________________
કુમારે દીક્ષા લીધી. અને મહાન વિનય ભક્તિ કરી, ગુરૂદેવ પાસે જ્ઞાન સંપાદન કરવા લાગ્યા. ગુરૂદેવે તેને એગ્ય જાણું ફક્ત સેલ વર્ષની ઉમ્મરે વિક્રમ સંવત ૧૮૮ માં આચાર્ય પદે સ્થાપ્યા.
- હવે તે સમયમાં દુષ્કાળાદિકના કારણથી ટીકાઓને વિચછેદ થય હતે. તેના ઉદ્ધાર અર્થે એક દિવસે શ્રી અભયદેવસૂરિ મધ્ય રાત્રિએ જ્યારે ધ્યાનમાં લીન થયા હતા, ત્યારે શાસનદેવીએ આવીને તેમને કહ્યું કે–હે વત્સ ! પૂર્વના આચાર્યોએ અગ્યારે અંગોની ટીકા રચી હતી, પણ કાળ સંબંધી દૂષણથી ફક્ત બે અંગે સિવાય બાકીના સર્વ અંગેની ટીકાઓનો લેપ થયો છે, માટે આપ તે અંગેની ટીકાઓ રચી ઉપકાર કરે. ત્યારે અભયદેવ આચાર્યે કહ્યું કે-હે શાસન રક્ષક માતા ! આવું ગહન કાર્ય કરવાને હું અ૫ બુદ્ધિવાન શી રીતે સમર્થ થાઉં ? કેમકે તે કાર્યમાં જે કદાચ ઉસૂત્ર થાય તે મહા આપદારૂપ સમુદ્રમાં નિમગ્ન થવું પડે; તે ન આપની આજ્ઞાનું ઉલ્લંઘન પણ થવું ન જોઈએ. ત્યારે શાસન દેવીએ કહ્યું કે, હે આચાર્ય ! આપને તે કાર્ય માટે સમર્થ જાણીને મેં કહ્યું છે. તે સાંભળી અભયદેવસૂરિએ ઉત્સાહપૂર્વક તે કાર્યને પ્રારંભ કર્યો. તથા તે કાર્ય પૂર્ણ થતાં સુધી તેમણે આયંબીલ તપ શરૂ કર્યો અને નવાંગી ટીકા રચીને જૈન શાસનની પ્રભાવના કરી.
શ્રી અભયદેવસૂરિ વિક્રમ સંવત ૧૧૩૫. બીજ મતે ૧૧૩લ્માં ગુજરાતમાં આવેલા કપડવંજ નામના ગામમાં સ્વર્ગે પધાર્યા હતા.
જિનવલ્લભ સૂરિ ? તેમના સંબંધી એવો ઉલ્લેખ મળે છે કે તેઓ ખરતર ગ૭માં થએલા નવાંગી ટીકાકાર શ્રી અભયદેવ સૂરિના શિષ્ય, અને જિનદત્ત સૂરિના ગુરૂ હતા. તે વિક્રમ સંવત ૧૧૬૦ માં વિદ્યમાન હતા. (બીજા મત પ્રમાણે આ આચાર્યથી ખરતર ગ૭ની સ્થાપના થએલી છે એમ કહેલ છે) આ આચાચે વીર પ્રભુના પાંચ કલ્યાણકેને બદલે છ કલ્યાણકાની પ્રરૂપણું કરી છે. તેમણે પિંડ વિશુદ્ધિ પ્રકરણ, ગણધર સાર્ધશતક, આમિક વસ્તુ વિચાર સાર, વર્ધમાન સ્તવન, વગેરે અનેક ગ્રન્થ બનાવ્યા છે. તેમને દેવભદ્રાચાર્ય તરફથી વિક્રમ સંવત ૧૧૬૭ માં આચાર્ય પદ મહ્યું હતું. તેમના શિષ્ય રામદેવે વિક્રમ સંવત ૧૧૭૩ માં “ષડસ્તિકા ચુણિ ?’ નામનો ગ્રન્થ રચ્યો છે. તે ગ્રન્થમાં લખ્યું છે કે–જિનવલ્લભસૂરિએ વિક્રમ સંવત ૧૧૬૪ માં પિતાના સઘળાં ચિત્ર કાવ્ય ચિત્રકૂટ (ચિતોડ)માં આવેલા શ્રી વીરપ્રભુના મંદિરના શિલાલેખમાં કેતરાવ્યા હતા. અને તે મંદિરના દ્વારની બને બાજુએ તેમણે ધર્મ શિક્ષા અને સંઘપટ્ટક કતરાવ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org