________________
કપે, એમ કહ્યું છે. અત્યારે તે જિનકી પણું વિચ્છેદ ગયું છે, માટે નગ્નપણું આ કાળે ઈષ્ટ નથી.
જિનકલ્પી પણું એટલે કેવળ નગ્નાવસ્થા એમ કલ્પી લેવાનું નથી, પણ અગાઉના મહાન આત્માર્થી પુરુષો ત્યાગ અને તપશ્ચર્યાની ઉગ્ર ભાવનાને લઇ, જિનકલ્પી નહિ, પણ જિનકપીની માફક અપ વસ્ત્રથી ચલાવી લેતા હતા. એટલે કેટલાક મુનિએ ગુહ્યાવયોને આચ્છાદિત કરવા માટે માત્ર એકજ વસ્ત્રથી શ્રી આચારંગ સૂત્રમાં કહ્યા મુજબ સંયમનિર્વાહ કરતા, અને કેટલાક મુનિઓ અનંત તીર્થકરેએ બતાવેલા વિરના ક૫ મુજબ વસ્ત્રો ધારણ કરતા, પરંતુ પંચમઆરાના કાળપ્રભાવથી કદાગ્રહને કારણે સુસંયમી, આત્માથી મુનિઓને પણ શિથિલાચારી તરીકે ગણવા લાગ્યા અને પિતાનાજ માની લીધેલા મુનિઓને એકાન્ત આગ્રહને વશ બની સર્વોત્કૃષ્ટ લેખવા લાગ્યા. આ બધો કળિકાળને પ્રભાવ નહિ તો બીજું શું?
જેનમતની દીક્ષા લેનારા બધા મુનિઓ માટે શ્રી વીતરાગદેવે “મૂળગુણ તો સરખેજ કહ્યો છે, પરંતુ ઉત્તરગુણમાં તો જે જેનો પુરુષાર્થ; પણ તેમાં આગ્રહબુદ્ધિ ન હોઈ શકે. હું પાંચ ઉપવાસ કરું છું માટે તારે કરવા જોઈએ. અને જે ન કરે તો તે આત્માથી નહિ એમ સજ્જન પુરુષ કદિ બોલેજ નહિ, તેમ વિચારક મુમુક્ષુ આગ્રહબુદ્ધિ ધારણ કરી અમારા મુનિઓજ સાધુ છે, અને બીજા અસાધુ છે એવી ભાષા ઉચારી શકે જ નહિ.વિતરાગદેવ કથિત મુનિમાર્ગને વહન કરનારા બધા મુનિઓ પ્રત્યે તેને સમાનતાની, પૂજ્યભાવની લાગણી હોવી ઘટે. એજ નિર્ચસ્થ મુનિઓ અને વિચારક આત્માઓને ધર્મ છે.
જેનશાસનમાં ક્રિયાકાંડાદિ ઉત્તરગુણમાં ઉત્કૃષ્ટ અને સામાન્ય એમ બંને પ્રકારના ત્યાગમાગીએ પરાપૂર્વથી ચાલ્યા આવે છે, પરંતુ બંનેમાંથી કઈ એકને પણ એકાન્તવાદ ન હોય; ઉગ્ર ત્યાગધારી મુનિઓ સામાન્ય ત્યાગધારી પ્રત્યે મિત્રિભાવ રાખે, અને સામાન્ય ત્યાગધારી મુનિએ ઉગ્રત્યાગવાળા મુનિએ પ્રત્યે પ્રભેદભાવ રાખે. આ બંને પ્રકારના મુનિઓને જૈનાગમાં વિતરાગ ધર્મના પવિત્ર અંગે કહ્યા છે, છતાં પોતાની ઉગ્ર ક્રિયાના અહંભાવે કે દુરાગ્રહે, વીતરાગદેવના અનેકાન્તવાદને ઉલટાવી પિતાને એકાન્તવાદ (દિગંબર:ણુંજ સાચું અને સર્વશ્રેષ્ઠ છે) સ્થાપે, પોતાને મત મનાવવા માટે અનેક બેલેની વિરૂદ્ધ પ્રરૂપણ કરે, એટલું જ નહિ પણ વિતરાગ પ્રણિત સૂત્રોને અસત્ય ઠરાવવાનો પ્રયત્ન કરે, ત્યારે કહેવું જોઈએ કે જૈનની સંગઠ્ઠિત શક્તિને હાસ પોતેજ કર્યો, અને એ રીતે જૈનના એકને બદલે બે ફિરકા–વેતાંબર અને દિગંબર લેકદષ્ટિએ બહાર આવ્યા; એટલું જ નહિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org