________________
S૬
ગતિનું પરિભ્રમણ તેને હંમેશને માટે બંધ થયું, પ્રભુ મહાવીર પાસે તેણે દીક્ષા લીધી અને ૧૧ અંગનો અભ્યાસ કરી વિચિત્ર પ્રકારને તપ કરવા લાગ્યા. જમાલી ઉચ્ચ કોટિનું ચારિત્ર પાળતો હતો ખરો; છતાં તેને આત્મભાવ પ્રગટયો ન હતો, તે શ્રી મહાવીરથી અલગ વિચરતો હતો. એક દિવસે તે જમાલીને વ્યાધિ થવાથી તેણે પિતાના શિષ્યોને પથારી કરવાનો આદેશ આપે. પથારી કરતાં ઢીલ થઈ, એટલે ફરીથી તેણે શિને બોલાવી પૂછયું –“પથારી કરી?” શિષેએ કહ્યું “હજુ પથારી કરી નથી પણ કરીએ છીએ.” આ વાકય ઉપર શ્રી જમાલીને ભ્રમ પેદા થયે; તેને મહાવીરના તત્ત્વજ્ઞાન પર શંકા થઈ. તેણે વિચાર્યું કે શ્રી મહાવીરે તે “જે માળે રે” એટલે “જે કાર્ય કરવા માંડયું તેને કહ્યું કહીયે” એ મત પ્રતિપાદન કર્યો છે, પણ વાસ્તવિક રીતે તે ખોટું છે, કેમકે કઈ એક કુંભાર માટી લાવી તેને પાણી સાથે ભીંજવીને ઘડો કરે, તે ઘડો નિંભાડામાંથી પાકીને જ્યાં સુધી સંપૂર્ણ તૈયાર થઈ બહાર ન આવ્યા હોય ત્યાં સુધી તે અપૂણેજ કહેવાય. એ પ્રમાણે “નય અપેક્ષાએ પ્રભુએ ઉચ્ચારેલાં વાક્યને અર્થશૂન્ય માની એકાંતવાદની તેણે પ્રરૂપણ કરી અને શ્રી મહાવીરથી જુદા પડી સ્વમત ચલાવ્યું. આને પહેલે નિન્હવ કહ્યો છે. પ્રભુ મહાવીરને સાથ્થી (શ્રાવસ્તી) નગરીમાં કેવલ્યજ્ઞાન થયા પછી ૧૪ વર્ષે આ પહેલે નિડુવ થયે હતો.
ચોથા આરાના ૧૬ વર્ષ ૮ માસ બાકી રહ્યા ત્યારે “ઊંave સીકા” નામક બીજે નિખ્તવ થયો. તે પ્રભુ મહાવીરને કેવલ્યજ્ઞાન થયા પછી ૧૬ વર્ષે થયો હતો. તેને પ્રરૂપક “વિષ્યગુમ” હતો. ઉભયના વિચારનું એ અંતર હતું કે શ્રી મહાવીરે, આત્માના અસંખ્યાત પ્રદેશમાં ઓતપ્રોત રહેલે જીવ માન્ય છે, ત્યારે તિષ્યગુપ્ત આત્માના છેલ્લા પ્રદેશમાંજ જીવ માની ઉત્સુત્ર પ્રરૂપ્યું છે. આ બીજે નિડુવ કહેવાય છે.
ચોથા આરાના ૩ વર્ષ ૮ માસ બાકી રહ્યા ત્યારે શ્રી મહાવીર પ્રભુ મેક્ષે ગયા. ઈંદ્રભૂતિ અણગારને શ્રી મહાવીર ઉપર અતિવ રાગ હતો અને તેથી જ પ્રભુની હયાતિમાં તેમને કૈવલ્યજ્ઞાન ન થયું. પણ જ્યારે પ્રભુ વીર મોક્ષમાં ગયા; તેમને દેહ વિલય પામ્યો; ત્યારે જ શ્રી ગૌતમને દેડની અસ્થિર દશાનું તાદ્રશ્ય ભાન થયું. એકત્વ ભાવનામાં પ્રવેશતાં તેમને કૈવલ્યજ્ઞાન થયું.
- નવ ગણુધરે તો પ્રભુની હયાતિમાં જ રાજગૃહી નગરીમાં સપરિવાર મેક્ષે ગયા હતા. ફક્ત ઇદ્રભૂતિ અને સુધર્મ એ બે અણગારો બાકી હતા તેમાં શ્રી ઈદ્રભૂતિ (ગૌતમ)ને કૈવલ્યજ્ઞાન થયું; એટલે શ્રી સુધર્મ સ્વામી ભગવાન મહાવીરની પાટે આરૂઢ થયા. આ સ્થળે શંકા ઉદ્દભવે કે શ્રી ગૌતમ તો હયાત હતા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org