________________
..
.
- ૨૪૬ કાંટો બરાબર બોરડી કરો, હાથમાં વાગ્યો હોય;
વાગ્યા વિનાની વેદના તેની, કહી શકે શું કઈ
આ મરજીદ આજે ભરૂચ શહેરના બજાર વચ્ચે ઉભી છે. શહેર નર્મદાના કિનારા પર પાઘડી પનાના વિસ્તારમાં ઉચા-નીચા ટેકરાઓ પણ લાંબુ પથરાયેલું છે. મુંબઈ અમદાવાદ વચ્ચેની રે લાઇન પર ભરૂચ સ્ટેશન આવેલું છે. રેલ્વે લાઈન પર નર્મદા નદી પર હમણું નવો પુલ તૈયાર થયો છે. જુના પુલ પર મુભાઈ અમદાવાદ રોડની સડકને રસ્તે આવેલા છે. ભર્ચ અને વડોદરાની પાલેજ, મીયાગામ, સીનોર ઝર, કછીયાવર આદિ ગામો શ્રાવકેની વસતિવાળાં છે. સુંદર જિનમંદિરે ઉપાશશે તથા ધર્મશાળા. જ્ઞાનભંડારો આદિથી આ બધાં ગામે દર્શન સ્પર્શ ના કરવા ચોગ્ય છે.
લક્ષ્મણીજી-મધ્ય ગુજરાતથી પૂર્વ દિશામાં માલવાની સરહદ પર તીર્થ આવેલું છે. આણંદથી ગોધરા થઈને દાહોદ જતી રેલ્વે લાઈનમાં દાહોદથી અલીરાજપુર જવાય છે. અલીરાજપુરની નજીકમાં આ લક્ષ્મણીતીર્થ આવેલું છે. પૂર્વકાલમાં આ તીર્થ ખુબ જ પ્રસિદ્ધ તથા મહિમાવંતું ગણાતું હતું. વિ. સં. ૧૩૪૦માં પિઠડશાહના પુત્ર ઝાંઝણકુમારે માંડવગઢથી સંધ કાઢેલે ત્યારે તે લક્ષ્મણપુર આવ્યો હતો. સંધમાં રાા લાખ યાત્રાળુઓ હતા. શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરી પાછા ફરતાં આ સંધની અહિંના સંઘે ભક્તિ કરી હતી. વિ. ના સૈકામાં અહિ ૧૦૧ જનમંદિરે હતા. અને શ્રાવકોના બે હજાર ઘરે હતા. આવી સમૃદ્ધ જૈન નગરીનો વિ. ના ૧૫–૧૭મ સૈકામાં નાશ થયો. અને આખુ શહેર ધ્વસ્તવિધ્વસ્ત થયું. હમણું વિ. સં. ૧૯૮૯ની સાલમાં જમીન ખેડતાં જમીનમાંથી ૧૧ સુંદર પ્રતિમાજી પ્રગટ થયા. આજુબાજુ જમીન ખેદવતાં બીજા પણ પ્રતિમાજી પ્રગટ થયા. અલીરાજપુર નરેશે આ પ્રતિમાજીઓનો કબજો જૈન સંઘને સોંપ્યો. અને મંદિર બંધાવવા જમીન પણું સમર્પણ કરી. ત્યારબાદ શ્રીસંઘે ત્યાં ત્રણ શિખરોનું ભવ્ય જિનમંદિર બંધાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org