SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ દીયાણા ૧૨૯. દીયાણું (કઠા નંબર : ૯૫૩-ર૯૫૪) બનાસ સ્ટેશનથી ૧૦ માઈલ દૂર પહાડમાં એક ટેકરી ઉપર દીયાણા નામનું જૈન તીર્થધામ આવેલું છે. પાર્વતીય શોભા વચ્ચે દેવવિમાન પેઠે ઊભેલા અટુલા મંદિર સિવાય નથી કેઈ ગામ કે નથી કઈ વસ્તી. આ મંદિરને લેકે જીવિત સ્વામીના મંદિર તરીકે ઓળખે છે. કહેવાય છે કે નાણા દીયાણા નાંદિયા, છવિતસ્વામી વાલિયા. આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, નવચેકી, સભામંડપ, શુંગારકી, ભમતીમાં ૪૮ ખાલી દેરીઓ (જેમાંની બે દેરીમાં માત્ર મૂર્તિઓ અને પગલાં જોડી છે), ભમતીને કટ અને શિખરબંધી બાવન જિનાલયની રચનાવાળું છે. મૂળગભારામાં મૂળનાયક ભગવાનની ચમત્કારભરી આબેહુબ મૂર્તિ પંચતીથીના પરિકરવાળી છે. પરિકરની ગાદીમાં નીચે આડું ધર્મચક્ર, તેની બંને બાજુએ બે હરણ છે. તેની ઉપર દેવીની બંને બાજુએ હાથી, સિંહ અને ચક્ષયક્ષિણીની આકૃતિએ કરેલી છે. આ મૂર્તિમાં ખાડા પડી ગયા છે, તેથી લેપ કરાવવાની જરૂર છે. ગૂઢમંડપમાં બે મનેહર કાઉસચ્ચિય: વિદ્યમાન છે. એક પ્રતિમા ઉપર સાત અને બીજી ઉપર પાંચ ફણાઓનું છત્ર છે. બંને પ્રતિમાઓને બંને બાજુએ પાંચ-પાંચ અને ઉપર એકેક તેમજ મૂળ કાઉસગ્ગિયા મૂર્તિઓ મળી ૨૪ મૂર્તિઓની આકૃતિઓ સુંદર રીતે ઘડી છે. બબ્બે ઈદ્રો અને બબ્બે શ્રાવક-શ્રાવિકા ઊભેલાં છે. નવચેકીમાં જિનમા ચાવીસીને આરસને એક સુંદર દ્ધ છે. તેના ઉપર સં. ૧૨૬૮ ને લેખ આ પ્રમાણે છે – " संवत् १२६८ आसा(पा)ढ वदि २ गुरु दिने श्रीनाणकीयगन्छे फूनरूसाचैत्ये सुमदेव........कुआर जांचकुंआर जालण નવ સદવ ગુમતિ ની રાજુમા સર્વે......પ્રતિષ્ઠિત સિદ્ધસેનસૂરિમિઃ | આ લેખમાં જણાવેલ ક ચરણ કર્યું? શું કુનરુસા નામના કેઈ ગામ ચિત્ય કે કુનરશાહે બંધાવેલું ચિત્યએને કંઈ ખુલાસે મળે તે આ મંદિરની સ્થિતિ ઉપર પ્રકાશ પડે. આ મંદિરના દરવાજા સામે વાવ તરફ જતાં જમણા હાથ પર મંદિર અને વાવના રસ્તા વચ્ચે એક ગધેયા ઉપર આ પ્રકારે લેખ જોવાય છે: ...........શ્રીમહાવીરથ વારિ(વ) બોન() સંવત્ ૨૩૨ વાર (વે) આવા વરિ ૨૦ રવી રાગથીગવાન મહૂં જૂન par | " –સં. ૧૩૯૧ ના અષાડ વદિ ૧૦ ને રવિવારે રાજા તેજપાલે અને મંત્રી કૂપાએ આ વાવ શ્રી મહાવીરસ્વામીન મંદિર માટે ( સંઘને) આપી. આ હકીકત ઉપરથી જણાય છે કે આ તીર્થધામ ૧૪ મા સૈકામાં ખૂબ પ્રસિદ્ધિ પામી ચૂક્યું હતું, જેથી એ સમયના રાજવી તેજપાલે અને મંત્રી કૃપાએ આ મંદિરને વાવ ભેટ કરી. સં. ૧૪૩૬ ના પિષ સુદિ ૬ ને ગુરુવારે દીયાણામાં “પાશ્વનાથ ચરિત” લખાવ્યાની નોંધ મળે છે – " श्रीअर्बुदाभिधमहीधरपार्श्ववर्ती ग्रामोऽस्ति [यो] दियवराभिधया प्रसिद्धः । श्रीवर्द्धमानजिननायकतुङ्गशृङ्गप्रासादराजपरिवारितभूमिभागः ॥" આ હકીકત ઉપરથી અહીં ૧૫ મી શતાબ્દીમાં જૈનેની વસ્તી હોવાનું સ્પષ્ટ થાય છે. મંદિરની બહાર વંડામાં સામેના ભાગમાં જૈન ધર્મશાળા છે. અહીં કાર્તિક વદિ ૮ (ગુજરાતી) ૦)) ના દિવસે યાત્રીઓને મેળો ભરાય છે. બાકી કાર્તિકી અને ચૈત્રી પૂણિમા તેમજ પર્વ દિવસોમાં યાત્રીઓની અવર આ તીર્થના ચમત્કારની પ્રસિદ્ધિથી લેકવણુ માનતા-બાધા રાખે છે અને નેવેદ્ય, ધૂપ વગેરે ધરીને હાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy