________________
૨૬૬ માન મળે છે ગુણ વડે, ગુણ વિના માન ન હોય;
પોપટ પાળે પ્રીતથી, કાગ ને પાળે કાય.
આ સિવાય મહાવીર જન્મોત્સવ, નેમનાથ ભગવાનની જાન, માતા પ્રભુને ખોળામાં લઈ બેઠા છે વગેરે ભાવો છતમાં કોતરેલા છે. આબુની કોતરણીનું સ્મરણ કરાવે તેવા કમળદની રચના આકર્ષણ છે. થાભલા તથા ઘુમટની કેરણી પણ સુંદર છે.
સાર મારવાડના જોધપુર રાજ્યના દક્ષિણ ભાગમાં સાર કરીને એક ગામ છે. અસલ નામ સત્યપુર છે.
મંડરરના રાજાને મારી નાખ્યો ત્યારે તેની રાણું ગર્ભવતી. હતી. તે ખંભાણપુર નાસી આવી. અહીં પુત્રનો જન્મ થયે. શ્રી જજછવસૂરીએ આ કુમારના લક્ષણ જોઈને બાળક મહાપુરૂષ થશે તેમ ભવિષ્ય ભાખ્યું.
બાળક ગુરૂજીની પ્રેરણાથી પરાક્રમી થયો. પિતાનું રાજ્ય મેળવ્યું. સૂરીજીના ઉપદેશથી ચોવીસ જીનાલય બંધાવ્યાં. આ નાહડ રાજાએ સત્યપુર–સચારમાં શ્રી વીર ભગવાનના નિર્વાણ પછી ક્સો વર્ષે ગગન ચુમ્બી શિખરવાળું વિશાળ જિનમંદિર બંધાવ્યું. તેમાં મહાવીર. સ્વામીની પિત્તળમય પ્રતિમા સ્થાપના કરી.
ગીઝનીપતિ મલેચ રાજાએ આ મંદિર તોડવા ઘણું પ્રયત્નો કર્યો પણ તે ફાવ્યા નહિ. મૂતિ હટાવવા હાથી જેવા પણ મૂર્તિ ના હઠી. તોડવાના પ્રયત્નો પણ નિષ્ફળ ગયા. આ ચમત્કારથી સંધ ખુશી થયે. વીત્યમાં ઉત્સવો યોજાયા.
સાચોરમાં હાલ પાંચ જિનમંદિરે છે.
૧ જીવિત સ્વામીનું મંદિર છે. તેમાં શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. મંદિર વિશાળ, ભવ્ય અને મનોહર છે.
૨ તપગચ્છના મંદિરમાં પણ શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org