________________
કામ ક્રોધ કુસંપના, માઠા છે પરિણામ; ૧૯૧
મરતાં મરતાં કહી ગયે, પૃથ્વીરાજ ચૌહાણ. મૂડ–૩૨ મણ ચેખા ભંડારમાં આવતા હતા. આ મંદિર ચંદ્રાવતીના પરમાર ધારાવર્ષીય યુવરાજ પ્રહલાદન દેવે બંધાવ્યું હતું. આ નગર પણ તેમણે વસાવ્યું છે. આ દેરાસર આજે પલ્લાવીયા પાર્શ્વનાથના દેિરાસર તરીકે પ્રસિદ્ધ છે. આ ત્રણ માલનું છે, મૂલનાયક શ્રી પાર્શ્વનાથ ભ. ની દોઢ ફૂટ ઉંચી સુંદર વેત પાષાણુના ભવ્ય પ્રતિમાજી છે. પ્રદક્ષિણા–ભમતીમાં ગેડી પાર્શ્વનાથજી ભ. છે. માળાપર શાંતિનાથ તથા શીતલનાથ ભ. છે.
આ પલ્લવી આ પાશ્વનાથની પ્રતિષ્ઠા કરંટગચ્છીયા આ. શ્રી કડકસૂરિજીના વરદ હસ્તે વિ. સં. ૧૨૭૪ના ફાગણ સુદિ પના થયાનો ઉલ્લેખ મળે છે. આ મંદિર ભવ્ય વિશાલ તથા રમણીય છે. આ ઉપરાંત શહેરમાં અન્ય ત્રણ સંરર દેરાસરો છે. દેરાસરે ભવ્ય તથા દશનીય છે. શહેરમાં ૫-૬ ઉપાશ્રયે પાઠશાળા, બોડીગ, લાયબ્રેરી, તથા આયંબીલ ખાતું. જ્ઞાન ભંડાર આદિ છે. શહેર બહાર દાદાવાડી છે. ૩. મૂ. જેનેનાં ૫૦૦ ઘરે છે. સ્થાનકવાસીઓનાં ૩૦૦ ઘરો છે.
ભીલડીયા–પાલણપુરથી ડીસા નાની લાઈન જાય છે. ડીસાથી હમણું કંડલા લાઈન નીકલી છે. વચ્ચે આપણું -ઉત્તર ગુજરાત પ્રાચીન તીર્થ ભીલડીયાજી આવેલું છે. ડીસાથી લગભગ ૧૦ ગાઉ દૂર ભીલડીયાજી છે. ગામ ન્હીનું છે. ગામની બહાર વિશાલ ધર્મશાળા છે. ધર્મશાળાનો ચોક છોડી આગળ જતાં દેરાસરનો મોટો દરવાજે આવે છે. દેરાસરમાં જતાં ભોંયરું છે. ભેંયરામાં પગથી ઉતરીને જતાં મૂલનાયક શ્રી નેમિનાથ ભગવાનનાં દર્શન થાય છે. મૂલનાયકની ડાબી બાજુ ભારવટીઆ નીચે શ્રી ભીલડીઆઇ પાર્શ્વનાથના પ્રતિમાજી બિરાજમાન છે. પ્રતિમાજી ન્હાના તેમજ સુંદર પરિકયુક્ત સ્પામ પાષાણન છે. પ્રતિમાજી ચમત્કારિક તથા પ્રાચીન છે. તીર્થ એતિહાસિક છે. વિ.ના ૧૪ સૌકામાં અહિં વીર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org