SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ સ્વામી કે જેઓ ગામની બહાર વસતીથી દૂર રહેતા હતા, તેઓ શ્રાવકના અતિ આગ્રહથી દેશકાળ વિચારીને વસતીમાં વાસ કરવા લાગ્યા. જ્યારે શ્રી વિશાખાચાર્ય—પૂર્વ પ્રણાલિકાને વળગી રહી વસતી બહાર વનમાં રહ્યા. થુલીભદ્રજી અને શ્રાવકની અતિ આગ્રહભરી વિનંતિ છતાં શ્રી વિશાખાચા- પિતાને આગ્રહ ન જ છોડયો. પરિણામે તે વખતથી સમાજમાં બે પક્ષ પડયા. (૧) વસતીવાસી મુનિ અને (૨) વનવાસી વર્ગ. બન્ને પક્ષે પોતે યોગ્ય કરે છે, અને બીજો પક્ષ યોગ્ય નથી કરતે; એવા આગ્રહથી પોતપોતાના પક્ષ જમાવવાને યથાશકય સર્વ પ્રયત્ન કરવા લાગ્યા, એ પ્રયત્ન મમત્વ અને છેવટે અસુયામાં પરિણમ્યા, અને એ અસુયા વાણુ દ્વારાએ પરસ્પરની નિંદાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થવા લાગી. આ એકજ સમાજના બે આચાર્યોના પરસ્પરના મતભેદને લાભ લઈ બોદ્ધો અને વેદાન્તિએ પિતાને પક્ષ પ્રબળ કરવાને અનેકવિધ પ્રયત્ન કરવા લાગ્યા. જૈન સમાજનાં આંતર કલેશના પરિણામે અને સુવિહિત સાધુ સમાગમ ના અભાવે ગૃહસ્થની જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ઘટતી ચાલી. એમાં પણ ખાસ કરીને રાજાઓ જે જૈનધમી હતા તેઓ, એ કલેશનાં પરિણામે ઈતર પંથ પ્રત્યે આકર્ષાયા અને જેન મટી જૈનેતર બનવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈને કેટલાક સુવિહિત આચાર્યું કે જેઓને પોતાની અંગત કીર્તિની લેશ પણ લાલસા ન હતી. પોતાના માન પાન વધારવાની જરાયે ખાયેશ ન હતી. અને જેઓનું માનસ સર્વથા ઉદાર હતું, તેવા ધર્મ અને સમાજ હિતની સાચી ધગશવાળા આચાર્યોએ રાજાઓ અને ગૃહસ્થને જૈન ધર્મથી પતિત થતા અટકાવવા માટે શું કરવું ? તેનો વિચાર કર્યો અને એ વિચારને પરિણામે તેમણે નિશ્ચય કર્યો કે– રાજાઓ અને ગૃહસ્થોજેનેતર સમાજમાં જાય છે એનું ખાસ કારણ તેઓનાં ઈષ્ટદેવની મૂર્તિનું આકર્ષણ છે. ધર્મગુરૂઓ હાજર હોય કે ન હોય પણ પ્રભુનાં દર્શન કરીએ, તેનું પૂજન-અર્ચન કરીએ તો પણ આત્મકલ્યાણ સાધી શકાય છે.” આ પ્રકારની ભાવનાના ગે રાજાઓ વગેરે જૈન ધર્મ તજી દઈ ઈતર પંથમાં જાય છે. માટે તેઓને ધર્માતર કરતા અટકાવવા માટે આપણે પણ શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાનું અવલંબન બતાવીએ તે જરૂર ઘણાં મનુષ્યો ધર્માન્તર કરતાં અટકે. વળી સિદ્ધાંતેમાં પણ “સ્થાપના નિક્ષેપ” કહેલ છે. તે શ્રી જિનેશ્વરદેવની પ્રતિમાને સ્થાપન કરવામાં કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy