________________
છે
ગ્રં
થ–સ
મ
"
|
શ્રીમાન સ્વધર્મપ્રેમી, ઉદારચરિત, માન્યવર મહાશય,
સ્વ. શેઠ ગોપાળજીભાઈ લાડકચંદ..............થાન. આપ સદ્દગત થયા છે, છતાં આપના જીવનની યશસ્વી કારકીર્દિ આપના પુત્રે દીપચંદભાઇ, ફત્તેહચંદભાઈ, ત્રીભવનદાસભાઈ, કેશવલાલભાઈ અને મણુંલાલભાઈ મારફત જાણવા મળી છે, તેથી ખૂબ આનંદ થાય છે, એટલું જ નહિ પણ આ અમૂલ્ય ગ્રંથરત્નના સમર્પણ માટે એગ્ય ગૃહસ્થની પસંદગી થઈ છે, એથી તે મને અધિકાધિક સંતેષ ઉપજે છે.
આપ બાલ્યાવસ્થાથી જ સાધારણ સારી સ્થિતિના હોઈ જરૂર પૂરતો ગુજરાતી અભ્યાસ પૂર્ણ કરી કાપડના ધંધામાં જોડાયા, અને આપના પુત્ર મુંબઈમાં
વ્યવસાય કરવા લાગ્યા. આપને ધર્મ પ્રત્યે પ્રેમ, મુનિમહારાજેના દર્શન કરવાની તમન્ના, સંત સેવાને આપે લીધેલો લાભ ઉપરાંત જીવદયા, અનાથ રક્ષણ, કેળવણી, ધર્મોન્નતિ આદિ વિવિધ સેવાના ક્ષેત્રમાં આપે આશરે રૂ. ૨૦૦૦૦) વીસ હજારની કરેલી સખાવત, એ ખરેખર આપની લક્ષ્મી પરની વિતરાગતાની સાક્ષી પૂરે છે.
થાનગઢ સ્થા. જૈન વિદ્યાર્થીઓની સ્કેલરશીપ માટે રૂા. ત્રણહજાર, થાનમાં આર્યાજીવાળા ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે રૂા. ૪૦૦૦), થાન જૈનશાળામાં રૂ. ૫૧), થાનમાં ન ચબુતરે બંધાવવામાં રૂા. પ૦૧) રાજકેટ દશાશ્રીમાળી અને વણિક જૈન બોર્ડિંગને રૂ. ૫૦૧), જુનાગઢ સ્થા. જૈન ધર્મશાળામાં રૂા. ૨૦૧), વાંકાનેર મુનિ શ્રી નાગજીસ્વામીના દર્શને જતાં નેકારશીના ભાગમાં રૂા. ૪૦૦), વઢવાણ કેમ્પમાં પૂજ્ય શ્રી ગુલાબચંદજી મ. વીરજીસ્વામી તથા શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી મ. ના દર્શને જતાં, પહેલી જ નકારશી કરી વિધવિધ ધાર્મિક સંસ્થાઓમાં રૂા. ૧૫૦૦ ખચી, આપે કૅપના સ્થાનકવાસી દેરાવાસી ભાઈઓના ઐકય અને સત્કાર વચ્ચે પ્રેમને સાક્ષાત્કાર કરાવ્યું, તે કાર્ય ખરેખર અતિ પ્રશંસનીય હતું
આ ઉપરાંત આપે દુષ્કાળ વખતે સુંદર સેવા કરી રૂા. બે થી અઢી હજાર ખર્યા હતા. આપનું ગુપ્ત દાન પણ એવું જ હતું. ગામમાં સ્વજ્ઞાતિ અને અન્ય જ્ઞાતિની ગરીબ વિધવા બહેનોને દરમાસે આપ ગુસ મદદ મોકલતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org