________________
૨૪૩
મહાપુરૂષો આ અપાર દુ:ખ-ઉદધિમાં જન્મ લઈ સ્વપરના શ્રેય માટે, શુદ્ધ ચારિત્ર શુદ્ધ ક્રિયાઓ વડે માનવજીવનની કિંમત સમજી જીવનને સદુપયોગ સાધે છે, તેનાજ જીવનને અહો ધન્ય છે! અને એવાં જીવન ગાળનાર કે ગાળી જનારના ચરણમાં આપણા સૌના અનેકાનેક વંદન છે.
એવું જીવન પૂજ્ય આત્માથી શ્રી ગોપાળજી સ્વામી જીવી ગયા, સ્વાત્માનું કલ્યાણ સાધી ગયા, અને આપણને યોગ્ય રસ્તે જવાનું સૂચન કરી ગયા; એ આપણું પરમ પુરુષને આપણી અંજલી હે, આપણા કોટિશ વંદન હા!
ઉપર્યુક્ત ગુણ યુક્ત મહાન પ્રભાવશાળી, પૂજ્ય શ્રી ગોપાળજી સ્વામી હોવાથી તેમનું નામ ચિરસ્મરણય રાખવા માટે તેમને સંપ્રદાય “પૂજ્યશ્રી ગોપાલાજી સ્વામીને સંપ્રદાય” એ નામથી સંબોધાય છે.
પૂજ્યશ્રી ગોપાળજી સ્વામીની પાટે પૂજ્ય શ્રી મોહનલાલજી સ્વામી બિરાજ્યા, જેઓ હાલ વિદ્યમાન છે. તેઓશ્રી ધોલેરાબંદરના રહિશ, જ્ઞાતે દશાશ્રીમાળી વણિક, તેઓશ્રીના પિતાનું નામ ગાંગજી કોઠારી, માતાનું નામ ધનીબાઈ. તેમના પહેલાં બે વર્ષે તેમના બહેન શ્રી મુળીબાઈએ દીક્ષા લીધેલી, અને ત્યારપછી પૂજ્યશ્રીએ સં. ૧૯૩૮ના વૈશાખ વદી ૪ ને રવિવારે ૨૨ વર્ષની ઉંમરે દીક્ષા અંગીકાર કરી, ત્યાર પછી જ્ઞાનાભ્યાસમાં કેટલીક વખત ગાળી તેઓશ્રીએ અનેક સિદ્ધાંત શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે - અને તેના ફળ રૂપે “પ્રશ્નોત્તર મેહનમાળા ” (ઉત્તરાર્ધ) નામક અતિ ઉપયોગી ગ્રંથ બહાર પાડી જૈન સમાજ પર ખૂબ ઉપકાર કર્યો છે. હાલના પુજ્ય શ્રી વયેવૃદ્ધ અને શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ છે. પૂજ્યશ્રી ગોપાળજી સ્વામીના સંપ્રદાયમાં હાલ મુનિ ૮ આયોજી ૧૯ કુલ ઠાણા ૨૭ પ્રાયઃ ઝાલાવાડ કાઠીયાવાડમાં વિચરે છે. પુજ્ય શ્રી ધર્મદાસજી મ. ના બીજા શિષ્ય પુ. શ્રી
ધનાજી મ. ની પટ્ટાવલી પૂ. શ્રી ધર્મદાસજી મ. ના બાવીસ સંપ્રદાય (ટેળા) પ્રથમ વિચરતા હતા. તે પૈકી ધનાજી મ. ને એક સંપ્રદાય હતો. તેમાંથી પાંચ વિભાગે વહેંચાયેલા પાંચ સંપ્રદાય હાલ પ્રવર્તે છે તે –૧ પુજ્યશ્રી જયમલજી મ. ને સંપ્રદાય ૨ પૂ. શ્રી રૂગનાથજી મ. ને સંપ્રદાય. ૩ તેરાપંથીનો સંપ્રદાય. ૪ પુ. શ્રી ચેાથમલજી મ. ને સંપ્રદાય. અને ૫ પુ. શ્રી રત્નચંદ્રજી મ. ને સંપ્રદાય. તે પાંચગચ્છની પટ્ટાવલી નીચે મુજબ –
સં. ૧૯૫૪ માં પુકસ્તુરચંદજી મ. ના શિષ્ય મુનિશ્રી મૂળચંદજી મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org