________________
૨૦૪ પાંચ ઈદ્રિય વશ કરે, પાળે પચાચાર;
પાંચ સમિતિ એ સમિતા રહે, વંદુ તે અણગાર. અમારીનું પ્રવર્તન કરાવ્યું હતું. વનરાજના મંશી ચાંપાદેવ તથા શ્રીદેવીની સહાયથી વનરાજે પાટણને સ્થાપન કર્યું હતું. એ ચાંપે મંત્રી જૈનધર્મી હતું, એના નામથી વસેલું શહેર આજે પાવાગઢની -તળેટીમાં ચાંપાનેર તરીકે ઓળખાય છે. ભીમદેવના સમયમાં વિમળ-શાહે પાટણના રાજ્યનું મંત્રીપદ તથા સેનાનાયકપદ સંભાળ્યું હતું. આ વિમલમંત્રીએ આબુના જગપ્રસિદ્ધ મંદિર બંધાવ્યાં હતાં. કુંભારીયાજીમાં પણ સુંદર જિનમંદિરો તેમણે બંધાવ્યાં હતાં. ચંદ્રાવતીના પરમારોને વિમલમંત્રીએ વશમાં લઈને ગુજરાતી સત્તા ઉત્તરમાં ઠેઠ ચંદ્રાવતી સુધી ફેલાવી હતી. માલવદેશના રાજવીઓને પણ તેણે જીતી લીધા હતા. સજજન, ઉદાયન, વાગભટ્ટ, આદ્મભટ્ટ, શાંતુ મહેતા–આ બધા પાટણ નિવાસી જન મંત્રીશ્વએ ગુર્જરભૂમિની સેવા કરવા સઘળું સર્મપણ કર્યું હતું. આમ વનરાજથી પ્રગતિના શિખરે ચઢેલે પાટણને વૈભવ, ઠેઠ પરમહંત મહારાજ શ્રી કુમારપાલ સુધી ઉત્તરોઉત્તર વધતે ચાલ્યો.
પણ મહારાજા કુમારપાલના મૃત્યુ પછી અજયપાલે જ્યાં પાટણની રાજસત્તાનાં સુત્રો હાથમાં લીધાં ત્યારથી પાટણની પડતી શરૂ થઈ. અજયપાલ લાંબો કાળ રાજય ભોગવી ન શકો. અજયપાલે જૈનધર્મ પર પોતાને દેષ ખૂબ ઠાલવ્યો, મહારાજા કુમારપાલનાં બંધાવેલાં ત્રિભુવનપાલવિહાર, કુમારવિહાર, આાદ સેંકડે જિનમંદિરે તેડી પાડયા હતા. અજયપાલના મૃત્યુ પછી ભીમદેવ બીજે પાટણની ગાદી પર આવ્યો, તે બાળાભીમ તરીકે પ્રસિદ્ધ થયે, તેવાં રાજ્યકાળમાં મુસલમાન સુબાઓનું જોર વધતાં પાટણની રાજ્યસભાનું તેજ આથમતું ગયું. ભીમદેના શરાસમંત લવણુપ્રસાદે ધોળકામાં રાજ્ય સ્થાપ્યું. અને ગુજરાતની સત્તા આમ વેરવિખેર થવા માંડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org