SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ગેહલી ૨૪૫ શિખર, શંગારકી અને ભમતીમાં જમણા હાથ તરફ આવેલી ત્રણ ખાલી દેરીઓ તેમજ કેટયુક્ત ભવ્ય રચનાવાળું છે. મૂળનાયકની રમણીય પ્રતિમા પ્રાચીન પરિકરવાની છે. પરિકરની શિલ૫રચના અભુત છે. પરિકરની ગાદીમાં વચ્ચે ધર્મચક્ર, તેની બંને બાજુએ એકેક હાથી અને એકેક સિંહ છે. બંને બાજુએ બે ઊભા કાઉસગિયા છે, તે પછી અધ ઉપસાવેલી વાઘની બે આકૃતિઓ, તેની પાસે બે ચામરધર ઇદ્રો અને પરિકરના ઉપરના ભાગમાં પદ્માસનસ્થ એક જિનમૂર્તિ કરેલી છે. તેની પાસે પુષ્પમાલધર અને છત્ર સાથે ગજરૂઢ બે માનવાકૃતિઓ નજરે પડે છે. અંદરની બાજુએ બંને તરફ પૂજા-સામગ્રી સાથે નર-નારીનું યુગલ જોવાય છે અને બહારની બાજુએ બંને તરફ સિંહાકૃતિઓ છે. આવી વિલક્ષણ રચનાવાળું પંચતીથીનું પ્રાચીન પરિકર શિલ્પકળાને અસાધારણ નમૂન ગણાય. કહે છે કે, આ મૂળનાયકની પ્રતિમા શત્રુંજયતીર્થના તેરમા ઉદ્ધાર સમયની છે. ચોદમાં ઉદ્ધાર વખતે આ મૂર્તિને શત્રુંજયની ગુફામાં પધરાવેલી, ત્યાંથી લાવીને અહીં સ્થાપન કરવામાં આવી છે. મૂળનાયકને એક અંગૂઠો ખંડિત જોવાય છે. આ મૂતિ ઉપર લેખ નથી. મૂળ ગભારામાં આ એક જ મૂર્તિ હોવાથી દર્શકનું ધ્યાન આના પર જ કેન્દ્રિત થઈ જાય છે. ગઢમંડપમાં પરિકરવાળી બે કાત્સર્ગસ્થ ઊભી મૂર્તિઓ ભવ્ય અને મને હર છે. એનું અને પરિકરનું શિલ્પ પણ ઉત્તમ કેટિનું છે. આ બે મૂર્તિઓ પિકી એક પ્રતિમા ઉપર ૫ અને બીજી ઉપર ૭ કણાઓ અલંકૃત છે. ચરણ પાસે બંને તરફ બે ઇદ્રો, એક શ્રાવક અને એક શ્રાવિકા છે. તેના ઉપર બંને તરફ ત્રણ-ત્રણ અધ. સર્પાકાર મનુષ્યની આકૃતિઓ હાથ જોડીને ઊભેલી છે. એના ઉપરના ભાગમાં બંને તરફ એકેક પુષ્પમાલધર જેવાય છે. બંને કાઉસગિયાની આંગળીઓ ખંડિત છે. બને પ્રતિમાઓના પરિકરની રચના પણ નોંધવા ગ્ય છે. જમણી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે દેવી અને તેની બંને બાજુએ એકેક હાથી અને સિંહ છે. તેની નીચે આખું ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણ છે. ગાદીની એ યક્ષ-યક્ષિણીની ત્રણ મૂર્તિઓ છે. ઉપરના ભાગમાં કુલ ૫ મૂર્તિઓ હવાથી આ પંચતીર્થીનું પરિકર ગણાય. આમાં માત્ર ઇદ્રો બતાવ્યા નથી. ડાબી તરફના પરિકરની ગાદીમાં વચ્ચે ઊભું ધર્મચક્ર છે. તેની બંને બાજુએ હરણ અને દેવીની બંને બાજુએ એક શ્રાવક-શ્રાવિકા હાથ જોડીને બેઠેલાં છે. વળી, બંને તરફ એકેક સિંહ અને એકેક અંબિકાદેવીની રચના કરેલી છે. બંને તરફ દેરીના આકારવાળી નાની મૂર્તિઓ સંભવત: પાછળથી બેસાડી હોય એમ જણાય છે. આ બંને મૂતિઓ ઉપર સં. ૧૧૩૦ ના એકસરખા લેખે વિદ્યમાન છે – " संवत् ११३० ज्येष्ठ शुक्लपंचम्यां श्रीनिर्वृतककुले श्रीमदाम्रदेवाचार्यगच्छे कोरेस्व(श्व)र सुतदुर्लभश्रावकेणेदं मुक्तये कारित નિનયુમકુમન્ !” –સં. ૧૧૩૦ ના જેઠ સુદિ પાને દિવસે શ્રીનિવૃતકકુલમાં શ્રીમઆપ્રદેવાચાર્યગ૭માં કેરેશ્વરના પુત્ર દુર્લભ શ્રાવકે આ ઉત્તમ જિનયુગલ મુક્તિ માટે કરાવ્યું. ૧૨૪. ગોહલી (કે નંબર : ર૯૯૭) સજજનરોડથી ૧૬ માઈલ અને સિરોહીથી વાયવ્યખૂણામાં ૨ માઈલ દૂર ગેહલી નામે ગામ છે. અહીં આવેલ. જૈન મંદિરની ભીંતમાંથી સં. ૧૨૪૫ ના મળી આવેલા શિલાલેખમાં ગેહવલિ (ગેહલી) ગામને નિર્દેશ સ્પષ્ટ કરેલ હોવાથી આ ગામ એથીયે પ્રાચીન હોવાનું સૂચિત થાય છે. અહીં શ્વેતાંબર જૈનેનાં ૨૫ ઘરે, ૧ ઉપાશ્રય, ૧ ધર્મશાળા અને ૧ જૈન મંદિર છે. શ્રીગેડી પાર્શ્વનાથ ભગવાનનું બાવન જિનાલય મંદિર ભવ્ય છે. આખુંયે શિખરબંધી મંદિર મકરાણુનું બનેલું છે. મળનાયકની મૂર્તિ પ્રાચીન નથી છતાં મનહર છે. આ મંદિરમાં મૂતિઓને પરિવાર ઘણે છે. મંદિરની દીવાલમાં સ. ૧૨૧૩ ને શિલાલેખ આ પ્રકારે છે – Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy