________________
જાળવી શકો તો પછી નહિ ઘરના કે નહિ ઘાટના એવી સ્થિતિ થઈ પડશે. માટે ખુબ ધિયપૂર્વક સંકટોનો સામનો કરજે, કોઈ રીતે નાસી પાસ થશે નહિ, કેમકે ચાલુ પ્રણાલિકાને છેડી નો માર્ગ ગ્રહણ કરતાં વિરોધી પક્ષ તરફના વાફબાણે, ઉશ્કેરણીઓ વગેરેથી તમેને ખુબ પરિતાપ થશે, માટે એ બધે પરિતાપ, એ બધા પરિષહ સમભાવ પૂર્વક સહન કરજે, અને સત્ય ધર્મને વિજય કરી પ્રભુ મહાવીર અને શ્રીમાન લંકાચાર્યના પવિત્ર નામને ઉજવળ કરજે. જાઓ ! મારું આશીશ વચન છે કે તમે ફત્તેહ પામે.
ગુરૂના ઉપર્યુક્ત મનનીય વાકે સાંભળી શ્રી ધર્મસિંહજીએ વિવેક પૂર્વક પિતાનું મસ્તક નમાવ્યું. તેમના નેત્રામાં ગુરૂભક્તિના આંસુઓ આવ્યા, તેમણે કહ્યુ-ગુરૂદેવ ! બીજું કાંઈ ફરમાન ?
હા ! મારા વિવેકી શિષ્ય! તમારો આત્માગારે અને હૃદય ભાવ પરથી જાણું શકાય છે કે તમે જરૂર જોન માર્ગને દીપાવશો; છતાં જેમ સેનાને અગ્નિ રૂપી કસેટીમાંથી પસાર થવું પડે છે, તેમ તમે એવી આકરી કસોટીમાંથી પસાર થાવ, એ જોવાની મારી ઈચ્છા છે. એ કામ ઘણું કઠિન છે, તે જે તમે સહિસલામત પાર ઉતારી શકે તે તો હરકત નથી, નહિ તે છે અર્ધદગ્ધ જેવી સ્થિતિ પ્રાપ્ત થાય. તેથી મારે તમને એક આજ્ઞા ફરમાવવી છે? કરશે?
ઘણી ખુશીથી, ગુરૂદેવ? ફરમાવે. આનંદપૂર્વક હું તે આજ્ઞા પાળવા તૈયાર છું”
“જુઓ, અહિંથી (અમદાવાદ) ઉત્તર દિશાએ એક ઉદ્યાન છે, તેમાં દરિયાખાન નામના યક્ષનું દેવળ છે. તેમાં તમે આજની રાત ગુજારો અને પછી પ્રભાતે મારી છેવટની આજ્ઞા લેવા આવજે.
ગુરૂની આજ્ઞા શીર પર ચડાવી ધર્મસિંહજી તે જગ્યાએ જવા ચાલી નીકળ્યા. તે વખતે માત્ર બે ઘડી દિવસ રહ્યો હતો. યક્ષના સ્થાન પાસે જઈ ત્યાં બેઠેલા બે મુસલમાન પાસે દેવળમાં રહેવા માટે આજ્ઞા માગી. આ સાંભળી તેમાંના એક મુસલમાને કહ્યું –અરે યતિજી, તમને શું આ દરિયાખાન પીરની તાકાતની ખબર નથી ? અહિં રાતવાસો રહેલા ઘણાને અમારા ચમત્કારીક પીરે કયારનાએ સ્વધામ પહોંચાડી દીધા છે. માટે મરવું હોય તે ખુશીથી તમે અહિં રાત રહો.
આ સાંભળી ધર્મસિંહે કહ્યું:–ભાઈ ! મને તે મારા ગુરૂદેવને હૂકમ છે, ” તરતજ પાસે બેઠેલા બીજા એક મુસલમાને કહ્યું:-મરવા દ્યો એ સેવડાને !
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org