SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ જૈન તીર્થ સર્વસંગ્રહ भा० सरूपदे पुत्र सं० आसपाल सं० वीरपाल सं० सचवीरा तत्पुत्र सं० मेहाजल आंबा चांपा केसव इसना जसवंत जइराज ॥ तपागच्छे श्रीगछा(च्छा)धिराजश्री ६ हीरविजयसूरि आचार्य श्रीश्री ५ विजयसेनरिणा] श्रीआदिनाथ श्रीचतर्मुख(ख) प्रतिष्टि (ष्ठितं ॥श्री॥ वु० मना पुत्र वु० हंसा पुत्र शिवराज कमठा क(का)रापितं ॥ शुभं भवतु ।। सूत्रधार नरसिंघ श्रीरांइण बु० हांसारोपी ॥ ગર્ભદ્વાર અને બાવન જિનાલય બનાવતાં જ કઈ અકસ્માતના કારણે કામ બંધ રાખવું પડેલું, જે સં. ૧૯૮૭ થી ૧૬ સુધીમાં પૂરું કરવામાં આવ્યું છે. જીર્ણોદ્ધાર સમયે અહીંના સેંયરામાંથી સં. ૧૭૨૧ ના લેખવાળી લગભગ ૬૮ મૂર્તિઓ મળી આવી હતી, જે ભમતીમાં જમણી બાજુએ પણદાખલ પધરાવી છે. નીચેના માળમાં શ્રીશ્રેયાંસનાથ ભગવાનના ગભારામાં મહાલક્ષ્મીદેવીની આરસની મૂર્તિ દર્શનીય છે. બીજા માળના ચૌમુખજીની ચારે મૂર્તિઓ ઉપર સં. ૧૭૨૧ના લેખમાં મંદિર કરાવનાર પુત્ર-પૌત્રાદિએ મૂર્તિઓ ભરાવ્યાના ઉલ્લેખો છે. મંદિરમાં પ્રવેશ કરતાં જમણુ હાથ તરફની દેરીઓ પછી એક ખૂણામાં રાયણુના ઝાડ નીચેની એક દેરીમાં પગલાં છે. આરચનાને “શત્રુંજયાવતાર માનવામાં આવે છે. આ શહેરની તીર્થ તરીકેની સ્થાપના આ રચનાને આભારી હશે. આ મંદિરમાં મૂર્તિઓને અને પાદુકાઓને પરિવાર ઘણે છે. ૧૫. ચૌમુખજીના મંદિરની સામે જ એક બગીચે અને કૃ સં. ૧૯૩૫માં કરાવેલાં છે. તેના ડાબા હાથે શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર ભણશાળી ટિકમચંદ કેસરીસિંહજીએ બંધાવ્યું છે. મૂળ ગભારે, છ ચેકી, રંગમંડપ, ખેલામંડપ, બાવન જિનાલય અને શિખરબંધી રચનાવાળું આ મંદિર છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૫૧ના પિષ સુદિ ૩ના દિવસે થઈ છે. મૂળનાયકની મૂર્તિ. ઉપર સં. ૧૬૫૭ને લેખ છે અને તેની પ્રતિષ્ઠા શ્રીજિનચંદ્રસૂરિએ કરી છે. ગૂઢમંડપમાં જમણા હાથ તરફ દાદા શ્રીજિનદત્તસૂરિની મનોહર મૂર્તિ ૩૦ x ૨૦” ઈંચની છે, જ્યારે ડાબા હાથ તરફ શ્રીજિનકુશળસૂરિની મૂર્તિ ૩૬” x ૧૭” ઇંચની છે. તેના ઉપર સં. ૧૬૬૧ને લેખ છે. જમણુ અને ડાબા હાથ તરફની કુલ છ દેરીઓ ઉપર સં. ૧૫૫૮ના લેખે છે. સં. ૨૦૦૨ના જેઠ સુદિ ૮ ના રોજ આ મંદિરને છેલ્લે સુવર્ણકળશ ચડાવવામાં આવ્યું છે. ૧૬. દેરાશેરીનાં મંદિરનાં દર્શન કર્યા પછી બજારના રસ્તે લીલવનીયા ચેકથી આગળ જમણે હાથે બેબાવની શેરી આવે છે. તેમાં ડાબે હાથે શ્રીજીરાવલા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. તેનું પ્રવેશદ્વાર પૂર્વદિશાને છે. હેમાજી શેઠે આ મંદિર બંધાવ્યું છે. આમાં મૂળગભારે, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, ખેલામંડપ વગેરેની રચના છે. મૂળનાયક શ્રીજીરાવલા પાર્શ્વનાથની પંચતીથીના પરિકરવાળી સુંદર મૂર્તિ બિરાજમાન છે. ગૂઢમંડપમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન કરેલી છે. સં. ૧૬૩૧ના મહા વદિ ૧૩ ના રોજ આ મંદિરની પ્રતિષ્ઠા થયેલી છે. ૧૭. આ મંદિરની બાજુમાં ઉત્તર દિશા તરફ વિરાજમાન મૂળનાયક શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની એક દેરી છે. તેનું મુખ્ય દ્વાર જૈન ધર્મશાળામાં પડે છે. આની પ્રતિષ્ઠા સિરોહીના ખજાનચી શેઠ જોરાવરમલજીના મુનિમ મોતીલાલજીએ કરાવી છે. આ મંદિરમાં શ્રીજિનદત્તસૂરિની ચરણપાદુકા ઉપર સં. ૧૯૧૬ને લેખ છે. ધાતની ૪-૫ પ્રતિમાઓ છે. અહીં તપાગચ્છીય માટે ઉપાશ્રય છે. તેમાં એક છત્રીમાં ૧૦ પાદુકાઓના પટ્ટની સ્થાપના છે અને તેની સં. ૧૯wના જેઠ સુદિ ૧૩ને મંગળવારના રોજ પ્રતિષ્ઠા કરેલી છે. ૧૮ સજજનરલ સ્ટેશન તરફ જતી સડક પર સરૂપવિલાસના નાકા ઉપર થલની વાડી આવેલો છે. આ વાડી મહારાવ સહસમલજીએ શ્રી આદિનાથ ભગવાનની પૂજા નિમિત્તે શ્રીસંઘને અર્પણ કર્યાને સં. ૧૪૭૫ની સાલને લેખ છે. આ વાડીમાં એક ધર્મશાળા પહેલાંની બનેલી છે પણ સં. ૧૮૮૩ના જેઠ સુદિ ૧ ના રોજ અહીં બ્રાહ્મણવાડ મહાવીર Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy