________________
૨૨
દાંતે લુણ જે વાપરે, કવળે ઉનું ખાય; ડાઇ પડખું દાબ ન સૂવે, તે ઘેર વૈદ્ય ન જાય.
મુખ્ય મંદિરમાં સ્ફટિક પ્રતિમા ત્રણ તેમજ બીજી નાની મૂર્તિઓ છે. ઉપરના માળે સુંદર મુખજી છે. ધર્મશાળાના એક ભાગ પર શ્રો આદિજીનનું બીજું દહેરૂં છે સામે જ દાદાસાહેબના પગલાની સુંદર લહેરી છે વળી દ્વાર સામે દહેરૂં બંધાવનાર શેઠનું નવલું છે. આ સ્થળના હવા પાણી સારા હોવાથી એકાદ સેનીટેરીયમની ગરજ સારે તેવું છે રથળ એકાંત પ્રદેશમાં ને ઉંચી જગાએ આર્વેલું હોવાથી રમણીય છે.
અહીંથી સામે દેખાતી માઈલ દૂરની ટેકરી એ જ ઈનસનની ગુફા, ત્યાં પથ્થરમાં કરેલી ત્રણ સ્થલકાય મૂર્તિઓ છે. એક વચલા ખંડમાં બે આજુ બાજાના ખંડમાં. ટેકરી પર થોડું ચઢતાં સામ સામે ગુફા જેવા કારેલા આ ખંડ છે. વચલી મૂર્તિનો માથાવાળે ભાગ પિલે થયેલે છે જ્યારે સામે સામેની મૂર્તિઓ પર આડો ચીરાડે પડ્યો છે. ગુફાની સ્વચ્છતા ઠીક છે, ગ્રામ્ય જનતા સીંદૂર ચઢાવે છે અને શ્રીફળ વધેરે છે પ્રાચીન શોધ ખોળના રસિકને આમાંથી અવશ્ય જાણવાનું પ્રાપ્ત થાય તેમ છે. મુંબઈ નજીકની હાથીની ગુફાને અમુક અંશે મળતું આ કારણ ગણી શકાય. માર્ગમાં કેળના ક્ષેત્રે પુષ્કળ આવે છે. ધર્મશાળાની થોડી એરડઓમાં મોતીલાલજી મહારાજ
સ્થાપિત ગુરૂકુળના વિદ્યાર્થીઓ રહે છે. તેમનામાં સેવાવૃત્તિને શિક્ષણના સંસ્કાર સારા પ્રમાણમાં દેખાય છે.
આ મનોરમ સ્થળને–એક સમયની પ્રાચીન ભુમિને નજીક આવતી સંઘા વેલા સલામી ભરી, અમે એ સ્ટેશન તરફ કદમ ક્ય. સી. પી. (સેંટ્રલ પ્રોવીન્સીઝ) ની આ નગરી હાલ તો ભાંડક તરીકે ઓળખાતાં નાના ગામમાં સમાઈ જાય છે. ગાડીમાં રહ્યા મોટા કિલાથી શોભતા ને ફરતા તળાવથી અલંકૃત થયેલ ચાંદા શહેરને નિરખી સંતોષ માન્યો. અમારી ટ્રેન ત્વરિત ગતિએ દક્ષિણ દિશામાં આગળ વધતી હતી. નિઝામના હૈદરાબાદને સિકંદરાબાદથી થોડા અઇલ પર આવેલ અલીરનામક સ્ટેશને અમારે જવાનું હતું. સવાર પહેલાં તે આવવાનું ન હોવાથી નિરાંતે બિછાનામાં લેસે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org