________________
કેવલ્યજ્ઞાન થયા પછી ઘણા ભવ્ય અને તારી પાંચસેં છત્રીશ સાધુ સંઘાતે રેવતગિરિ (ગિરનાર) પર્વત ઉપર જઈ સંથારો કરી તેઓ નિર્વાણુ–મેક્ષ પધાર્યા.
યદુવંશની ઉત્પત્તિ અને કૃષ્ણચરિત્ર. વીસમા શ્રી મુનિસુવ્રત તીર્થંકરના સમયમાં “યહુ” નામે રાજા થયો. ત્યાં સુધી તે વંશ “ હરિવંશ” તરીકે ઓળખાતો હતો. પરંતુ યદુરાજાએ તે નામ ફેરવીને યદુવંશ (જાદવવંશ) રાખ્યું. ત્યારથી તે “ જાદવ” કહેવાયા. તે યદુરાજાને બે પુત્ર હતા. ૧ સૂર અને ૨ વીર. તેમાં સૂર રાજાએ સૌરીપુર વસાવ્યું અને વીર રાજાએ મથુરા વસાવ્યું. સૂર રાજાને અંધક વિષ્ણુ નામે પુત્ર છે. તે અંધક વિષ્ણુને દશ પુત્રો હતા. તેના નામ. ૧ સમુદ્રવિજય, ૨ અાલ, ૩ સ્તુમિત, ૪ અચલ, ૫ સાગર, ૬ ધરણ, ૭ પુર૭, ૮ અભિચંદ્ર, ૯ જયંત, અને ૧૦ વસુદેવ. પહેલા સમુદ્ર વિજયને “નેમનાથ” નામે પુત્ર અને છેલ્લા વસુદેવને શ્રીકૃષ્ણ, બળભદ્ર આદિ અનેક પુત્ર થયા હતા.
બીજી શાખા સેવીરા–તેને પુત્ર ભેજકવિનુ અને ભેજકવિષ્ણુના બે પુત્ર ૧ ઉગ્રસેન, ૨ દેવકસેન. ઉગ્રસેનના બે પુત્ર. ૧ કંસ, ૨ એવંતકુમાર (અતિ મુક્ત) તથા બે પુત્રીઓ ૧ સત્યભામા અને ૨ રાજેમતી. બીજા દેવકસેન રાજાને દેવકીજી નામે પુત્રી હતી. તેનું લગ્ન વસુદેવ રાજા સાથે કરવામાં આવ્યું હતું. લગ્ન થયા પછી તેઓની જાન મથુરા થઈને સૌરીપુર જતી હતી, તે વખતે કંસ રાજાએ તે જાન પોતાને ત્યાં રોકી હતી. તે દરમ્યાન એક પ્રસંગે “દેવકીજી” અને કંસની રાણી “જીવયશા” એ બંને ગોખમાં બેસી વિનોદ વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં રાજમાર્ગ પરથી એવંતમુનિ (જેમણે દીક્ષા લીધી હતી) પસાર થતા હતા તેમના પર “જીવયશા”ની દષ્ટિ જતાં તેણે મુનિની મશ્કરી કરી. મુનિથી આ સહન ન થયું, એટલે તેમણે નિમિત્ત-લબ્ધિનો ઉપયોગ કરી “જીવયશા અને કહ્યું કે –દેવકીજીને સાતમે ગર્ભ જ્યારે તારા પતિ અને પિયરીઆને નાશ કરે ત્યારે મને સંભારજે. બસ. આટલું કહી યુનિ ત્યાંથી ચાલ્યા ગયા. આ વાત જીવયશાએ ખાનગી રીતે પોતાના પતિ કંસને કહી અને કઈ રીતે દેવકીજીને ગર્ભ પ્રસવ પિતાને ત્યાં જ થાય, એ પ્રબંધ કરવાનું તેણે કંસને કહ્યું. આથી કંસે વસુદેવને ભેળવી દેવકીજીને પ્રસવ પિતાને ત્યાં થાય એવું વચન માગી લીધું. આ પ્રપંચની વાત ઠેર ઠેર પ્રસરી ગઈ, તેથી કંસે “વસુદેવ અને દેવકી ”ને પિતાના રાજ્યમાં નજરકેદ રાખ્યા, ત્યાં અનુક્રમે દેવકીજીને છ પુત્ર જન્મ્યા; હરિણગમેલી દેવે તે એ પુત્રને વિદ્યાના બળે ઉપાડી ભીલપુર મૂક્યા, અને ત્યાંથી મૃતક બાળક લાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org