________________
અજમેર બૃહત્સાધુ સંમેલનમાં અજીવ પંથી ચર્ચાને નિર્ણય થવાથી સર્વને સંતોષ ઉપન્યો હતો. જેથી ઝગડે પતી ગયો હતો, અને સાધુ સંમેલનમાં આ એક મહાન લાભ થયો હતો. નોટ – -ઉપરના પાંચ સંપ્રદાય પૂ. શ્રી જીવરાજજી મ.ની સંપ્રદાયના હાલ વિદ્યમાન છે.
શ્રીમાન ધર્મસિંહજી કાઠીઆવાડમાં આવેલા હાલાર પ્રાંતના જામનગર શહેરમાં આ મહાપુરુષનો જન્મ થયે હતો. તેમના પિતાનું નામ જિનદાસ, અને માતાનું નામ શીવબાઈ, પતિ-પત્ની બંનેના ધાર્મિક સંસ્કારનું બીજારોપણ શ્રીમાન ધર્મસિંહજીમાં થયેલું હોઈ બાળવયથી જ તેમનામાં ધર્મ સંસ્કારનો પ્રાદુર્ભાવ થયો હતો. અને તેથી જ તેઓ જ્યાં જ્યાં ધર્મની વાતો થતી હોય, ત્યાં ત્યાં તે રસપૂર્વક સાંભળતાં, અને તે પર ખૂબ મનન કરતા. નાનપણથી જ સ્મરણ શક્તિ સતેજ હોવાથી તેમણે અલ્પ સમયમાં જ વ્યવહારિક કેળવણી મેળવી લીધી. એકદા સમયે લોકાગચ્છના પૂજ્ય શ્રી રત્નસિંહજીના શિષ્ય શ્રી દેવજી મહારાજ લોકાગચ્છના ઉપાશ્રયે પધાર્યા હતા. તેમના દર્શન કરવા અને વ્યાખ્યાન સાંભળવા ઘણુ મનુષ્ય જતાં હતાં, તે વાત ધર્મસિંહે જાણું, જેથી તેઓ પણ પંદર વર્ષની વયે સર્વ મનુષ્યની સાથે ઉપદેશ સાંભળવા જવા લાગ્યા, જેમ જેમ વ્યાખ્યાનની બોધપ્રદ શિક્ષાએ શ્રી ધર્મસિંહજીના હૃદયમાં ઉતરતી ગઈ, તેમ તેમ તેમને સંસારના સર્વ પૌગલિક ભાવ પર અરૂચિ થતી ગઈ. ક્રમેકમે તેમનામાં વૈરાગ્યના અંકુરો કુર્યા, અને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તેમણે પેતાની આ ઈચ્છા માતાપિતા પાસે વ્યકત કરી, પરંતુ માતાપિતા મોહિત હોવાથી પુત્રને સંસારમાં રાખવા માટે ઘણા પ્રયત્ન કર્યો, પણ તેમને વૈરાગ્ય પુરજોશમાં ફુક્યો હોવાથી, માતા પિતાને અનેક દષ્ટાંત આપી સંસારની અસ્થિરતા વર્ણવી બતાવી, અને હૃદયમાં વૈરાગ્યની છાપ પાડી દીધી. જેથી માતા પિતાએ જાણ્યું કે આ પુત્ર સંસારમાં હવે રહેનાર નથી. એમ જાણી સહ દીક્ષાની આજ્ઞા આપી. એટલું જ નહી પણ પુત્રની સાથે પિતાએ પણ શુભ મુહુર્ત દીક્ષા લીધી. યતિ વગની દીક્ષા લઈ ગુરુની ભકિતમાં અને શાસ્ત્રધ્યયનમાં લાગેલા આ તીવ્ર વૈરાગ્યવાળા યતિને ૩૨ સૂત્ર, વ્યાકરણ, તર્કશાસ્ત્ર વગેરેનું જાણપણું જલદી થઈ ગયું. કારણ કે જ્ઞાનની ધમાં લાગેલા અને વિનયવંત પુરૂષપર સરસ્વતી જલદી પ્રસન થાય છે. ધર્મસિંહજી ઋષિ માટે એવું પણ કહેવાય છે કે તેઓ બંને હાથની માફક બને પગની આંગુલીમાં કલમે પક લખી શકતા! વળી તેઓ “અવધાન ” પણ કરતા હતા.
*પ્રથમ સુધારક મારવાડમાં નીકળ્યા પછી લગભગ ૭૭ વર્ષ શિવજીઋષિના શિષ્યરત્ન શ્રીમાન ધર્મસિંહજી મ. સં. ૧૬૮૫ માં થયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org