SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - કાતર સમ દુર્જન કહ્યા, સજજન સેય સમાન; ૧૫ કાતર કાપી જુદા કરે, સોય કરે સંધાન તથા ન્હાવાની સગવડ દક્ષીણું બાંધણુનો ઠીક ખ્યાલ આવે તેમ છે. સામે દિગંબર મંદીર છે. પાછળના ભાગે જૈન પાઠશાળા તેમજ શ્રાવિકાશાળા છે. દરવાજા બહાર શ્રી આત્માનંદ જૈન પુસ્તકાલય લાયબ્રેરી સામે જૈન સુવાવડખાનું છે. વહીવટ જૈનોને છે; દેખરેખ એક સેવાભાવી વિધવા બહેન રાખે છે. ૨. શ્રી આદિશ્વરજી બે મજલાના આ દહેરામાં ભીતે પટ ચિત્ર છે. ૩. શ્રી ચિંતામણુજી છતમાં રંગીન ચિત્રામણવાળું આ પાત્ર જીનનું દહેરૂં તાજાંજ સુધરેલું છે. મોટર બસમાં બેસી પ્રથમ સોલાપુર બજારમાં. ૪. શ્રી શાંતિનાથ અને ત્યાંથી વાવડીમાં ૫ શ્રી આદિશ્વરજીના દર્શન કર્યો. માર્ગમાં મહાદજી સીંધીયાની છત્રીવાળ સુંદર સ્થાન નીહાળ્યું. એમાં સીંધીયાની મરાઠી વેશમાં શેભીતી પ્રતિકૃતિ છે. ત્યાંથી અમારી બસ કેમ્પના માર્ગે વળી. નવી બાંધણીના મકાનો અને અને માપસરના રસ્તા જોતાં (૬) શ્રી વાસુપુજ્યજીના મંદીરમાં પહોંચ્યા. સામે નાની ધર્મશાળા છે, માર્ગ પરના વિવિધ દેખાવો નિહાળતા, ખડકીમાં દાખલ થયા. (૭) મુનીસુવ્રત સ્વામીને વંદન કરી પાછા ફર્યા બુધવાર પેઠને બજાર વટાવી શાક મારકીટ આવ્યા, અહીં શ્રીમાળી ઓશવાળની ધર્મશાળાઓ છે ઉમંગી યુવક મંડળ છે. વેપાર ધંધા સારા છે. મોટા રસ્તાનું નામ લક્ષ્મી રોડ છે. પાર્વતી, બંડગાર્ડન, શીવાજી મહારાજનું બાવલું, પેશ્વાની કચેરીને જુનવાડે જોવા લાયક સ્થાને ગણાય. અહીં લીલા અંજીર, મોસંબી, સંતરા વગેરે ફળો બહુ સસ્તા મળે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની શાખા, શેઠ કીકાભાઈ પ્રેમચંદ સેનેટેરીયમ અને કસ્તુરબા તથા મહાદેવ દેશાઈની સમાધીવાળા આગાખાન મહેલ પણ શહેરથી થોડા અંતરે આવેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy