________________
૨૧૯
શીર પુરી લાપસી, એર કાકડી આદિ; કનેહથી તે એકાદશી, તે દ્વાદશી કી દાદિ.
ઓળખાતી દેરી છે. આમાં પ્રતિમાજી પ્રાચીન છે. પરિકર પર વિ. સં. ૧૨૪૫ વૈશાખ સુદિ ૩ નો લેખ છે. આ રીતે મૂલ મંદિરની ત્રણે. દિશાઓમાં ન્હાનાં-ન્હાનાં ચો આવેલાં છે. આખા યે પહાડમાં અનેક પ્રકારની વનસ્પતિ, ઝાડે, ફલ-ફૂલે ઈત્યાદિથી વનશ્રી ભી. રહી છે. વાતાવરણ શાંત, મધુર તથા આનંદપ્રદ છે. ઉનાળામાં મહાબલેશ્વર, દાર્જીલિંગ કે મસૂરી જનારાઓ, જે રીતે પૈસાનો દુર્વ્યય. કરી જીવનને વિલાસની ઊંડી ખીણમાં ત્યાં જઈને ધકેલી દે છે. તેના કરતાં આવા મહાપવિત્ર, એકાંત સ્થાનમાં દિવસોના દિવસે ગાળે, તે. ખરેખર શરીર, મન તથા આત્માનો ભાર હળવો થાય. પિયાનો દુર્વ્યય રોકાય અને સંયમ તેમ જ સ્વસ્થતાનો પદાર્થપાઠ શિખવા . મળે એ નિઃસંદેહ છે. હાલ તીર્થને વહીવટ શેઠ આણંદજી કલ્યાણ- છની પેઢી-અમદાવાદ કરે છે. તીર્થની યાત્રાએ આવનારને ભાથું અપાય છે. ભોજનશાળાની પણ વ્યવસ્થા સારી છે તેની વ્યવસ્થા વડનગર, ખેરાળુ, સીપોર આદિના સદગૃહસ્થની કમિટિ કરે છે.. એકંદરે આ તીર્થ ગુજરાતનાં બધાં પ્રાચીન તીર્થોમાં એકાંત વાતાવરણવાળું તેમ જ નિસર્ગના ખોળામાં મહાલના રમણીય તેમજ મન તથા તનને આલ્હાદ આપનારું કહી શકાય.
વાલમઃ મહેસાણું તારંગા લાઈનમાં ૨ ગોળા સ્ટેશન વિસનગર. જતાં આવે છે. આ સ્ટેશનેથી ત્રણ ગાઉ પશ્ચિમ બાજુ આ લાઈન પર મહેસાણાથી બીજું રટેશન ભાંડૂથી ચાર ગાઉ પૂર્વમાં વાલમ ગામ છે. નાગરની હેટી વસતીવાળા આ ગામમાં શ્રાવકેનાં બે ત્રણ ઘરે છે. અહિં પ્રાચીન જિનમંદિર છે. પૂર્વકાળે આ સ્થાન મહિમાવંતુ ગણાતું હતું. પણ કાલના પ્રભાવે આ સ્થાન અપ્રસિદ્ધ બનતું ગયું. મંદિરના મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં ખૂબ જ ભવ્ય દર્શનીય શ્યામ પાષાણનાં પ્રભાવિક પ્રતિમાની પ્રાચીનતાને ઈતિહાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org