________________
૨૧૨
ધનવંત કે કાંટ લગે, ખમા કરે સહુ કેય;
નિર્ધન ડુંગરસે ગીરે, ખબર ન પૂછે કેય. મૂસા નામનું જંકશન આવે છે. અહીંથી ભેરા તરફ રેલવે જાય છે. ભેરા સ્ટેશન છે.
અહીં પ્રાચીન મંદિર છે-આ પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્યરત્ન ઉ. શ્રી સોહનવિજયજી મહારાજના ઉપદેશથી શ્રી આત્માનંદ જૈન મહાસભાએ કરાવ્યો છે.
રાજા ઉદાયીએ ચેડા મહારાજાની પુત્રી પ્રભાવતી સાથે લગ્ન કર્યા અને રાષ્ટ્રના સંસર્ગથી જૈનધર્મને દઢ રાગી બન્યો. રાણીએ દીક્ષા લીધી પણ પ્રતિમાના પૂજનનો લાભ દાસી દેવદત્તાને મળ્યો. તે કુન્ધા હતી પણ પૂજનથી સ્વરૂપવાન બની. અવન્તીના ચંપ્રદ્યોતે દાસીનું તથા મૂર્તિનું હરણ કર્યું. ઉદાયીએ તેને હરાવ્યો અને કેદ કર્યો, પર્યુષણમાં સમાન ધમી જાણ મુક્તિ આપી.
તક્ષશિલા રાવળપિંડીથી ૨૨ માઈલ તક્ષશિલા છે. પંજાબનું પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા શ્રી આદિનાથ પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાનીનું શહેર હતું. પ્રભુજી અહીં પધાર્યા હતા. પ્રભુજીને સ્મારક નિમિત્તે બાહુબળજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી. શત્રુંજયે દ્ધારક ભાવડશાહના પુત્ર જાવડશાહ તાશિલામાંથી શત્રુંજયગિરિપર બીરાજમાન કરવા શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય મૂર્તિ લાવ્યા હતા. શ્રી માનદેવસૂરિએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિ સ્તોત્ર બનાવ્યું હતું.
અહીં જૈન વિદ્યાપીઠ હતું. વાચક શ્રી ઉમાસ્વાતિજીએ તત્વાર્થ સૂત્રની રચના વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા રચ્યું હતું. હાલ તો તક્ષશિલાના ખંડેર જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org