________________
જૈન તીર્થી સસ’મહ
આ ઉપરથી આ મંદિર સ. ૧૨૦૦ પહેલાંનુ છે એમાં સ ંદેહ નથી. વળી, આ મદિરમાં શ્રીઅરિષ્ટનેમિ ભગવાન પ્રતિષ્ઠિત હતા, એટલે કદાચ ખંડિત થયેલી એ પ્રતિમાના સ્થાને આ પરિકરમાં જીર્ણોદ્ધાર સમયે શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનને બિરાજમાન કર્યા હશે એમ લાગે છે. મંદિરનો ભમતીની ત્રીજી દેરીમાં એક યક્ષની મૂર્તિ છે. તેના ઉપર આવા લેખ છે:
૨૫૪
66
' संवत् १४९१ वर्षे वैशाख सुदि २ गुरु दिने यक्षबाबाजी मूर्ति नीपनी ॥ शुभं भवतु ॥
,,
આથી આ સ્મૃતિ સ. ૧૪૯૧ ના સમયની પ્રાચીન છે. એની શિલ્પરચના પણ ધ્યાન ખેંચે એવી છે. મૂર્તિના બે જમણા હાથમાંથી એકમાં નાગપાશ, ખીજામાં કમંડલુ અને ડાખા હાથમાં ત્રિશૂળ અને યક્ષસૂત્ર છે. એક પગમાં ખટાઉ પહેરેલી છે ને બીજા પગની ખટાઉ નીચે ઉતારેલી જોવાય છે. આ મૂર્તિના માથે શ્રીતીર્થંકર ભગવાનની મૂર્તિ કારેલી છે. આ મૂર્તિની લેાકેા માધા-માનતા રાખે છે અને એ માટે અનેક લેકે આ સ્થળે દર્શનાર્થે આવે છે. મંદિરની બહાર એક અખિકાદેવીની દેરી પણ છે.
અહીં નદીના તટ પર આવેલું ‘કેદાર' શિવાલય અને ‘બદ્રીનાથ ’નું વિષ્ણુ મંદિર તેમજ તેની સામે એક સૂર્ય મદિર છે. તે પૈકી સૂ`મદિર ઈ. સ. નો ખારમી શતાબ્દીમાં બનેલું હાવાનુ શ્રોએઝાજીનું મંતવ્ય છે, એટલે આ ગામ એથીયે પ્રાચીન હાવાનું પુરવાર થાય છે.
કાળાગરા
અહીથી બે માઇલ દૂર કાળાગરા નામનું પ્રાચોન ગામ હતુ. તેમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનનું એક મંદિર હતુ જ્યાંના એક શિલાલેખ મળી આવ્યું છે, તેના ઉપરથી આ હકીકત આપણને જાણવાને મળે છે. આજે એ મ ંદિરનુ કાઈ નિશાન પણ મળતું નથી. એ સ્થળે મકાનાનાં માત્ર ખડિયેરો જોઈ શકાય છે. એ લેખ આ પ્રમાણે છે:—
“ સં૦ ૧૨(૨)૦૦ વરવે(પૈં) (ચૈત્ર) મુર્તિ શ્૦સોમે અવેર્ચ(*)વાવસ્યાં મહારાધિરાજ્ઞશ્રીશ્રદ્દળ(*)સિવેવથાળવિલય(યિ)રાગ્યે સન્નિ(*)યુ મુદ્રાયાં મટું શ્વેતાપ્રવ્રુતિવં(*)ચવું. શાસનમિયિતે યથા(*)મદં શ્રીવેતાન નાનછારી(%)ામે.... શ્રીપાર્શ્વનાથ(*)વેવસ્ય છો... .(*)....દિ........(*)Ë । આદ્રા... be ||(*) સાવિ રા૩૪૦ ના અહિાવ ત્રા વર્ણવ (૫) ત્રા નવ-સોદળ....વળવેલા........
.यस्य (*) यस्य यदा भूमी तस्य तस्य तदा hલ્હા ||
91
આ લેખથી જણાય છે કે, સં. ૧૩ (૨)૦૦ ના જેઠ સુદ ૧૦ ને સોમવારે આહ્વણુસિંહના રાજકાળમાં મહ ખેતાએ નાનકલાગર ( કાળાગરા ) ગામમાં શ્રીપાર્શ્વનાથ ભગવાનના મંદિરને કંઇક ભેટ આપવા માટે શાસન લખી આપ્યું.
આ લેખમાં જણાવેલ આહ્વણસિંહૈં કયા વશના હતા તે જાણી શકાતું નથી, ૫. ગૌરીશંકર એઝાજી તર્ક કરે છે કે, અજારી ગામમાંથી સં. ૧૩૨૦ ના જે લેખ મળી આવ્યે છે તેમાં મહારાજાધિરાજ અર્જુનદેવનુ નામ છે. તેના વંશના પિરચય પણ તેમાંથી મળતા નથી. સંભવ છે કે, અર્જુનદેવ ખઘેલ ( વાઘેલા) રાજા હૈાય. જો આ ખધેલ ન હેાય તે આપણે એ જ માનવું રહ્યું કે, તે ઉપર્યું`કત આલ્તુસિંહનો ઉત્તરાધિકારી હશે. તેની પછી પ્રતાપસિંહ ચદ્રાવતીનો રાજા થયા હશે. પરંતુ ખીજું પ્રમાણ ન સાંપડે ત્યાં સુધી નિર્ણય કરી ન શકાય. એટલું નિશ્ચિત છે કે, તેઓ આ પ્રદેશના રાજવી હતા, પછી તે પરમાર હાય કે અન્ય વંશના.
જેનું આજે નામેાનિશાન રહ્યું નથી એવા સ્થળ અને મંદિરના પત્તો આવા એક માત્ર ત્રુટિત શિલાલેખથી મળે છે; એટલું જ નહિ પણ રાજાવલીની કેટલીક ત્રુટિત વંશાવલીએ પણ સાંધી શકાય છે, એ હકીકત ઓછા મહત્ત્વની ન ગણાય.
૧. - સિરાહી રાજ્યકા ઇતિહાસ' પૃ. ૧૫૪ પરની ટિપ્પણી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org