SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ૧૩૪. ભીમાણા (કાઠા ન ભર : ૨૯૬૩) ભીમાણા સ્ટેશનથી ગામ પશ્ચિમ દિશામાં ૧૫ માઈલ દૂર છે. જૈન મ ંદિરમાંથી મળી આવેલા સ, ૧૪૮૯ના શિલાલેખમાં ભીમાણા ગામના ઉલ્લેખ હાવાથી એ સંવત પહેલાં આ ગામ વસેલું હાવું જોઈએ. અહીં પારવાડ શ્રાવકોનાં ૪ ઘરા અને ૧ મોટું જૈન મંદિર વિદ્યમાન છે. જૈન તીથૅ સ સંગ્રહ મૂળનાયક શ્રીમુનિસુવ્રતસ્વામીનું આ મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામ’ડપ, શૃંગારચાકી અને કાયુક્ત અનેલું છે. મૂળનાયકની મનેહર મૂર્તિ પંચતીથીના પરિકરયુક્ત છે. મૂળનાયકના પરિકરની ગાદી ઉપરના સ. ૧૪૮૯ના લેખથી આ મંદિર એ સમયનું કે એથી પ્રાચીન હાવાનું જણાય છે. એ લેખ આ પ્રમાણે છેઃ— “ सं०१४८९ वर्षे वैशाष वदि ११ गुरौ भीमाणाग्रामे सं० बुधा भार्याकाणू सुतकडूया व्य० पांचाभार्या भावलदे सुत......... दिभिः स्वश्रयसे श्रीमुनिसुव्रतबिंबपरिकरः कारितः प्रतिष्ठितः श्रीसोमसुंदरसूरिभिः दारी............॥ મંદિરમાં એક ડાધીલા પથ્થર ઉપર ઘડાયેલી સાધારણ આકૃતિની શ્રીપાર્શ્વનાથ ભગવાનની ૧ ફૂટની પ્રતિમા ધ્યાનખેંચે એવી છે. બીજી કેટલીક મૂર્તિ એ પણ છે. તુરંગી: ભીમાણાથી દક્ષિણ દિશામાં ૧ માઈલ દૂર તુરંગી નામનું ગામ છે. તુરંગીથી ચાલ્યા ગયેલા શ્રાવકા ભારજા, રહિડા અને અમદાવાદમાં આવી વસ્યા છે. પહેલાં આ ગામ શ્રાવકોની વસ્તીથી ભરપુર હતું. અહીં એક ખંડિત મદિર, તેની પ્રાચીનતા અને વિશાળતાથી આ ગામના શ્રાવકોની આબાદી અને સ ંપન્ન સ્થિતિ ઉપર પ્રકાશ પાડી રહ્યું છે. આ ધ્વસ્ત મંદિર મૂળગભારા, ગૂઢમંડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી અને ભમતીના કાયુક્ત શિખરખંધી બનેલું હતું. આજે તેમાંના સભામંડપ અને કોટની દીવાલા પડી ગઈ છે. બાકીનેા ભાગ હજી અખંડ ઊભા છે. દીવાલે ને શિખર સિવાય બધી રચના પથ્થરની કરેલી છે. મૂળગભારામાં આરસનું પ્રાચીન પચતીથી વાળુ' પરિકર પડેલું છે. તેમાં મૂળનાયકની પ્રતિમા નથી. પરિકરના કાઉસગ્ગિયા, અને છત્ર તેાડી નાખેલાં છે. પિકરની ગાદી નીચેના ભાગમાં લેખ છે. પણ ખંડિત થયેલા હોવાથી માત્ર ‘મગનું મહાશ્રી:' એટલા અક્ષરો વંચાય છે. આ લેખ માટે હોવા જોઈએ. ૧૧-૧૨ મી સદીની લિપિ પ્રતીત થાય છે. મંદિરના બંને દરવાજાના ઉત્તરીંગમાં મંગળમૂર્તિ નથી પણ લખ–ચારસ ફૂલની આકૃતિ જોવાય છે. કાળના પંજામાં સપડાયેલુ. આવુ. પ્રાચીન અને સુંદર મ ંદિર આજે પેાતાનું કરુણુ ગીત સંભળાવી રહ્યું છે. ૧૩૫. ભારજા (કાઠા નબર : ૨૯૬૪ ) કીવરલી સ્ટેશનથી ઈશાનખૂણામાં ૩ માઇલ દૂર ભારજા નામે ગામ છે. આ ગામ કેટલું પ્રાચીન હશે તે જાણી શકાતું નથી. પરંતુ જૈન મંદિરની દેરીએ ઉપર સ. ૧૫૦૦ અને ૧૫૦૨ના શિલાલેખેથી આ ગામ એથીયે પ્રાચીન હશે એમ માની શકાય. આજે અહીં પારવાડ શ્રાવકનાં ૨૫ ઘા વિદ્યમાન છે. ૧ ઉપાશ્રય, ર્ ધ શાળાઓ, ૧ ગુરાંસા મહાત્મા ( ઘરબારી શ્રીપૂજ્ય )ની ૧ પૌષધશાળા છે. Jain Education International અહીં પહાડની આથમાં પણ એક ઊંચી ટેકરી ઉપર શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર આવેલું છે. મ ંદિર સુધી આંધેલા રસ્તા છે. મૂળગભારા, ગૂઢમ'ડપ, છચાકી, સભામંડપ, શૃંગારચાકી અને ભમતીના કાયુક્ત શિખરબંધી રચનાવાળુ છે. તેમાં મૂળનાયકની પ્રતિમા અતિસુંદર છે. તેના ઉપર જે સુંદર નકશીદાર પરિકર હતું તેના ટુકડા બહારના ભાગમાં પડેલા છે, મ ંદિરના દરવાજાના જમણા હાથ તરફ ૩ ગેાખલા અને ૬ જૂની દેરીઓ છે, તેમાં મૂર્તિ એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy