રાચીન છે. ગૂઢમંડપના ગેખલામાં ૨ કાઉસગિયા મનહર અને એક જ નમૂનાના છે. સં. ૧૨૪૨ ને ઉપયુંકત લેખ તેના પર ઉત્કીર્ણ છે. એ લેખમાં અહીં મહાવીર ભગવાનનું મંદિર હોવાનું જણાવ્યું છે પણ આજે તે મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર કહેવાય છે. આ ફેરફાર ક્યારે થયે તે જાણવા મળ્યું નથી, પણ પંદરમી શતાબ્દી સુધી અહીં મૂળનાયક મહાવીર ભગવાન હતા એમ શ્રીસાધુચંદ નામના મુનિએ રચેલી “ચેત્યપરિપાટી થી જાણવા મળે છે. તેઓ કહે છે– “ડપુર મુખમંડણ એ, સિરિ વીર જિણેસર.” એટલે પંદરમા સૈકા પછી થયેલા જીર્ણોદ્ધાર સમયે મૂળનાયકની ફેરબદલી થઈ હશે એમ આથી જણાય છે. ગઢમંડપના ગેખલામાં એક પ્રાચીન પંચતીથી યુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ફળાવાળું ખાલી સુંદર પરિકર છે. તેમાં મૂળનાયક નથી પણ તેમની જગાએ શ્રીઅંબિકાદેવીની સુંદર માટી મૂર્તિ સ્થાપના કરેલી છે. તેના ઉપર સં. ૧૧૪૧ને લેખ આ પ્રકારે છે: સંવત [2]૨૪૨ ગાવાઢ સુ િ ............ શ્રીમવીર........સમુદ્રાન તથા શ્રી.............. " આ ગામમાં બતરિયા નામના નાળા ઉપર એક વિઠ્ઠલાજીનું મંદિર છે. એમાં શ્યામવર્ણી વિષની ઊભી મૂર્તિની વાસપાસ સફેદ-પીળા આરસનું સુંદર કેરણીદાર પરિકર છે, એ પરિકરમાં બંને બાજુએ દેવીઓની મતિ કેતરેલી છે અને ઉપરના ભાગમાં મંગળસૂતિ તરીકે તીર્થકરની નાની મૂર્તિ કેતરેલી છે. આ ઉપરથી આ પરિકર અહીંના કે ચંદ્રાવતીના જૈન મંદિરમાંથી લાવીને લગાવ્યું હશે એમ લાગે છે. સભામંડપના દરવાજામાં પણ તીર્થંકરની મંગળમૃતિ હતી તેને છોલી નાખીને ગણેશની મૂર્તિ કેરેલી હોવાનું સ્પષ્ટ જણાય છે પં. ગૌરીશંકર ઓઝાજી પણ એ વાતનું સમર્થન કરતાં કહે છે કે, “આ મંદિરનું મુખ્ય દ્વાર એક જ છે; જે સંગેમરમરનું બનાવેલું છે અને તેની ઉપર સંદર કેરણીને કામ કરેલું છે. તેની ઉપર જૈન મૂર્તિ હોવાથી સ્પષ્ટ થાય છે કે આ દરવાજે કઈ જૈન મંદિરમાંથી લાવીને અહીં લગાવવામાં આવ્યું છે.૧ ૧. “સિરોહી રાજ્યના ઈતિહાસ”” પૃ. ૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy