________________
૨૧૮ જે માયા સંતે તજી, મૂઢ ત્યાંહી લલચાય;
નર ખાય કર ડારતે, શ્વાન સ્વાદ લેખાય.
જ્યારે સિદ્ધગિરિજીની તલાટી, વડનગર–આણંદપુર હતી, ત્યારે તારંગાજી પણ શ્રી શેત્રુંજયગિરિજીની ૧૦૮ ટુંકમાં “તારગિરિ'ના નામથી પ્રસિદ્ધ હતું. આવું વિશાલકાય જિનમંદિર બંધાવવવામાં અગણિત દ્રવ્યનો વ્યય થાય એ સંભવિત છે. મંદિર એટલું બધું ઊંચું છે કે નીચેથી જોનારને શિખર પરના ધજાદંડની ખાટલા જેટલી લાંબી-પહોળી પાટલી તદ્દન હાની હાથપ્રમાણ જેટલી જાણે લાગે છે. શ્રી અજિતનાથ ભગવાનનાં પ્રતિમાજી બહુ જ ભવ્ય, નયન મનોહર તથા સુપ્રસિદ્ધ આકૃતિવાળા છે. પ્રભુની મૂર્તિ લગભગ ૧૦૦ આંગળ કરતાં મોટી છે. પ્રભુજીને નવે અંગે પૂજા કરવા માટે બાજુમાં નિસરણું રાખવામાં આવી છે. મંદિરને રંગમંડપ રમણીય છે. મંદિરના થાંભલાઓ સુંદર વિશાળ છે. મંદિરની બહાર શિખર પર સુંદર ક્રિડાની શિલ્પશાસ્ત્ર મુજબની મૂર્તિઓ પત્થર પર કંડારેલી છે. આ મંદિરના ઉપર માળ ઉપર માળ એવા ૩૨ માળ છે. એમ કહેવાય છે ઉપર જે લાકડું વપરાયું છે તે કેગર નામનું મજબૂત લાકડું છે. અગ્નિની પ્રચંડ જવાળાઓ વચ્ચે પણ આ લાકડું બળતું નથી. પરંતુ અગ્નિ લાગતાં પાણી ઝરે છે, એમ વૃદ્ધાનું કહેવું છે. આ મંદિરની આગળના ભાગમાં ૩-૪ ન્હાનાં દેરાસરે છે, તેમાં નંદીશ્વર દ્વિપનું એક દેરાસર છે. બીજામાં સમવસરણનું દેરાસર છે. તેને ફરતા અષ્ટાપદ, સમેતશિખર, સહસ્ત્રફૂડ આદિ ન્હાનાં ચ છે. તેની બાજુમાં ચોમુખજીનું મંદિર છે. મૂલ મંદિરની ઉત્તર દિશા તરફ એક ટેકરી છે. જે સિદ્ધશિલા તરીકે પ્રસિદ્ધ છે. સિદ્ધશિલામાં ચૌમુખ તથા પગલાં છે. મૂલ મંદિરની દક્ષીણ દિશામાં કટિશિલા છે. તેમાં પણુ ચૌમુખજી ભગવાન તથા પગલાં છે. આ બધા પ્રતિમાજી તથા દેવકુલિકાઓ પ્રાચીન, તથા શ્વેતાંબર સંધ હસ્તકમાં છે. જે તેને તે સ્થાનો પરના શિલાલેખો પરથી સ્પષ્ટ પ્રતીત થાય છે. મૂલ મંદિરની પૂર્વ દિશા બાજે એક લ્હાની ટેકરી પર પૂણ્ય-પાપની બારીના નામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org