________________
રેન તીર્થ સર્વસંગ્રહ
૧૩૭. આમથરા
(કઠા નંબર : ર૯૬૬) કીવરલી સ્ટેશનથી પશ્ચિમ દિશામાં ૧ માઈલ દૂર આમથરા નામે પ્રાચીન ગામ છે. આજે અહીં ઉપાશ્રય, ધર્મશાળા કે જેનનું એક પણું ઘર નથી, માત્ર એક જૈન મંદિર વિદ્યમાન છે.
શ્રી અજિતનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શંગારકી, શિખર અને ૧૨ દેરીએથી યુક્ત, ભમતીના કોટથી ઘેરાયેલું છે. લગભગ બારમા સૈકાની સ્થાપત્ય રચના લાગે છે.
મળનાયક ઉપર એકતીથી પ્રાચીન પરિકર છે પરંતુ તેના ઉપર કઈ લેખ જેવા નથી. મૂળનાયકની બંને બાજુની એક જોડીની મૂર્તિઓ દર્શનીય છે. બંનેની ઊંચાઈ ૧ હાથે ૮ આંગળ પ્રમાણ અને પહોળાઈ ૧ હાથ કા આગળની છે. ગૂઢમંડપમાં કેટલીક મોટી હવેતવણી મતિઓ સ્થાપના કરેલી છે. તેમાં એક મૂર્તિની નાસિકા અને બીજી મતિના હાથને એક અંગૂઠે ખંડિત છે. બંનેની ઊંચાઈ લગભગ ૪૦ આંગળ છે. તેમાં ડાબા હાથ તરફની મૂર્તિ ઉપર સં. ૧૫રને લેખ આ પ્રકારે છે
"सं० १५२५ सं० सांडा सं० वरसींग सं० गोपादिभिः श्रीवर्द्धमानबिंब कारित प्र० श्रीतपागच्छलक्ष्मीसागरसूरिभिः॥"
બીજી મતિઓ પૈકી અંબિકા દેવીની મૂર્તિઓ ૨, ગૃહસ્થની હાથ જોડીને ઊભેલી મૂર્તિ ૧, અને પરિકરના ૨ ટુકડા વગેરે વિદ્યમાન છે. આ બધી મૂર્તિઓ મોટે ભાગે ખંડિત થયેલી છે. મંદિરની દેવકુલિકાઓમાં અત્યારે મૂર્તિઓ વિદ્યમાન નથી.
૧૩૮. કીવરલી (કેક નંબર : ૨૯૬૭)
કીવરલી સ્ટેશનથી નૈઋત્યખૂણામાં ૧ માઈલ દૂર કીવરલી નામનું ગામ છે. જેન શ્રાવકનાં ચાર-પાંચ ઘરો છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે તેના મૂળનાયકની ગાદી ઉપર સં. ૧૧૩૨ને ઘસાયેલે લેખ આ પ્રકારે છે –
“..........૨૨૩ર ૧૦ જુન ૨૦ રૂપ વિને.....ઉન્નત્રિમોનવાઇ પુત્ર............શ્રી....હિતેન મોક્ષા: () શ્રી... ........ સંપત્તિના વ્રતિમા [િતા.............”
આ લેખ ઉપરથી આ મંદિર અને ગામ સં. ૧૧૩ર થી યે પ્રાચીન હોવાનું જણાય છે.
મૂળ ગભારે, ગૂઢમંડપ, છકી, શૃંગારકી, શિખર અને કેટથી યુક્ત આ મંદિર બંધાયેલું છે. મંદિરમાં સભામંડપ નથી. મૂળગભારામાં ત્રિગડાની બંને બાજુએ રહેલી મૂર્તિઓ ઉપર સં. ૧૯૦૩ના લેખે છે તેથી આ મંદિરની છેલ્લી પ્રતિષ્ઠા એ સમયે થઈ હશે. ગૂઢમંડપમાં થાંભલાની કુંભી ઉપર સં. ૧૧૮૦ને લેખ આ પ્રમાણે છે:
___" ............११८० भाद्रपदसुदि ७ श्रे० नागदेवसुतेन देवंगेन कुंभी कारापिता ॥ कुंयां निविज्झो देवंगश्रावका श्रोऋषभनाथ ટેવમાધિયતીતિ || ''
આ લેખ ઉપરથી પણ આ મંદિર સં. ૧૧૮૦ પહેલાંનું સ્પષ્ટ થાય છે. વળી, મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાન હોવા છતાં આ લેખમાં શ્રી ઋષભદેવને ઉલેખ કેમ કર્યો હશે એ સમજાતું નથી. મંદિરમાં પડેલા પરિકરના પ્રાચીન ટુકડાઓમાં કણાવાળે ટુકડે જેવાય છે તેથી એ પરિકર મૂળનાયક ભગવાનનું હશે એવી કલ્પના થાય છે.
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org