SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ વખત જશે વહી વાતમાં, કાળ ઝડપશે કાલ; ચતુર હોય તો ચેતીને, તું તારું સંભાલ. - આખો દિવસ પુનામાં પસાર કરી રાતના ટ્રેનમાં દાખલ થયા. મનમાડ જશન આવ્યું ત્યારે તો સૂર્ય તપવા માંડ્યો હતો. શહેર નાનું છતાં રોજગાર ઠીક ગણાય. ઘર દહેરામાં શ્રી શીતલનાથજી જુહાર્યા. કુદરતનું દર્ય જોતાં આગળ વધ્યા. એકવાર ડુંગરની નાની હારે તે બીજીવાર સપાટ મેદાન દૂર સુધી પથરાયેલું હોય.સીનેમાના ચિત્રપટની માફક એ દેખાવ ફેરવાઈ જાય ને નાની મોટી સરિતા દષ્ટિએ ચઢે. જાત જાતની વૃક્ષરાજી નિરખતાં આંખમાં ટાઢક વળે. આમ માઈલેના માઈલે વહી ગયા. મધ્યાહ્ન થતાં ભુસાવળ જંકશન આવ્યા. દિવસની આ પ્રથમ મુસાફરીએ ઠીક આનંદ આપો. આ તરફના જલગાંવ, ખામગામ, મલકાપુર આદિ શહેર રૂ આદિના જબરા વેપારી મથકે છે. સફેદ બરફના પહાડ જેવા કપાસ પીલી તૈયાર કરેલા રૂના મોટા ઢગના ગઢ જોયા. પિત્તળની દીવીમાં થતા દીપકે આ પ્રદેશમાં ઠેર ઠેર જોવા મળ્યા. સાંજના ચાર વાગતા આકેલા આવ્યું. સંઘના વાજા વાગ્યા, લલનાઓએ કમળ કંઠે ગીત લલકાર્યો અને આનંદમાં સર્વે દેવાલય પહોંચ્યા. આકેલા જુની બાંધણીનું ધંધાદારી શહેર છે. વચમાં સરિતા વહે. છે એટલો જુનું અને નવું એવા ભાગ પાડ્યા છે. જુના આકલને મજબુલ કિલે સરિતા તટ પર સુંદર ખેખાય છે, એ જોતાં પૂર્વ કાલીન મહત્ત્વનું ભાન થાય છે. આજે તો ને ખંડીએર દશામાં પરિવર્તન પામી રહી છે. નવમા આલેકમાં બજાર વચ્ચે સડકપર શ્રી આદિશ્વરછનું નાનકડું છતાં મનહર દહેરૂં છે. ફરતી વિશાળ ધર્મશાળા છે, અંતરિક્ષનું તીર્થ અહીંથી ૪૦ માઈલ પર આવેલું છે. જવા સારૂં મોટર બસ મળે છે. રેલવેની ટીકીટ મુજબ, એક જણના જવા આવવાના રૂા. ૧-૧૨-૦ લાગે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy