________________
ગુણવંતા ગંભીર નર, દયાવાન દાતાર, ૩૦૩
અંતકાળ તક ન તજે, હૈયે ધમ ઉપકાર. સોનામહોર વાપરી હતી. પેથડકુમારે ભરૂચમાં સાત જ્ઞાનભંડાર તથા બીજે જ્ઞાનભંડાર કરાવ્યા હતા. મંત્રીશ્વરે માંડવગઢથી સિદ્ધાચળગિરનારનો મોટી સંધ કાઢ્યો હતો.
જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના પ્રશિષ્ય રત્ન શ્રી વિજયદેવસૂરિ, સમ્રાટ જહાગીરની વિનતિથી અહીં પધાર્યા હતા અને સૂરિજીને ‘મહાતપા”નું બિરૂદ આપ્યું હતું.
આ શહેરમાં એક વખત ત્રણ લાખ જેનો વસતા હતા અને સેંકડો જિનમંદિરો હતા. સુપાર્શ્વનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમા આજે નથી. માંડવગઢમાં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે.
ઔરંગઝેબના સમયમાં આ માંડવગઢની પૂરી પડતી થઈ છતાં આજે પણ વિવિધ ચમત્કાર દેખાય છે. ૧૯૯૨ માં અહીં મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા છે ત્યાં એક કાળો નાગ આવ્યો અને ત્રણ દિવસ રહ્યા. પૂજારોએ પ્રાર્થના કરી કે “દેવતા પધારો!. અમને પૂજા માટે સ્થાન આપો” ત્યારે નાગદેવ ચાલ્યા ગયા. આસપાસ ખંડેરો તથા મૂર્તિઓ નીકળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org