________________
૨૧૭ ગ્રહણ કરવાનું આવ્હાન કર્યું. તે સાથે પોતે પણ નીકળવાનું વચન આપ્યું પણ પ્રત્યુત્તરમાં યતિવયે કહ્યું કે હાલ હું તે અશક્ત થઈ ગયો છું, વળી તરફ પ્રસરી રહેલે શિથિલવાદ વિદારવા માટે તો ખૂબ હિંમતવાન અને દઢ યુવાનની જરૂર છે. તું ધારે તો તે કામ પાર પાડી શકે, એવી મને ખાત્રી છે. જાઓ, ખુશીથી રણમેદાનમાં ઝુઝે અને પ્રસરી રહેલાં અંધકારને નષ્ટ કરી સાચા દયા માર્ગનો જય કરો.
ધમસિંહજીની જેમ ધમદાસજી પણ આ રીતે પોતાના પ્રથમ ઉપકારીને વિનય કરીને નીકળ્યા. માતા પિતા વગેરેની આજ્ઞા લઈ માત્ર ૧૬ વર્ષની વયે વિક્રમ સં. ૧૭૧૬ માં આશ શુદિ ૧૫ ને દિવસે અમદાવાદમાં આવી ૧૭ જણાએ સાથે પાદશાહવાડીમાં તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા સ્થળે તેઓ ત્રણ દિવસ સુધી અઠમ તપ કરીને રહ્યા અને ચેાથે દિવસે ગામમાં ગોચરી અર્થે નીકળ્યા. ફરતાં ફરતાં તેઓ એક કુંભારને ઘેર જઈ ચડ્યા. તે વખતે કુંભારને ત્યાં પતિ-પત્નીને કોઈ કારણસર ઝઘડો થયેલા, તેજ અરસામાં આ યતિ જઈ ચડયાથી ક્રોધમાં તે કુંભારણે શ્રી ધર્મદાસજીના પાત્રમાં રાખ્યા ( રાખ) નાખી. તેમાંની થોડીક પવનને લીધે આસપાસ ઉ. પ્રથમ રાખની ભિક્ષા પણ ઉત્તમ માની, તે લઈ ધર્મદાસજી ત્યાંથી નીકળી ગયા. ત્યાર પછી બીજા કોઈ ઘેરથી છાશ મળી, તે બંનેને મિશ્ર કરી પારણાને દિવસે ધર્મદાસજીએ તેને આહાર કર્યો.
બીજે દીવસે શ્રી ધર્મદાસજી ધર્મસિંહજી મ. ને વંદન કરવા ગયા. ત્યાં તેમણે આગલા દિવસે પિતાને ભિક્ષામાં મળેલી રાખની વાત ધર્મસિંહજીને કરી. ધર્મસિંહજી જયોતિષ તથા શુભાશુભ શુકનના જાણકાર હતા, તેથી તેમણે કહ્યું –અહે, મહાભાગી! ખરેખર તમે ભાગ્યશાળી છે! પ્રથમજ પારણે તમને મળેલી રાબ ભાગ્યોદયની નિશાની સૂચવે છે. તે એ કે, રાખ એ શુભ સૂચક ચિન્હ હોવાથી તમે વિતરાગ માર્ગને દીપાવશે, વળી જે રાખ હવાને લીધે ચોતરફ ઉડી, તેથી જણાય છે કે તમારે પરિવાર તરફ વિસ્તાર પામશે. ( આ ભવિષ્ય વચનની આગાહી રૂપે અત્યારે પણ શ્રી ધર્મદાસજી મ. ને પરિવાર કચ્છ, કાઠીયાવાડ, મારવાડ, મેવાડ, માળવા અને દક્ષિણ આદિ ઘણું દેશમાં વિસ્તૃત છે) આ ઉપરાંત તમે રાખને છાશ સાથે મેળવીને પી ગયા, તે એમ સૂચવે છે કે છાશના ગુણ ખટાશવાળ હોવાથી પ્રાય: તમારા મુનિઓ ખટાશવાળા એટલે પ્રકૃતિમાં જલદ થશે, જેમ રાખના રજકણે જુદા જુદા છે, તેમ તમારે પરિવાર એકત્ર નહિ રહે, પરંતુ ભિન્ન ભિન્ન અનેક પેટા ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org