SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જૈન તીર્થ સર્વસંગ્રહ અહીંનું સ્થળ ધ્યાન માટે ઉત્તમ વાતાવરણવાળું જોવાય છે. કેર : બનાસ સ્ટેશનથી વાયવ્ય ખૂણામાં ૮ માઈલ દૂર કેર નામનું ગામ છે. આ ગામમાં શ્રાવકનું એક પણ ઘર નથી. મંદિર કે ઉપાશ્રય હતે પણ વસ્ત થયેલ છે. પહેલાં આ ગામ તેમજ પાસેનાં ઈસરી, માંડવાડા વગેરે ગામે ઉજજડ થઈ ગયાં હતાં પણ લગભગ એક સૈકાથી ફરીને વસ્યાં છે. એક કાળે આ કેર ગામ મેટું હતું. અમદાવાદનિવાસી શેઠ મનસુખભાઈ ભગુભાઈ અસલ આ ગામના રહીશ હતા. અમદાવાદમાં કેરની પિળ છે જેમાં ત્યાંના માણસે આવીને વસ્યાને પુરાવા મળે છે. કેરથી ગયેલા ૩૦૦ કુંભારો સુરત જઈને વસ્યા છે. નીતાડ બાવનીમાં તેડું થાય ત્યારે કેરને સાથ હોય છે. આ બધી હકીકત પ્રાચીન કેરની વિશાળ વસ્તીનું સૂચન આપી રહી છે. આજે અહીં પૂજારીઓનાં ૬ ઘરે અને લેકવર્ણની વસ્તી છે. પૂજારીઓ દીયાણા તીર્થની વારાફરતી પૂજા કરે છે અને સારસંભાળ રાખે છે. ૧. કેરથી ઉત્તર દિશામાં ૧ માઈલ દૂર એક ધ્વસ્ત મંદિર પડયું છે. આ મંદિર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું હતું, જેને લેકે “કાળા મંદિર ના નામે ઓળખે છે. આ મંદિરમાં પરિકરની છૂટી પડેલી ગાદી ઉપર સં. ૯૦૨ ને લેખ છે અને ચાર સ્તંભ ઉપર ૧૨ મી શતાદીના લેખે જોવાય છે. આ ઉપરથી આ મંદિર ૧૦ મા સિકા પહેલાંનું પ્રતીત થાય છે. આ મંદિરની ત્રણ મૂર્તિઓ દિયાણાના મંદિરની ભમતીમાં પધરાવેલી છે. વળી, એક પરિકરની ગાદી સં. ૧૦૨૪ના લેખવાળી પણ છે. કહે છે કે હાલના પૂજારી લાખાજીના પિતા જેરાએ લગભગ ૬૦-૮૦ વર્ષ પહેલાં આ પડી ગયેલા મંદિરમાંથી આ મૂતિઓ વગેરે લાવીને દીયાણું તીર્થમાં સ્થાપન કરી છે. ઉપર્યુક્ત ગાદી પરને લેખ આ પ્રમાણે છે – "ॐ ॥ विष्टितककुले गोष्ठ्या वि(व)द्धमानस्य कारितं । [सुरूप] मुक्तये विंबं कृष्णराजे महीपतौ ॥ (A)દg(જી)પચાં સમાસ નિનૈઃ સમ (૨૦૨૪) हस्तोत्तरादिसंस्थे निशाकरे[रित]सपरिवारे ॥ નિા વા દે ૨ -: નરદ્રિવ્યઃ સુરોમાં ઘટિતવાન વીરનાથસ્થ શિપિનામી ; [૧] I + ? | " –સં. ૧૦૨૪ ના અષાઢ સુદિ ૬ ના દિવસે, જ્યારે ચંદ્ર નક્ષત્ર પરિવાર સાથે હસ્તત્તરા નક્ષત્રમાં હતું ત્યારે શ્રીકૃષ્ણરાજ રાજાના રાજકાળમાં વિષ્ઠિતકકુળના ગઠીઓએ શ્રીમહાવીર ભગવાનનું સુંદર બિંબ મુક્તિ માટે ભરાવ્યું અને તે વીરનાથનું બિંબ નરાદિત્ય નામના શિપીએ સુંદર રીતે ઘડ્યું. આ લેખ ઉપરથી આબુના પરમાર રાજાઓમાંના અરણ્યરાજને ઉત્તરાધિકારી કૃષ્ણરાજ સં. ૧૦૨૪માં આ પ્રદેશ ઉપર નિશ્ચિત રૂપે રાજ્ય કરતે હતે એટલું નક્કી થાય છે. જો કે કૃષ્ણરાજ કે તેના ઉત્તરાધિકારી પુત્ર ધરણવરાહને રાજત્વકાળ નિશ્ચિત નથી એટલે કૃષ્ણરાજ કે ધરણુવરાહના રાજત્વકાળનાં વર્ષોને નિર્ણય કર શક્ય નથી, પરંતુ કૃષ્ણરાજને કાળનિર્ણાયક આ લેખ પરમારના રાજત્વકાળને પૂર્વ સીમાસ્તંભ બની રહે છે. એમના સમયમાં ભગવાન મહાવીરની પ્રતિમા ભરાઈ હતી. આ પરિકરમાંની મૂર્તિને આજે પત્તો નથી. સંભવ છે કે, દીયાણામાં લઈ જવાયેલી મતિઓમાંથી કોઈ એક હાય. આ ધ્વસ્ત મંદિર મૂળ ગભારે, ગૂઢમંડપ, ૪ ચોકી, શિખર, ભમતીના કેટ્યુક્ત તેમજ દરવાજાની અંદરના ભાગમાં શંગારકીઓ અને એક લાંબી ઓસરીવાળું હતું. મૂળગભારાની બન્ને બાજુની ભીતિ અને શિખરને ભાગ પડી ગયો છે. મંદિરના સ્તંભે, દરવાજા, ગોખલા, કુંભી, ચેકીએ, પાટ, છત, છજાં વગેરે પથ્થરનાં છે. બાકીની ભત ઈટેની જણાય છે. અહીંની ઈંટે ૧૩૪૧૪” લાંબી અને ૯”x૧૦” ઈંચ પહોળી અને રાારા ઈંચ જાડી છે. આ ઉપરથી પણ આ મંદિર ઘણું પ્રાચીન જણાય છે. મૂળ ગભારાના અને ગૂઢમંડપના દરવાજાની બારશાખની ઉપરના પથ્થરમાં મંગળમૂર્તિ સહિત પાંચ જિનમૂર્તિઓ એટલે કુલ ૬ જિનમતિઓ કેરેલી જોવાય છે. બંનેના કેરણીભર્યા દરવાજાઓ હજી ઊભા છે. સભામંડપમાં રંગથી For Private & Personal Use Only Jain Education International www.ainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy