SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દર ૨૫૧ ભગવાનની ચરણપાદુકા સ્થાપિત કરી છે. તે પછી સં. ૧૯૪૧ના કાર્તિક સુદિ ૧૫ ના રોજ શ્રીસંઘે મૂળનાયક શ્રી મહાવીર ભગવાનનું મંદિર બંધાવ્યું છે ને આચાર્ય શ્રીમોહનલાલજી મહારાજશ્રીએ આની પ્રતિષ્ઠા કરી છે. જમણા હાથ અને ડાબા હાથ તરફની દેરીઓમાં આચાર્ય મહારાજની ચરણપાદુકાઓને પરિવાર ઘણે છે. તેમાં સં. ૧૭૦૨ થી સં. ૧૮૫૧ સુધીના પ્રતિષ્ઠાલેખો નજરે પડે છે. આ મંદિરને જીર્ણોદ્ધાર સં. ૧૯૨૨, ૧૯૪૦ અને છેવટે સં. ૧૯૯માં થયે છે. હમણાં જ સમાચારપત્રમાં એવી હકીક્ત પ્રગટ થઈ છે કે તા. ૨૪-૯-૧૧ ના રોજ સિરોહીના કેઈ મંદિરમાંથી કે કઈ મૂર્તિભંજકે મૂર્તિઓને ઊખેડી ફેંકી દીધી છે. સામુવાડા (જૂનું): સિરોહીથી પૂર્વ દિશામાં ૬ માઈલ દૂર સાણુવાડા (જૂનું) નામે ગામ છે. અહીં એક ખાલી પડેલું જૈન મંદિર છે. આખુંચે મંદિર મજબૂત પથ્થરનું અને કેરણીવાળું છે. મંદિરને મૂળગભારે, શિખર, ગૂઢમંડપ અને તેની ઉપરને ઘૂમટ હજીયે વિદ્યમાન છે. મૂળગભારામાંથી પબાસન ઉઠાવી લેવામાં આવ્યાં છે. છ ચેકી, શૃંગારકી, કેટ અને દરવાજે પડી ગયાં છે. સભામંડપને ભાગ રીતસર ઉતારી લઈ નવા સાણવાડાના મંદિર માટે લઈ જવામાં આવ્યું છે. નવા સામુવાડાની ધર્મશાળાના દરવાજા ઉપર્યુક્ત મંદિરમાંથી લાવવામાં આવ્યા છે. કેટલાક પથ્થરને ઉપયોગ ગામના ઠાકરે છત્રીમાં કરાવ્યું છે. આ મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ હતી. તેને પહેલાં બ્રાહ્મણવાડામાં લઈ જવામાં આવી. તે પછી એ મતિ ઉંદરા ગામના મંદિરમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એ મૂર્તિ ઉપર સં. ૧૪ને શિલાલેખ આ પ્રકારે છે – [સં] ૪૬૧ ૦ ૧૦ ૧ .............. [2]રવાર|કામે નિનોનપ્રાસાદે શ્રી: I મવીર શ્રી મહાવીર સ્વા ના ....... !” આ લેખ ઉપરથી લાગે છે કે, અમુક શ્રાવકે પતે જીર્ણોદ્ધાર કરેલા આ મંદિરમાં શ્રી મહાવીર જિનની મૂર્તિ સ્થાપના કરી હતી. આથી આ મંદિર સં. ૧૪૯૯ કરતાં બે-ચાર સદી પહેલાં બન્યું હશે અને ગામ તે એથીયે પુરાણું હોય એમ સ્પષ્ટ ખ્યાલ આવે છે. લેકના કહેવાથી જણાય છે કે, આ ગામ સે વર્ષ અગાઉ વસ્તી વિનાનું થયું હતું. તે પછી સં. ૧૯૫૬ પછી કેટલાક લેકે અહીં રહેવાને આવ્યા. જેનેની વસ્તી તે નવા સામુવાડામાં જઈને વસી ગઈ છે. એટલે અહીં શ્રાવકને એકે ઘર નથી. લોદરી: નવા સાગવાડાથી પશ્ચિમ દિશામાં ૦ માઈલ દૂર દરી નામે ગામ છે, અહીં એક નાનું જૈન મંદિર ખંડિયેર હાલતમાં જોવાય છે. આ મંદિરને મૂળગભારે, શિખર, ચેકી, ચેતરે, પથ્થરને દરવાજો અને ચેકીના થાંભલા વગેરે ભાગો હજી વિદ્યમાન છે. કેટ તદ્દન પડી ગયું છે. મંદિર ઈટ અને ચૂનાથી બનાવેલું જણાય છે. આ મંદિર ૩૦૦૪૦૦ વર્ષ પુરાણું લાગે છે. મંદિરની મૂર્તિઓ કયાં લઈ જવામાં આવી તે જણાયું નથી પણ સો વર્ષ અગાઉ આ ગામ તુટયું ત્યારે જૈન કુટુંબે નવા સાણુવાડા અને બીજે ગામમાં રહેવાને ચાલ્યાં ગયાં છે. ૧૨૬. દેલકર (કઠા નંબર : ૨૯૪ર) કીવરલી સ્ટેશનથી અગ્નિખૂણામાં ૨ માઈલ દૂર દેલદર નામનું ગામ આવેલું છે. અહીં શ્રાવકનાં લગભગ ૬ ઘરે છે. ઉપાશ્રય તુટી ગયેલું જોવાય છે. અહીંના જેન મંદિરના એક સ્તંભ ઉપર ઘસાયેલો લેખ આ પ્રમાણે છે – Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy