________________
નહિ જોઈએ, એમ વિચારી ત્યાં જ તેમણે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો. અને રથ હાંકનાર સારથીને કહી દીધું“મારે પરણવું નથી, માટે રથ પાછો વાળ.” રથ પાછો ફર્યો, શ્રી નેમકુમાર ઘેર આવ્યા. વરસીદાન દેવું શરૂ કર્યું અને સમય થતા શ્રાવણ શુદિ પંચમીને દિવસે ગીરનાર પર્વત પર જઈ સેસાવનમાં તેમણે દીક્ષા લીધી; તપ સંયમનું આરાધન કરી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને અનેક ભવ્ય અને સદ્ધર્મને ઉપદેશ આપી તેઓ મોહો ગયા.
પાંડેનું વર્ણન તેમના જ સમયમાં હસ્તિનાપુર (દિલ્હી)માં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નિકુલ અને સહદેવ નામે પાંચ પાંડવો રાજ્ય કરતા હતા. તે પાંચે ભાઈઓને દ્રૌપદી નામે રાણી હતી. તે પાંડવોના દુર્યોધનાદિ કોર પિત્રાઈભાઈઓ હતા. પાંડવોમાં યુધિષ્ઠિરને જુગાર રમવાની કાંઈક ટેવ પડેલી હતી, તેને લાભ લઈને દુર્યોધન તેમની સાથે જુગાર રમે, તેમાં પાંડવો પિતાનું આખું રાજ્ય હારી ગયા; એટલું જ નહિ પણ તે જુગારમાં દ્રૌપદીને પણ તેઓ ગુમાવી બેઠા, જેથી શરત મુજબ પાંડવો બાર વર્ષ સુધી વનવાસ રહ્યા. છેવટે કોરો સાથે તેમને કુરક્ષેત્ર (પાણીપતના મેદાન )માં મેટું યુદ્ધ કરવું પડ્યું તેમાં કૌરને પરાજય થયો. આ યુદ્ધમાં શ્રી કૃષ્ણ વાસુદેવે અર્જુનના સારથી થઈને પાંડને મદદ કરી હતી. પાંડવોએ ઘણા વર્ષો સુધી હસ્તિનાપુરનું રાજ્ય કર્યું અને છેવટે તેમણે દીક્ષા અંગીકાર કરી. અને મા ખમણુને આંતરે મા ખમણ આદિ ઉગ્ર તપશ્ચર્યા કરતાં શત્રુંજય પર્વત પર બે માસને સંથાર કરી તેઓ સર્વ કમથી મુક્ત બની મેક્ષ પહોંચ્યા.
શ્રી કૃષ્ણ અને પાંચ પાંડેને થયા આજે ૮૬૪૫૬ વર્ષ થયા કહેવાય છે.
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ અને તેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની વચ્ચેના કાળમાં કપિલપુર નગરને વિષે બ્રાદત્ત નામે બારમે ચક્રવતી થયે હતો. તે મહા પાપી હોવાથી મરણ પામી સાતમી નકે ગયે છે.
બાવીસમા શ્રી નેમિનાથ તીર્થકર મોક્ષ પધાર્યા પછી, પિણી રાશી હજાર વર્ષને આંતરે તેવીશમાં શ્રી પાર્શ્વનાથ તીર્થકર થયા, વણારસી (કાશી) નગરીને વિષે, અશ્વસેન રાજા પિતા, વામદેવી રાણી માતાની કુંખે જમ્યા. સો વર્ષનું આયુષ્ય તેમાં ત્રીશ વર્ષ કુંવરપણે રહ્યા હતા. તે સમયે –
શ્રી પાર્શ્વકુમારને પૂર્વભવને વૈરી કમઠ નામનો તાપસ ફરતો ફરતે વણારસી નગરીમાં આવ્યા. અને ગંગાનદીના કિનારા ઉપર પંચાગ્નિતાપ તપવા લાગ્યો, તે તાપસના અઘેર તપની ગામમાં ખૂબ પ્રશંસા થવા લાગી. તે કમઠ તાપસની પ્રશંસા વામાદેવીના સાંભળવામાં આવી, તેથી પિતે બાલરાગી હોવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org