________________
હતા. આ પ્રતિનિધિ મુનિવરની સભામાં શાંતિ જાળવવા માટે શાતિરક્ષક તરીકે શ્રી ગણી ઉદયચન્દ્રજી મહારાજ તથા શતાવધાની શ્રી રત્નચન્દ્રજી મ. ને પસંદ કરવામાં આવ્યા હતા, અને સભાની કાર્યવાહીના હિન્દી લેખક તરીકે ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ૦ તથા ગુજરાતી લેખક તરીકે લઘુશતાવધાની મુનિશ્રી સૌભાગ્યચન્દ્રજી મ૦ ને નીમવામાં આવ્યા હતા. અને તે બન્નેના સહાયક તરીકે શ્રી મદનલાલજી મ. તથા શ્રી વિનયઋષિછ મ0 રહ્યા હતા. સમ્મલનની કાર્યવાહીના પ્રારંભ પહેલાં મંગલાચરણ થતું હતું. સંમેલનની કાર્યવાહી સરલ બનાવવા માટે એક વિષય નિર્ણાયક સમિતિ પ્રતિનિધિ મુનિવરમાંથી સનમતે ચૂંટવામાં આવી હતી કે જે સમિતિ આવતા દિવસની બેઠક માટે વિષયને નિર્ણય કરતી હતી. તેમાં ચૂંટાએલ મુનિવરોના નામો:૧ ગણિ ઉદયચન્દ્રજી મ
૧૨ યુવાચાર્ય શ્રી કાશીરામજી મ. ૨ પૂજ્ય શ્રી અમોલખ ઋષિજી મ. ૧૩ શ્રી તારાચંદજી મ. ૩ ૫. છગનલાલજી મ.
૧૪ શ્રી પન્નાલાલજી મ. ૪ ઉપાધ્યાય શ્રી આત્મારામજી મ.
૧૫ શ્રી ચોકમલજી મ. (દેશી સંપ્રદાયના) ૫ શ્રી મણિલાલજી મ.
૧૬ શ્રી પૃથ્વીચન્દ્રજી મ. ૬ શ્રી પુરૂષેતમજી સ૦
૧૭ શ્રી કુન્દનમલજી મ. ૭ શ્રી શામજી મ.
૧૮ શ્રી સૌભાગ્યમલજી મ. ૮ પં. શ્રી હર્ષચન્દ્રજી મ.
૧૮ સમરથમલજી ભ૦ ૯ શતાવધાની શ્રી રત્નચંદ્રજી મ.
૨૦ શ્રી મેહનઋષિજી મ. ૧૦ પ્ર. વ. શ્રી ચોથમલજી મ.
૨૧ પૂ. હસ્તિમલજી મ. ૧૧ કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મ.
ઉપરની સમિતિનું કોરમ ૧૧ નું રાખવામાં આવ્યું હતું. અને રાત્રિએ આ સમિતિ ની બેઠક થતી હતી. પ્રતિનિધિ મુનિઓની બેઠકમાં થયેલાં કાર્યને હેવાલ અને સંમેલન મળવાનાં
મુખ્ય કારણ કારણ વગર કાયની ઉત્પત્તિ કદિ સંભવતી નથી. આપણે આગળ કહ્યું તેમ જ્યારે જ્યારે ધર્મના ઉચ્ચતમ તો સદંતર છિન્નભિન્ન થવા લાગે છે, ત્યારે ત્યારે એક પરમ પુરુષને, ઉદ્ધારક મહાત્માનો જન્મ થાય છે, અને તે પિતાના ચારિત્રબળે, જ્ઞાનબળે સત્ય તોને પ્રચાર કરે છે. તેમ દરેક કાર્યમાં, દરેક પ્રવૃત્તિમાં જ્યારે શિથિલતા પ્રસરે છે, ઘોર અંધકારભર્યા આવરણ દષ્ટિગોચર થાય છે, કે સમાજમાં કલેશાદિ પ્રવૃત્તિઓ વિકસે છે, ત્યારે એવાં કઈ વિચારક પુરુષોને અંધકારનો નાશ કરી પ્રકાશ કરવાનું મન થઈ આવે છે, અને પછી તે ભગીરથ પ્રયત્ન સેવે છે. જો કે આ વખતે સ્થા. સમાજની કે સમાજના મુનિવરની સ્થિતિ છેક જ અધઃપતનને પથે ગયેલો ન હતી; તોપણું સારીયે આલમમાં પોતાના અદ્દભુત ચારિત્ર બળે પ્રશંસા પામેલા સ્થા. જૈન મુનિઓને માટે આદર્શ ચારિત્ર, આદર્શ બંધારણની તો જરૂર હતી જ. તે ઉપરાંત ક્રિયાકાંડમાં, વ્યવહાર નિયમોમાં, તિથિ નિર્ણયમાં, આદિ અનેક વિચારણા કરી સમુહબળ જગાવવાનું મુખ્ય કારણ હતું.
પંજાબ શિરોમણું વયોવૃદ્ધ પૂજ્યાચાર્ય શ્રી સોહનલાલજી મહારાજે જેનોતિષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org