SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯ મંદિરમાં સ્થાપન કરેલી મૂતિઓમાં ખાસ કરીને શ્રીહીરવિજયસૂરિ, કાઉસગિયા મૂર્તિએ, ઈ, એકેશ્વરી દેવી, મણિભદ્ર, નંદીશ્વર દ્વીપ, અશોક વૃક્ષ, રોહિણી માતા, સમવસરણ, મરુદેવી માતા, રાજર્ષિ ભરત વગેરે વિવિધતાની દષ્ટિએ તરી આવે છે. આ મંદિર ઉપર અંતિમ સુવર્ણ દંડ સં. ૧૯૮૫ ના ફાગણ વદિ ૧૫ ના રોજ ચઢાવવામાં આવ્યા હતા. ૮. ડાબી બાજુએ મૂળનાયક શ્રીશીતલનાથ ભગવાનનું નાનું મંદિર છે. આ ભવ્ય મૂર્તિની સં. ૧૭૨૧ ના જેઠ સુદિ ૩ ના દિવસે પ્રતિષ્ઠા કર્યાને લેખ છે. કાંકરેચા જગમાલજીએ આ મંદિર બંધાવ્યું છે. અને છેલે ધજાદંડ સં. ૧૯૮૫ ને ફાગણ વદિ ૫ ના રોજ ચડાવવામાં આવ્યો છે. ૯. તેની પાસે ડાબા હાથે શ્રીબામણવાડનું મંદિર છે. મૂળનાયક શ્રીમહાવીર ભગવાનની સપરિકર મૂર્તિ ઉપર સં. ૧૭૩૬ ના માગશર સુદિ ૩ ના રોજ પ્રતિષાલેખ છે. શેઠ અષભદાસે આ મંદિર બંધાવ્યું છે. તેને છેલ્લે ધજાદંડ સં ૧૯૮૫ માં ચડાવવામાં આવ્યા છે. ૧૦. ઉપર્યક્ત મંદિર પાસે એક પિળ છે, ને ડાબે હાથે ટેકરીને રસ્તે છોડતાં શ્રી કુંથુનાથ ભગવાનની ભવ્ય મૂર્તિવાળું મંદિર છે. તેને પશ્ચિમ દિશાનું દ્વાર છે. સં. ૧૬૫૩ ના મહા સુદિ ૫ ને રોજ તેની પ્રતિષ્ઠા થયેલી છે. શેઠ દેવજી કેડારીએ આ મંદિર બંધાવ્યું છે. મંદિરમાં મૂળગભારે, રંગમંડપ અને નવચેકીની રચના છે. આમાં મૂળનાયકની માત્ર એક જ પાષાણની પ્રતિમા છે. ૧૧. ડાબા હાથે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથનું શિખરબંધી એક મંદિર છે. સં. ૧૭૩૬ ના માગશર સુદિ ૬ ના રોજ આની પ્રતિષ્ઠા થઈ છે. મહારાજા વૈરિસાલના સમયમાં શ્રી વર્ધમાન વજેચંદ શેઠે આ મંદિર બંધાવ્યું છે. ગૂઢમંડપની ૪ મતિઓમાં સં. ૧૬૯૧, ૧૨૧ ના બે અને ૧૭૩૬ ના લેખે છે. આ મંદિરમાં બાવન જિનાલય બની શકે એટલી જગા વિદ્યમાન છે. શ્રીમદવિજય ઉપાધ્યાયે રચેલા અને આ લેખકના હાથે સંપાદિત થયેલા “દિગવિજય મહાકાવ્ય” (પ્રકાશક: સિંધી જૈન ગ્રંથમાલા) ના ૮ મા સર્ગમાં આ મૂર્તિનું કવિત્વમય માહાત્મ્ય ગવાયું છે. ૧૨. જમણે હાથે શ્રી શીતલનાથ ભગવાનનું શિખરબંધી મંદિર સં. ૧૯૬૩-૬૮ માં શા. ભીખચંદ માણેકચંદે બંધાવ્યું છે ને મૂળનાયકની પ્રતિષ્ઠા સં. ૧૯૮૪ ના જેઠ સુદિ ૨ ના દિવસે બેથરા સમરથમલ રતનજીએ કરાવી છે. મૂળનાયકના ડાબા હાથ તરફ અંબિકા દેવી અને જમણા હાથ તરફ શ્રીગૌતમસ્વામીની મૂર્તિ બિરાજમાન છે. આ બંને મતિઓ સં. ૧૯૮૪ માં આ મંદિર બંધાવનાર શ્રેણીએ જ ભરાવેલી છે. ૧૩. સામે શ્રીગેડીપાર્શ્વનાથ ભગવાનનું શિખરબંધી મંદિર છે. પ્રવેશદ્વારમાં બે બાજુએ પથ્થરના ૨ હાથીઓ ખડા કર્યો છે. આ મંદિર મૂળગભારે, મૂઢમંડપ, રંગમંડપ વગેરેની રચનાવાળું છે. મૂળનાયકની પ્રતિમા પંચતી પરિકરયુક્ત છે. તેના ઉપર સં. ૧૮૮૮ ના માગશર સુદિ ૫ ના રેજને પ્રતિષ્ઠલેખ છે. મૂળનાયકની બાજુમાં કાઉઝિયા મૂર્તિઓ છે. ૧૪. ડાબે હાથે ચોમુખજીનું મંદિર છે. આ મંદિર જમીનથી ૧૦૦ ફીટ ઊંચું અને વિશાળતામાં પણ બધાં મંદિરમાં સૌથી મોટું છે. મંદિરને ત્રણ માળ છે અને દરેક માળમાં ચૌમુખજી બિરાજમાન છે. ત્રીજે માળે ચૌમુખજીની બહાર ચારે ખૂણે ચાર દેરીઓમાં તીર્થકરની પ્રતિમાઓ છે. ચોથો માળ ખાલી છે. આગળ-પાછળ મોટા રંગમંડપ બનેલા છે. મહારાવ સુરતાસિંહના પુત્ર રાજસિંહના સમયમાં સં. ૧૬૩૪ ના માગશર સુદ ૫ ના રોજ શેઠ મયામલજીએ આ મંદિર બંધાવી શ્રીવિજયસેનસૂરિએ આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા કર્યાને લેખ મૂળ ગભારાની સન્મુખ બહારની ચાકીની ભીંતમાં આ પ્રમાણે છે – "संवत् १६३४ वर्षे शाके १५०१ प्रवर्तमाने हिमंतऋतौ मार्गशिर(प)मासे शुक्लपक्षे पंचम्यां तिथौ महाराय श्रीमहाराजाधिराजः श्रीसुरतांणजी कुंअरश्रीराजसिंघजीविजयराज्ये श्रीसिरोहीनगरे श्रीचतुर्मुष(ख)प्रासाद/B] कारापितं(तः) ॥श्री॥ श्रीसंघमुष्य(ख्य) सं० सीपाः ૩૨ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy