________________
ખાના ચલના સેવના, મિલના વચન વિલાસ;
જ્ય ક્યું પાંચ ઘટાઈ, ત્યું ત્યું જ્ઞાન પ્રકાશ. પરનો દરિયાઈ બંદરનો વ્યવહાર, ચોપાટી, કોટના સરકારી મકાને, યુરોપીયન વ્યાપારી પેઢીઓ, તાજમહાલ ઈત્યાદિ સ્થળે મુંબઈના જાહેર જગતના જોવા લાયક સ્થાનો ગણાય છે. તદુપરાંત બોરીબંડર સ્ટેશન, બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પ્રેસનું મકાન, પણ ગણું શકાય. અહિંથી સંખ્યાબંધ દૈનિક, અર્ધસાપ્તાહિક, માસિક છાપાઓ પ્રગટ થાય છે. જેમાં ઈંગ્લિશમાં “ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” બેઓ ક્રોનીલ” ફ્રી પ્રેસ વગેરે ગૂજરાતીમાં મુંબઈ સમાચાર, જન્મભૂમિ, હિંદુસ્તાન, વંદેમાતરમ આદિ ગણાય છે.
એકંદરે મોહમયી–મુંબઈ નગરીમાં વિલાસ, વૈભવ, બેફામ પાપાચાર તથા સ્વછંદાચાર જેમ ફાલ્યો ફૂલ્યો છે, તેમ ધર્મની આરાધના, ધાર્મિક વાતાવરણ, તથા ધર્મભાવનાનાં સુંદર તનાં પણ અહિં દર્શન થાય છે. મુંબઈ શહેરમાં જેનોની આટ-આટલી વિપુલ વસતિ હોવા છતાં, સાધનસંપન્ન ધનસમૃદ્ધ જન આગેવાનો અહિં રહેવા છતાં, એક સુંદર સ ધન સામગ્રીયુક્ત જન ધર્મશાળા તથા જૈન ભેજનશાળાની મુંબઈમાં મડાટી ખામી છે. તે માટે સાત લાખ રૂપીયા ફંડ થયેલ છે આચાર્ય શ્રી ધર્મસૂરિશ્વરજી ત્યાં શ્રી યશોવિજયજી મહારાજ પ્રયાસથી જે મુંબઈના જૈનોની પ્રતિષ્ઠા, ગૌરવ કે મોભા માટે યોગ્ય ગણાય. પણ હવે તે હવે થઈ જશે તેનું ફંડ પણ થઈ ગયું છે તે ખાત મહુરત ૨૦૧૭ શ્રાવણ વદ ૮ શેઠ માણેકલાલ ચુનીલાલે કરેલ છે.
મુંબઈના આંગણે આજે વર્ષોથી ફાલી-ફૂલીને સમૃદ્ધ બનેલ “શ્રી વર્ધમાન તપ આયંબીલ ખાતુ' સુંદર પ્રગતિ સાધી રહ્યું છે અને એ દ્વારા સેંકડો હજારો ધર્માત્માએ મહામંગલકારી આયંબીલ તપની આરાધના કરી રહ્યા છે. એમાં કેટલાક તપસ્વીઓએ તો ૧૦૦ ઓલી પૂરી પણ કરી છે. ખરેખર મુંબઈના આંગણે આ સંસ્થા ખૂબ જ ઉપકારક બની રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org