SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ જૈન તીર્થ સર્વસહ “સંવત્ત(ત) ૨૨૦૨ સિકરાવંત..............” આ ઉપરથી આ ગામ અને મંદિરની પ્રાચીનતા ૧૧ મી શતાબ્દી પહેલાંની મનાય. મૂળનાયક શ્રીસંભવનાથ ભગવાનનું આ મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છકી, સભામંડપ, શૃંગારકી, શિખર અને દરવાજાની બંને બાજુની ૧૨ દેરીઓ તેમજ ભમતીના કેટવાળું છે. ધ્વજા–દંડ નથી. બારે દેરીઓ ખાલી છે. મૂળનાયકની ઉપર્યુક્ત સં. ૧૧૦૧ ના લેખવાળી પ્રતિમા પરિકરવાળી છે. તેની નીચે પરિકરની ગાદી ઉપર સં. ૧૩૫૯ ને ગુટક લેખ આ પ્રમાણે છે – “સંવત ૩૨ ITળ વરિ વ મુદ્રિને મેં] ટાર...........................શ્રી નવસ(f)............. રાષ્ટિ ..સિ........૪૦ રુક્ષમા......... . ............રમર્દિ હૈદ્રસૂરિર્વિવ (વ)રાતિ (લં) શ્રીરિ()ષમદેવ.... ..........માં..........મીમા........... મિ ળિn......, મૂળગભારા બહાર વિલક્ષણ આકૃતિના મનહર પ્રાચીન ૨ કાઉસગિયા-પ્રતિમાઓ સામસામે પ્રતિષ્ઠિત છે. તેમની પાસે અર્ધસર્પ અને અર્ધમાનવ આકૃતિવાળી ફણસહિત ઈન્દ્ર-ઇન્દ્રાણીઓની આકૃતિ છે. તેની ઉપર એવા જ ત્રણ-ત્રણ ધરણંદ્રનાં રૂપે બંને બાજુએ જોવાય છે. ભગવાનના માથે સાત-સાત ફણાઓ છે. મૂળનાયકના બંને પરિકર નીચે ખવાઈ ગયેલા સં. ૧૨૪૦ ના એક જ ભાગના લેખે આ પ્રમાણે વંચાય છે. (૨) “હં. ૨૦૦ આઝાદ ?િ રવ.....શ્રી પુત્રી......ક્રાન્નેિ પ્રતિષ્ઠિત્ત...........શ્રીરામવિિમિ.] II (૨) લં ૨૪૦ આવાઢ વરિ ? રવૌ –લા માર્યા રારિ પુત્ર . ...........................” એક પ્રાચીન પરિકરની ગાદી એક દોરીમાં છૂટી પડેલી છે. તેના ઉપર સં. ૧૩૧૪ ના જેઠ સુદિ ૬ (૩) ને મંગળવારને લેખ છે અને ગૂઢમંડપમાં ડાબા હાથ તરફની ખાલી ગાદી ઉપર સં. ૧૩૩૧ ના વૈશાખ માસને લેખ મળે છે. આ લેખથી આ પરિકર શ્રીકષભદેવ ભગવાનનું છે જ્યારે મૂળનાયક સંભવનાથ પ્રભુ હોવાનું કહેવાય છે પણ તે ચંદ્રપ્રભસ્વામી પ્રતીત થાય છે. એટલે બીજા કેઈ પરિકરમાં આ મૂર્તિ સ્થાપેલી છે. ૧૨૭. ધનારી (કઠા નંબર : ર૯પ૧ ) બનાસ સ્ટેશનથી નૈઋત્ય ખૂણામાં ૪ માઈલ દૂર બનાસ નદીના કાંઠા ઉપર ધનારી નામનું ગામ છે. જૈન મંદિરમાંથી મળી આવેલા શિલાલેખથી આ ગામ સં. ૧૩૪૮ પહેલાનું જણાય છે. આજે અહીં પિરવાડ શ્રાવકેનાં ૩૬ ઘરે છે. ૧ ઉપાશ્રય અને ૧ પૌષધશાળા છે. ધર્મશાળા માટે ખાલી જમીન પડેલી છે. અહીં આવેલાં ૨ જૈન મંદિરે પિકી એક પ્રાચીન અને વિશાળ છે જ્યારે બીજું ઘર-દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર મૂળગભારે, ગૂઢમંડપ, છ ચેકી, સભામંડપ તથા દરવાજાની બંને બાજુના કુલ ૧૫ ખંડે, શિખર, શૃંગારચોકી અને ભમતીના કેટયુક્ત બનેલું છે. આ મંદિર કે બંધાવ્યું હશે તે જાણવા મળતું નથી પરંતુ છ ચોકીના ડાબા હાથ તરફના પાટડા ઉપર સં. ૧૩૪૮ને એક લેખ આ પ્રમાણે છે – ૧. “અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદેહ' લેખાંક ૬૨૩, ૬૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy