________________
૨૩૨૦
કટુ વાણી સૂણે જો તુ, મીઠી વાણી સદા કહેજે; પરાઈ મુર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
છે. અવસર્પિણી કાળમાં ૨૦ મા શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં તેઓના નિર્વાણુ ખાદ ૨૨૨ વર્ષે અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજી ભરાવ્યા હતા. તેમાંના એક પ્રતિમાજી આ છે, આ વાતને લાખ્ખા વર્ષો વહી ગયા છે. આ સ્થાનની પ્રાચીનતા માટે અન્ય અતિહાસિક સાધના હાલ ઉપલબ્ધ થતાં નથી. છતાં વાલમ ગામની આજુબાજુના અતિહાસિક ખા, અવશેષ। તેની અતિહાસિકતા કહી જાય છે. મદિરની બાજુમાં ધશાળા છે. આ સ્થાન અપ્રસિદ્ધ હોવાથી યાત્રિકાનું આવાગમન અહિં થતું નથી. નાગરાની વસતિ અને તે લેાકેાનું પ્રભુત્વ અહિં વિશેષ છે. વાલમ તીને અંગે રસ લેનારા વિશેષ પ્રકાશ પાડે, અને આ સ્થાનને પ્રસિદ્ધિમાં લાવે, એમ આપણે ઈચ્છીએ. મહેસાણા અને તારંગાની વચ્ચે વડનગર નજીકમાં ખેરાળુ તથા સીપાર પણ શ્રાવકાની વસતિ તેમજ જિનમંદિર, ઉપાશ્રય આદિ સાધનેાવાળાં ગામેા છે. જે યાત્રા કરવા યાગ્ય સ્થળેા છે.
પાનસર : અમદાવાદથી મહેસાણા જતાં કલાલ પછી ખીજુ સ્ટેશન પાનસરનું છે. અમદાવાદથી પાનસર લગભગ ૨૧–૨૨ માઈલ થાય છે. સ્ટેશન પર હાલ પ્લેટફામ થયું છે. સ્ટેશનથી ગામ ના માઈલ પર જમણી બાજુ વિશાળ દરવાજામાં થઈ તે આપણા તીર્થંસ્થાનમાં જઈ શકાય છે. પાનસર ગામ અહિથી લગભગ ! માઈલ દુર ગણાય. ચામેર વિશાલ ગઢની વચ્ચે ગગનચુંબી ભવ્ય જિનમદિર છે. ચારે બાજુ ધર્મશાળાઓ છે. દેરાસર સુંદર બાંધણીનું અને ચઢ–ઉત્તર ક્રમે ભવ્ય પગથીઆનું આલિશાન છે. મૂલનયક શ્રી મહાવીર ભગવંતના પ્રતિમાજી અદ્ભૂત અતિપ્રાચીન તથા પ્રભાવિક છે. વિ. સ. ૧૯૬૬ ની સાલમાં રાવળ જળા તેજાના ધરની દીવાલમાંથી આ પ્રતિમાજી પ્રગટ થયેલા છે. આ મંદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૭૪ ના વૈશાખ સુદી ૬ ના મગળ દિવસે થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org