________________
૨૭૫
વિણ ઉદ્યમ કેમ નીકળે, તલમાંહિથી તેલ; ઉદ્યમથી ઉંચે ચડે, જુઓ એકેન્દ્રિય વેલ.
-
-
-
- -
-
-
-
-
-
-
નીતાડા
દીયાણાથી નીડા છ માઈલ દૂર છે. અહીં બાવનજિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી ચિંતામણિપાર્શ્વનાથની મૂર્તિ પ્રાચીન અને મને હર છે.
અહીં શ્રાવકના ૪૦ ઘર છે. ધર્મશાળા, ઉપાશ્રય છે.
નીતોડાથી ચાર માઈલ દૂર સ્વરૂપગંજ છે. અહીં સુંદર ધાતુની મૂર્તિનું ઘરમંદિર છે. મહાવીર જૈન ગુરૂકુળ ચાલે છે. ધર્મશાળા છે.
સ્વરૂપગંજથી ચાર માઈલ દૂર રહીડા ગામ છે અહીં ત્રણ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ, શ્રી આદિનાથ અને શ્રી મહાવીર સ્વામીના છે. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મોટાં મંદિરના પાછળના ભાગમાં શત્રુંજય ગિરનાર, આબુ, પાવાપુરી, સમેતશિખર, અષ્ટાપદજી વગેરેના સુંદર પટો છે. શ્રી સિદ્ધચક્રજીનું સુંદર મંદિર છે.
અજરી પીંડવાથી ત્રણ માઈલ દૂર અજારી છે. અહીં ગામબહાર બાવન જિનાલયનું પ્રાચીન મંદિર છે. મૂળનાયક શ્રી વીરપ્રભુની સુંદર પ્રતિમા છે. મૂળ ગભારા બહાર નાણાકીય ગચ્છના આચાર્ય શ્રી મહેન્દ્રસરી અને શ્રી શાન્તિસૂરિની પ્રતિમા છે. પ્રદક્ષિણના પાછળના ભાગમાં સરસ્વતીદેવીની મૂર્તિ પ્રાચીન અને સુંદર છે. મંદિરથી ૧ા-૨ માઈલ દૂર એક પહાડમાં સરસ્વતીની દેરી છે. પ્રતિમાજી પ્રાચીન છે. કલિકાલ સર્વ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી સરસ્વતીની સાધના કરવા અહીં આવ્યા હતા. બારમી શતાબ્દીપૂર્વથી આ સ્થાન સરસ્વતીના તીર્થરૂપે પ્રાચીન પ્રસિદ્ધ છે.
નાણા પીંડવાડાથી નાણુ છ કેસ–ગાઉ દૂર છે. નાણું સ્ટેશનથી નાણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org