________________
૧૪૫
અને તે સમયનો લાભ લઈને વેદધમી વૈષ્ણવો શંકરાચાર્યો વગેરે, કેને બંધ બેસતા ઉપદેશે દઈને પોતાના ધર્મ તરફ વાળવા લાગ્યા. આવી દશામાં પણ જૈનાચાર્યો જૈનધર્મનું સંરક્ષણ કરવા માટે ઘણા પ્રયત્ન કરતા હતા.
વિક્રમની તેરમી સદી સુધી કર્ણાટકના રાજાએ જૈનધર્મ પાળતા હતા. વિ. બારમી સદીમાં વેતામ્બર અને દિગમ્બરાચાર્યોનો પાટણમાં સિદ્ધરાજ રાજાના દરબારમાં શાસ્ત્રાર્થ થયો હતો. અને તેમાં દિગમ્બરોને પરાજય થયે હતો. દિગમ્બર આચાર્યોએ જે દક્ષિણ દેશમાં અન્ય ધમ એની સાથે શાસ્ત્રાથે કરવામાં આત્મબળ વાપર્યું હોત તો સારું ગણાત. પણ તેમ ન કરતાં જૈન ધર્મના બંને આચાયોએ પરસ્પરનું ખંડન કરવામાં પોતાની શક્તિને વ્યય કર્યો, પરિણામે જૈનધર્મની હાનિ થવા પામી.
વેતામ્બર આચાર્યોએ પૂર્વે ચૈત્ય વાસીઓ સામે બાથ ભીડી હતી. તે વખતને લાભ લઈને વેદ ધમી આચાર્યોએ માથું ઉંચું કર્યું હતું. તેમજ વિક્રમ સંવતની તેરમી સદીમાં વેતાંબર જેમાં ખરતર, વડગ૭, તપાગચ્છ, પુનમિઓ, આગમિક, ચિત્ર વાલ, આદિ ઘણું છે ઉત્પન્ન થયા. અને તે વખતે દરેક ગચ્છના આચાર્યોએ સ્વમત પ્રતિપાદનમાં પોતાનું આત્મબળ વાપર્યું, પણ તેઓએ સંપ કરીને અનેક ઉપાયોથી અન્ય ધર્મીઓ સામે ઝઝુમવા તરફ લક્ષ દીધું નહિ. તેરમા સૈકામાં અર્થાત્ વિક્રમ સંવત બારસોની સાલમાં ઘણું ગ ઉત્પન્ન થયા તે વખતે વર્તમાન કાલ પર દૃષ્ટિ દેનાર સર્વ આચાર્યોમાં શ્રેષ્ઠ મહા પ્રભાવક શ્રી હેમચન્દ્રાચાર્ય હતા. તેમણે સાડાત્રણ કોડ લોકની રચના કરી જેન સાહિત્યની સમૃદ્ધિમાં ખૂબ ઉમેરો કર્યો હતો. આ ઉપરાંત જૈન ધર્મમાંથી અન્ય ધર્મમાં ગયેલા ઘણા રાજાઓને તેમણે પુન: જેન ધમી બનાવવા પ્રયત્ન કર્યો હતો. અને તેમાં તે કુમારપાળ રાજા વગેરેને જનધમી બનાવી ઘણે અંશે ફાવ્યા. પૂર્વની પેઠે ક્ષત્રિય રાજાઓ સદા જેન રાજાઓ તરીકે રહે અને રાજાઓના વંશમાં જન ધર્મની પરંપરા સદાકાલ ટકી રહે. એવી શ્રી હેમચન્દ્રજી મહારાજની ધાર હતી. પણ તે તેમની પાછલ બર આવી નહી. વેતાંબરોના સવે આચાર્યોમાં ગછની માન્યતાના ભેદે સંકુચિત દષ્ટિ હેવાથી, તેમજ દિગમ્બરમાં મૂળસંઘ, કાષ્ટસંઘ, માથુરીસંઘ, વગેરેના મત ભેદથી એક બીજાના ખંડનમાં આત્મશકિતનો વ્યય થવા લાગ્યો, અને પરસ્પર સંપીને જન ધર્મમાંથી ભ્રષ્ટ થનાર લોકોને પુન: જૈન ધર્મમાં લાવવાને વિચાર કરવાને સર્વ ગચ્છના આચાર્યોની મહાસભા મલી શકી નહિ. અને તેથી વિક્રમની ચૌદમી સદીમાં જૈનધર્મ રાજકીય ધર્મ તરીકે રહ્યો નહી. હાય !! કેટલી બધી ખેદની વાત ! વિક્રમ સંવત તેની સાલમાં વસ્તુ
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org