________________
૨૭૪ ઉદ્યમ કરતાં માનવી, શું નવી સીજે કાજ; રામે રયણાયર તરી, લીધું લંકા રાજ.
લાટાણા
નાંદીયાથી દક્ષિણે ચાર માઈલ દૂર લેાટાણા છે. પહાડની તળેટીમાં આ સુંદર પ્રાચીન મંદિર આવ્યુ છે. મૂળ ગભારામાં શ્રી આદિનાથ પ્રભુજીની પરિકર સહિતની અદ્ભુત મનારમ મૂતિ પ્રાચીન અને પરમ સાત્ત્વિક છે. પરિકરમાં ઇંદ્ર, ઇંદ્રાણી કિન્નર વગેરેની અદ્ભુત રચના છે. નીચેના ભાગમાં સિંહ, હાથી અને ધચક્ર પાસેનાં હિરણ્ યુગલ સુંદર છે. મૂળનાયકની મૂતિ અઢીથી ત્રણ હાથ મેાટી અને ભવ્ય છે.
અહાર્ ર્ગમડપમાં એ પ્રાચીન કાઉસગ્ગીયા છે. આ બંને કાઉસ્સગ્ગીયા પાર્શ્વનાથજીના છે. આમાં ખાસ તા લગાટ પછી કાઉસ્સગ્ગીયામાં ધેાતીની રેખાઓ ઉતારી છે તેનું શિલ્પ અદ્ભુત છે. ધાતીતી કાર પણ સુંદર છે. શ્રાવક-શ્રાવિકા કિન્નર યુગલ વગેરે પણ સુંદર છે.
દીયાણાજી તીર્થં
લાટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી વિતસ્વામીની મૂર્તિપ્રસિદ્ધ છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુ ંદર સ્થાન છે. ધર્મશાળાઓ પણ છે. બાવનજિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ હૃદયંગમ પ્રાચીન છે. પરમ વૈરાગ્ય રસથી ભરેલી અમૃત રસને વર્ષાવતી આ મૂતિ જીવિત સ્વામીની મૂર્તિની ઉપમાને યાગ્ય છે. પરિકર પ સુંદર અને મનેાહર છે.
મૂળ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાળ પરિકરવાળી શ્રી વર્ધમાનસ્વામીની મૂર્તિ છે, આ સ્થાન ધ્યાન કરવા લાયક છે. કાઈ જાપ કે ધ્યાન કે યેગને માટે પરમ શાન્ત વાતાવરણુ ઈચ્છતા મુમુક્ષુઓ ચેાગીઓને જરૂર પ્રાણપ્રેરક પ્રશતિ સ્થાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org