SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તનકી ભૂખ તે તનકી હે, તીન પાવ ઓર શેર; મનકી ભૂખ અનંત હે, નિગલત મેરૂ સુમેર. સમાજની કેળવણી વિષયક સંખ્યાબંધ સંસ્થાઓ અહિં આજે છે. તેમજ જૈન સમાજના કેળવણી લેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સંસ્થાઓ પણ મુંબઈમાં સક્રિય કામ કરી રહી છે. જૈન પાઠશાળાઓ પણ અહિં સંગીન પ્રગતિ સાધી રહી છે. ગોડીજીની જૈન પાઠશાળા લાલબાગ પાઠશાળા, ચંદ્રપ્રભસ્વામીના ઉપાશ્રયની પાઠશાળા, તથા સ્વ. શ્રી જાસુદબાઈ પાઠશાળા-જે શેઠ જીવાભાઈ દ્વારા સંચાલિત છે. તેમજ ભાયખલા જૈન પાઠશાળા આ બધી સ્થાનિક તેમજ પરાઓની પાઠશાળાઓમાં શિક્ષણ તથા અભ્યાસક્રમ વગેરેનું વ્યવસ્થિત સંચાલન કરતી સંસ્થા હમણાં તાજેતરમાં સ્થપાઈ છે. આ સંસ્થા “જન ધાર્મિક શિક્ષક સંઘ'ના નામથી જૈન પાઠશાળાઓ, શિક્ષક, તથા ધાર્મિકક્ષેત્રમાં સેવા આપતી જૈન સંસ્થા “શ્રી મુંબઇ જેન સ્વયંસેવક મંડળ, પણ મુંબઈ શહેરની સેવા ભાવી સંસ્થા છે. તેમજ પાલીતાણું ખાતેના જૈન ગુરૂકૂલ તથા બાલાશ્રમની પણ મુખ્ય એફીસ અહિં છે. મેઘજી હીરજી તેમજ સેવંતીલાલ વી. જૈન તથા ભીમશી માણેક આદિ જન બુકસેલરોની પુસ્તક પ્રકાશન પેઢીઓ પણ શહેરના મધ્યલત્તા પાયુધુની પર છે. તે જાહેર સ્થાને–મુંબઈ શહેરમાં વસતિ લાખે ની છે જનતાના વ્યવહાર માટે ઈલેકટ્રીક ટ્રામ શહેરના રસ્તાઓ પર પાટા પર ચાલી જતી આપણને નજરે પડે છે. બે માળની મોટર બસો, ટેક્ષીઓ, વિકટોરીયા આદિ સાધનો શહેરના રસ્તાઓ પર પાણીના પર ટાની જેમ દોડા-દોડ કરતા હોય છે. અજાણ્યા માણસને મુંબઈનો આ વાહનવ્યવહાર ઘડિભર આશ્ચર્યમાં નાંખી દે તેવો છે. મુંબઈમાં જાહેર સ્થળ તરીકે રાણબાગ, વાલકેશ્વર પરનો હેન્ગીંગગાર્ડન, યુઝીયમ, રાજાબાઈ ટાવર, ટાઉન હોલ, રીઝર્વ બેન્કનું નવું મકાન, બેલાર્ડ પીયર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy